________________
४३२ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ सामान्यं एकं नित्यं निरवयवादिरूपं तत् परिक्षेत्तुं शीलमस्य स सर्वपरिक्षेपी, सामान्यग्राहीति यावत् । सामान्यविशेषरूपस्तु नोक्तः, अनुवृत्तिलक्षणश्चेत् सामान्यं, व्यावृत्तिलक्षणश्चेत् विशेषः, ततोऽन्यस्याभावात् । अथवा 'आद्यन्तयोर्ग्रहणात् तन्मध्यगतस्यापि ग्रहणम्' । शब्दस्त्रिभेद પરિક્ષેપી નૈગમ. તેનો સામાન્ય-અર્થ આ પ્રમાણે છે. (૧) દેશ-પરિક્ષેપી : દેશ એટલે વિશેષ કે જે પરમાણુ વગેરેમાં રહેલા હોય છે. આવા દેશનો = વિશેષનો પરિક્ષેપ (=ગ્રહણ/બોધ) કરવાના સ્વભાવવાળો હોય તે “દેશ-પરિક્ષેપી” અર્થાત્ વિશેષ-ગ્રાહી = વિશેષનો બોધ કરનારો નૈગમ કહેવાય. (૨) સર્વ-પરિપીઃ સર્વ એટલે સામાન્ય કે જે
એક છે, નિત્ય છે, નિરવયવ એટલે કે અવયવ રહિત ઇત્યાદિ રૂપ છે, તેનો પરિક્ષેપ (ગ્રહણ) કરવાનો સ્વભાવ જેનો હોય તે સર્વ-પરિક્ષેપી અર્થાત્ “સામાન્ય-ગ્રાહી' નૈગમ કહેવાય.
અહીં સામાન્ય-વિશેષ (ઉભય) રૂપ નૈગમ-ભેદ કહેલો નથી. કારણ કે, જો કોઈ ધર્મ/પર્યાય એ અનુવૃત્તિ રૂપ હોય અર્થાત્ બીજા અનેક દ્રવ્યોમાં અનુસરનારો હોય તો તે સામાન્ય રૂપે કહેવાય. સામાન્યમાં અંતર્ભાવ પામી જાય. (કારણ કે સામાન્ય એ અનુવૃત્તિ રૂપ ધર્મ છે.) અને જો કોઈ ધર્મ/પર્યાય એ વ્યાવૃત્તિરૂપ હોય અર્થાત્ બીજી વસ્તુમાં અનુવર્તનારો/રહેનારો ન હોય તો તે વિશેષરૂપે કહેવાય અર્થાત્ વિશેષમાં અંતર્ભાવ પામી જાય. (કારણ કે વિશેષ એ વ્યાવૃત્તિરૂપ ધર્મ છે.) આથી આ બેથી (સામાન્ય-વિશેષથી) અન્ય નૈગમ-નયના ભેદનો અભાવ છે.
પ્રશ્ન : અન્યત્ર સામાન્ય-વિશેષ ઉભયરૂપ નૈગમનો ભેદ પણ મળે છે અને પૂર્વ સૂત્રની ટીકામાં આપે જ નૈગમના ત્રણ ભેદો કહ્યાં છે, તેનું શું?
જવાબ : અથવા માન્તિયોન તન્મધ્યાતપિ ' અર્થાત્ વસ્તુના આદિ અને અંતનું ગ્રહણ કરવાથી તેના મધ્યમાં રહેલ વસ્તુનું પણ પ્રહણ થઈ જાય છે. આ ન્યાયથી/ઉક્તિથી સામાન્ય-વિશેષ ઉભય રૂ૫ ભેદનું પણ ગ્રહણ કરવું. આ રીતે ન્યૂનતા આવવાનો સવાલ નહીં રહે. (અથવા ભાષ્યમાં કહેલ શબ્દથી આ ત્રીજા ભેદનો સમુચ્ચય કરવો.)
એક શદ-નયના ત્રણ ભેદો જ શબ્દ-નય એ ત્રણ ભેજવાળો = અંશવાળો છે. શબ્દ-નયના ભેદો જણાવતાં