________________
४२८ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ परस्परव्याघाताच्चैवमादि अवस्तु प्रतिपत्तव्यम्, यथा शिशिरो ज्वलनः । तथा विरुद्धविशेषत्वात् तटस्तटी तटमित्यवस्तु, रक्तं नीलमिति यथा, यद् वस्तु तदविरुद्धविशेषमभ्युपयन्ति सन्तः यथा घटः कुटः कुम्भ इति । तथा चोच्यते-यत्र ह्यर्थो वाचं न व्यभिचरत्यभिधानं तत्, અર્થાત્ ત્રીજો-પુરુષ વગેરે ૩ પ્રકારના પુરુષોને જુદા જુદા પ્રયોગથી જણાવેલ છે. (તથા
વાવ: પવામ: એમાં દ્વિવચન-બહુવચન - એમ સંખ્યાવડે પણ ભેદ છે.) આમ ઉપર કહ્યા મુજબ લિંગ, વચન, પુરુષ વગેરેની અપેક્ષાએ શબ્દનો ભેદ પડે છે અને શબ્દના ભેદના કારણે વસ્તુના વિશેષનો ભેદનો સ્વીકાર કરવો જોઈએ. જો તેમ ન કરાય તો સર્વવસ્તુઓના વિશેષનો એકબીજા વડે પરસ્પરનો = એકબીજાનો વ્યાઘાત થવાથી અવસ્તુ = એટલે કે અસáસ્તુ બની જશે. અને આ રીતે (વસ્તુના ભેદોનો પરસ્પર વ્યાઘાત થવાથી) વસ્તુઓનો પણ પરસ્પર વ્યાઘાત થવાથી આવા પ્રકારની સર્વવસ્તુ અવસ્તુ = અસવસ્તુ સ્વીકારવી પડશે - તેવું માનવાની આપત્તિ આવશે. જેમ કે, શિશિર વતનઃ . શિશિરઋતુ અગ્નિ છે – બાળનાર છે. જો શિશિર-ઋતુ છે તો તે બાળનાર શી રીતે અને બાળે છે તો શિશિર ઋતુ શી રીતે કહેવાય ? (બાળે તો છે ગ્રીષ્મ ઋતુ. શિશિર ઋતુ તો ઠંકડ આપે છે.) અહીં શિશિર શબ્દ અને વનન શબ્દ વડે એકબીજાનો વ્યાઘાત કરાય છે - અર્થાત્ વિરોધી હોવાથી એકબીજાના અર્થનો પ્રતિબંધ/અટકાવ કરાય છે.
તેમજ જે શબ્દો વિરુદ્ધ વિશેષવાળા હોય એટલે કે જેઓના વિશેષો = ભેદો વિરોધી હોય તે પણ અવસ્તુ એટલે કે અસદ્ધસ્તુ બની જાય. જેમ કે, તર: તરી, તટસ્ અહીં જો કે ત્રણેયનો સામાન્ય અર્થ એક જ છે. તટ = કિનારો.. કિંતુ એક પુલ્લિગ, બીજો સ્ત્રીલિંગ, ત્રીજો નપુસંક લિંગ. હવે જો પુલ્લિગ હોય તો સ્ત્રીલિંગ શી રીતે ? જ્યારે પુલ્લિગ હોય ત્યારે સ્ત્રીલિંગનો નિષેધ જ હોય. સ્ત્રીલિંગ હોય ત્યારે નપુંસકલિંગનો અભાવ જ હોય, કેમ કે તેઓ પરસ્પર વિરોધી છે. આમ એકબીજાના અર્થનો વ્યાઘાત = અટકાવ થવાથી આ પણ અવસ્તુ-અવિદ્યમાન વસ્તુ બની જાય. દા.ત. રક્ત નત્નિમ્ “લાલ એ શ્યામ છે” જો લાલ છે તો કાળુ શી રીતે ? આમ આ વાત જેમ અવસ્તુ છે તેમ ઉપરની વાત પણ અવસ્તુ બની જશે. (આથી જ શબ્દનય વડે કહ્યા પ્રમાણે શબ્દ-ભેદે અર્થનો ભેદ માનવો જોઈએ. ઉપરોક્ત દોષોને ટાળવા શબ્દાધીન અર્થ મનવો જોઈએ, પણ અર્વાધીન શબ્દ-પ્રયોગ છે એમ ન માનવું જોઈએ. અને શબ્દ-ભેદે અર્થ-ભેદ પણ સ્વીકારવો જોઈએ.)
૨. સર્વપ્રતિપુ ! રજીની 5. I