________________
[अ०१
४२४
तत्त्वार्थाधिगमसूत्रम् न कस्यचिदपि स्यात्, अघटादिलक्षणमृदाद्यनर्थान्तरत्वाच्च घटादिकालेऽपि घटादि व स्यात्, न च तदेव तदेकं मृद् द्रव्यमन्यथा वर्तते, किं तर्हि ? अन्यदेव, अन्यप्रत्ययवशाद् अन्यथोत्पद्यत इति । न च पिण्डादिक्रियाकाले कुम्भकारव्यपदेशः, यदि चान्यदपि कुर्वनन्यस्य વસ્તુના અતીત અને અનાગત = ભવિષ્ય પર્યાયનો સ્વીકાર એ તો ગદર્ભના શિંગડાનો સ્વીકાર કરવા તુલ્ય છે. અર્થાત્ અવસ્તુના = અસવસ્તુના સ્વીકાર બરાબર છે.
અતીત-પર્યાયને નહીં માનવા બાબત કહે છે કે, રાધમૃતાકોઈપણ વસ્તુ દગ્ધ = બળી ગઈ હોય અથવા મૃત = મૃત્યુ પામેલ હોય અથવા ભાંગી ગયેલ હોય તો તે વિષય વિશ્વાસનું સ્થાન બનતું નથી અને આવી અવસ્થા કોઈપણ વસ્તુની હોઈ શકે નહીં.
ચંદ્રપ્રભા : દા.ત. કપડું બળી ગયું હોય તો તે કપડું જ ન કહેવાય. બળી ગયેલ કપડું, મરી ગયેલ માણસ વગેરે તેમજ ભાંગી ગયેલ, ફૂટી ગયેલ ઘડો વગેરે વસ્તુ એ કોઈ પહેરવા વગેરેના કામમાં આવતી નથી. માટે એ વિશ્વસનીય-આશ્રયનીય બનતી નથી. માટે ભૂતકાળની અવસ્થાને લઈને પણ તેને કપડું વગેરે રૂપે ન જ કહેવાય. તેવી જ રીતે દરેક વસ્તુની ભૂતકાળની અવસ્થા વર્તમાનમાં કોઈ કામમાં આવતી નથી. માટે તેનો સ્વીકાર કરવો નિરર્થક છે એમ આ નય માને
પ્રેમપ્રભા : આ જ પ્રમાણે ભાવિ અવસ્થાનો પણ નિષેધ કરવા માટે કહે છે - પવિત્નક્ષ૦ ઘડો બનાવવા માટે જે માટી હોય છે તે અઘટસ્વરૂપ અર્થાત્ ઘડાથી ભિન્ન સ્વરૂપ છે. તેમાંથી ઘડો તૈયાર થાય છે ત્યારે તેની જુદી અવસ્થા થવાથી એ જુદી જ વસ્તુ બને છે. હવે જો તમે (વ્યવહાર નયને આગળ કરીને) ઘડો બનાવવા માટે જે માટી છે, તેને પણ ઉપચારથી (ભાવિ-પર્યાયની અપેક્ષાએ) ઘડો કહેશો, તો ઘડો વગેરે બની ગયા પછી અર્થાત્ ઘડા વગેરેની ઉત્પત્તિના કાળે પણ તે ઘડો વગેરે નહીં કહી શકાય, કારણ કે તે ઘડો પણ માટી કે જે ઘડારૂપે નથી, તેનાથી (અનર્થાન્તર છે) અભિન્ન છે, જુદી નથી. આમ ભવિષ્યમાં ઘડો બનવાનો હોવાથી જ જો અઘટસ્વરૂપ (ઘડા રૂપે હજી નહીં બનેલ) એવી પણ માટીને ઘડારૂપે કહેશો તો ઘડો બની ગયા પછી પણ તેને માટી કહેવાનો વખત આવશે. આમ (ઘડા વગેરે) ભાવિ-પર્યાયનો પણ વર્તમાનમાં (માટી વગેરે અવસ્થામાં) સ્વીકાર કરવો ઉચિત નથી.
શંકાઃ ઘડો બની ગયો હોય ત્યારે પણ તેને માટી કહેવામાં શું વાંધો છે? અર્થાતુ કોઈ દોષ નથી. કારણ કે તે એક જ - અભિન્ન જ માટી રૂપ દ્રવ્ય એ ઘટાદિ બનવાના ૨. સર્વત્ર, ક્ષi૦ પૂ. ર. પૂ. I હાર્નિં. I રૂ. પૂ. I વાગે- મુ. | ૪. સર્વપ્રતિપુ ! ના. 5. I