________________
४३४ तत्त्वार्थाधिगमसूत्रम्
[મ. ૧ यां यां संज्ञामभिधत्ते तां तां समभिरोहतीति समभिरूढः, सोऽभिदधाति-यदि लिङ्गमात्रभिन्नमवस्तु, विसंवादित्वात् रक्तनीलतादिवत्, एवं सति मूलत एव भिन्नशब्दं कथं वस्तु स्यात् ? शब्देन ह्यर्थो निरुक्तीक्रियते एतस्मानिरुक्तादेष इति, यत्र तद्भेदस्तद्भिन्नमेव, બોધ થશે,
સમાધાન ? વારુ, અમે કહીશું કે, વર્તમાન ક્ષણવર્તી વસ્તુ સંબંધી જે બોધવિશેષ (અધ્યવસાય) એવા અર્થવાળો “સંપ્રતિ” શબ્દ છે, તેનાથી સ્વાર્થમાં જ “સંપ્રતિ એ જ સાંપ્રત” એમ [ પ્રત્યય લાગશે. આથી ઈષ્ટ-અર્થથી અધિક અર્થની પ્રાપ્તિ થવાનો પ્રસંગ નહીં આવે. આવા અભિપ્રાયથી “અથવા કહીને ટીકામાં બીજો વિકલ્પ આપે છે.)
અથવા સરિ પર્વ “સંપ્રતિ એ જ “સાંપ્રત' કહેવાય. આ પ્રમાણે પ્રવિડM સિહે. (૭-૨-૧૬૫)] સૂત્રથી પ્રજ્ઞાદિ-ગણના શબ્દ તરીકે સન્ પ્રત્યય લાગતાં (સંપ્રતિ + ) “સાંપ્રત’ શબ્દ બને છે. આ પ્રમાણે “સાંપ્રત' એવું રૂપ કરવામાં કોઈ બાધ આવતો નથી.
આ સાંપ્રત-નય રૂપ પેટા ભેદ એ તેના મૂળભૂત શબ્દનયના અભિપ્રાયથી વિશિષ્ટ અર્થાત્ જુદો નથી. (શબ્દનયની જેમ આ સાંપ્રતનય શબ્દના લિંગાદિ ભેદ વડે અર્થનો ભેદ માને છે, પણ પર્યાય-શબ્દનો અર્થ જુદો માનતો નથી) શબ્દ-નયનો સંપૂર્ણ અભિપ્રાય આને લાગુ પડે છે. આથી આ નયને જુદા ઉદાહરણો વડે સમજાવેલો નથી. શબ્દનય પ્રમાણે જ આના ઉદાહરણો સમજી લેવા.
* શબ્દ (નિરુક્તિ) ભેદે અર્થભેદઃ સમભિરૂટનય જ (૨) સમભિરૂઢ-શબ્દનઃ જે જે સંજ્ઞા|નામ/શબ્દ કહેવાય તે દરેકને વિષે સમભિરોહ કરે - અર્થાત્ તે દરેક શબ્દ શબ્દ જુદા જુદા અર્થનો સ્વીકાર કરે તે “સમભિરૂઢ' (સમરોહતિ વૃત્તિ સમરૂિઢ:) શબ્દ-નય કહેવાય. આ સમભિરૂઢ-નય આ પ્રમાણે પોતાનો મત કહે છે - જો (પુલ્લિગ વગેરે) લિંગ-માત્રથી ભિન્ન એવું વચન (શબ્દ) જેનું હોય તે અવસ્તુ = અસર્વસ્તુ છે એમ શબ્દનય કહે છે. કારણ કે વિસંવાદ આવે છે. જેમ કે રક્ત વસ્તુની નીલતા = શ્યામપણું. જેમ લાલવસ્તુને શ્યામ (નીલ) કહેવું તે વિસંવાદી વચન છે, તેમ શબ્દની અપેક્ષાએ લિંગ માત્રથી જુદો પદાર્થ એ પણ (એક માનવામાં) વિસંવાદ આવવાથી અવસ્તુ/અસદ્વસ્તુ છે એમ શબ્દ-નય માને છે. (જે