________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
=
यथा तु पूर्वनयेनैकं कृत्वोच्यते इन्द्रशक्रादि तथा तदवस्तु, घटज्वलनादिवद् भिन्ननिमित्तत्वात्, अनयोरेकत्वेनावस्तुता । एवं घटकुटयोरपि चेष्टाकौटिल्यनिमित्तभेदात् पृथक्ता, तथा પ્રમાણે શબ્દ-પ્રયોગ હોય તે પ્રમાણે જો વસ્તુ પ્રાપ્ત ન થાય તો તે વિસંવાદ કહેવાય.) આ વાત પૂર્વે શબ્દ-નયમાં કહેવાઈ ગઈ છે. હવે જ્યારે ફક્ત લિંગથી જુદા શબ્દના અર્થને પણ (એકાર્થ માનવામાં) અવસ્તુ કહેતા હોવ તો મૂળથી જ જે વસ્તુ માટે જુદો શબ્દ પ્રયોજાયો હોય, વાપરેલો હોય તે વસ્તુ શી રીતે સસ્તુ હોઈ શકે ? અર્થાત્ ન જ હોય. શબ્દ વડે જ તો અર્થ નિરુક્ત કરાય છે - એટલે કે આ અમુક શબ્દની આ નિરુક્તિ (વ્યુત્પત્તિ પ્રકૃતિ-પ્રત્યય આદિ વિભાગ વડે અર્થનું કથન) કરવા વડે, આ અમુક શબ્દનો આ અર્થ છે. એમ નક્કી કરાય છે. આથી જે ઠેકાણે શબ્દનો ભેદ હોય ત્યાં તેની નિરુક્તિનો (વ્યુત્પત્તિનો) પણ ભેદ હોવાને લીધે અર્થનો પણ ભેદ પડશે જ. આથી જે રીતે પૂર્વનય વડે અર્થાત્ સાંપ્રત નય વડે ઇન્દ્ર, શક્ર વગેરે (પર્યાય-સમાનાર્થી) શબ્દોને એક સમાન રૂપે કરીને કહેવાય છે, તે રીતે તે અવસ્તુ છે, ઘટ-જ્વલન (અગ્નિ) આદિની જેમ. જેમ ઘડો અને અગ્નિ બે વસ્તુના શબ્દોની વ્યુત્પત્તિ (નિરુક્તિ)ના નિમિત્ત જુદા જુદા છે આથી તે બે વસ્તુને જો એક વસ્તુ કહેવાય તો એવી વસ્તુ અવસ્તુ છે. સંભવી ન શકે. તેમ ભિન્ન ભિન્ન નિમિત્તવાળા શબ્દોથી કહેવાતાં હોવાથી ઇન્દ્ર, શક્ર વગેરે શબ્દો પણ જુદા અર્થને જણાવે છે. આમ ઘડો અને અગ્નિ એ જેમ ભિન્ન-નિમિત્તવાળા શબ્દોથી વાચ્ય હોવાથી તેને એક માનવા તે અવસ્તુરૂપે બને છે તેમ ઇન્દ્ર, શક્ર વગેરે જુદા જુદા શબ્દથી વાચ્ય એવા અર્થને પણ એક કહેવામાં તે પદાર્થો અવસ્તુ જ બની જશે, એમ સમભિરૂઢ-નય કહે છે.
४३५
ચંદ્રપ્રભા : વક્તે - ચેતે કૃતિ પટ: ।) જે જલ-ધારણ વગેરે ચેષ્ટા કરે તે ઘટ = ઘડો કહેવાય. અને ખ્યાતિ - તિ કૃતિ ( વત્ + અન) ખ્વતનઃ । જે બળે અથવા બાળે તે જ્વલન અગ્નિ કહેવાય. આ પ્રમાણે આ બે શબ્દોની વ્યુત્પત્તિ = નિરુક્તિ જુદી જુદી હોવાથી તે બે જેમ જુદા જ અર્થને જણાવે છે, તેમ ફન્દ્ર, શ વગેરે પર્યાય શબ્દો સંબંધી પણ સમજવું. પર્યાય
=
=
- સમાનાર્થી ગણાતા શબ્દોમાં ય નિરુક્તિનો ભેદ હોવાથી અર્થ ભેદ પડે છે એમ સમભિરૂઢ નય માને છે. આ અંગેનું બીજું ઉદાહરણ આપતાં ટીકામાં કહે છે.
પ્રેમપ્રભા : વં ઘટવુટયોપિ૰ આ પ્રમાણે ઘટ: (ઘડો), ટ: । એ બે શબ્દોની પણ નિરુક્તિના વ્યુત્પત્તિના નિમિત્તનો ભેદ હોવાથી તે બેના અર્થનો ભેદ છે. ‘ઘટ'નું
૨. પાવિજી, નૈ. । ચર્॰ મુ. |
=