________________
४३०
तत्त्वार्थाधिगमसूत्रम् अत्र चाद्याश्चत्वारोऽर्थनयाः अर्थ प्रधानत्वादर्थतन्त्रत्वात् । शब्दनयः पुनरर्थोपसर्जनः शब्दप्रधानः શબ્દતન્દ્ર તિ | રૂ8 || अधुनैषां यथासम्भवं भेदप्रतिपिपादयिषयाऽऽह -
સૂ૦ માદશાબ્દી નિશ્ચિમેલ છે –રૂર टी० आद्यशब्दावित्यादि । तत्र नैगमादिषु पञ्चसु यौ आद्यशब्दौ यथासङ्ख्यं
* પાંચ નયોમાં અર્થન અને શવદ-નયનો વિભાગ છે પ્રેમપ્રભા : આ પ્રમાણે આ નૈગમ વગેરે પાંચ મૂળ નાયો છે. આમાં પહેલાં ચાર નય - ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર અને ૪. ઋજુસૂત્ર એ અર્થતંત્ર હોવાથી એટલે કે અર્થને આધીનપણે બોધ કરનાર હોવાથી અર્થપ્રધાન છે. આથી “અર્થ-નય કહેવાય છે.
જ્યારે પાંચમો શબ્દનય એ અર્થની ગૌણતાવાળો છે અને શબ્દને આધીન જ બોધ થતો હોવાનું માને છે માટે શબ્દ-પ્રધાન નય છે.
ચંદ્રપ્રભા કેમ કે આમાં શબ્દ અનુસારે અર્થનું નિયમન થાય છે. આ નયમાં અર્થ એ શબ્દને આધીન હોય છે. ઉપલક્ષણથી બીજી વાત પણ જણાવવાની કે, પ્રથમ ત્રણ નયો-નૈગમ, સંગ્રહ, વ્યવહાર એ દ્રવ્યાસ્તિક નયો છે અર્થાત્ દ્રવ્યને પ્રધાન માનનારા છે. જયારે શેષ ઋજુસૂત્ર અને ત્રણ પ્રકારનો શબ્દનય એમ કુલ ચાર નયો એ પર્યાયને (ભાવને) મુખ્ય તરીકે સ્વીકારનારા છે. તેમાં પણ શુદ્ધ દ્રવ્યાર્થિક-નયથી “સંગ્રહ એ દ્રવ્ય-પ્રધાન નય છે. જ્યારે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી નિગમ અને વ્યવહાર પણ દ્રવ્યપ્રધાન નય છે.) (૧-૩૪)
અવતરણિકા: હવે આ જે પૂર્વસૂત્રમાં નયો કહ્યાં, તેઓનો યથાસંભવ - જે પ્રમાણે સંભવતાં હોય તે પ્રમાણે ભેદોને કહેવાની ઇચ્છાથી ગ્રંથકાર આગળનું સૂત્ર રજુ કરે છે.
મા-શી બ્રિએિવી | ૨-૩૧ છે. સૂત્રાર્થ: (પૂર્વ-સૂત્રમાં કહેલ પાંચ નયોમાં પહેલો નૈગમ-નય બે ભેદવાળો છે અને શબ્દ-નય ત્રણ ભેદવાળો છે.
પ્રેમપ્રભા : તે નૈગમ વગેરે પાંચ નયોમાં જે આદ્ય = પહેલો અર્થાત નિગમ-નય અને શબ્દ-નય છે, તે અનુક્રમે બે અને ત્રણ પ્રકારવાળા છે. અર્થાત્ નૈગમનયના બે પ્રકાર છે અને શબ્દનયના ત્રણ પ્રકાર છે. સૂત્રમાં મૂકેલાં કાદશી એવા પ્રયોગમાં માઘ ૨. a.પૂ. શેડર્થપ્રકુ. ૨. સર્વપ્રતિપુ ! તત્ર માદ્ય મુ. |