________________
સૂo ૩૨]
૪૦
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् अत्रोच्यते-तेषां हि विपरीतमेतद् भवति ॥ ३२ ॥
टी० उक्तं भवता-प्रतिपादितं त्वया सम्यग्दर्शनेन जीवादितत्त्वश्रद्धानरूपेण परिगृहीतं मत्यादि ज्ञानं भवति । यथावद् वस्तुपरिच्छेदीति यावत् । अन्यथा तु मिथ्यादृष्टिना परिगृहीतं मत्यादि एव त्रयं कुत्सितं ज्ञानमज्ञानमेवेति । तदेतन्न मृष्यते, यतः एवं मिथ्येत्यादि । मिथ्यादृष्टयोऽभिगृहीतमिथ्यादर्शनाः शाक्यादयः, अनभिगृहीतमिथ्यादर्शनाः, प्रवचनार्थसन्देहिनश्च त्रिविधा इति । अपिः सम्भावने, चः समुच्चये । ते मिथ्यादृष्टयो द्विधा भव्याश्चाभव्याश्च, सेत्स्यन् भव्यः, नैव कदाचित् सेत्स्यति यः सोऽभव्यः । ते मिथ्यादृष्टयो द्विविधा अपि,
કરે છે, જેમ કે, સ્પર્શને સ્પર્શરૂપે અને રસને રસરૂપે એ પ્રમાણે શેષ વિષયોની બાબતમાં પણ યથાર્થરૂપે કહે છે. તો આ શી રીતે ઘટે? અર્થાત્ મિથ્યાષ્ટિનું અતિઆદિ જ્ઞાન એ અજ્ઞાન શી રીતે કહેવાય?
આ વિષયમાં (જવાબ) કહેવાય છે જવાબઃ તે મિથ્યાષ્ટિવાળા જીવોને આ જ્ઞાન વિપરીત જ હોય છે. (૧-૩૨) પ્રેમપ્રભા : ભાષ્યમાં શિષ્યાદિ પ્રશ્ન કરે છે
પ્રશ્ન : આપે હમણાં કહ્યું કે, જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા સ્વરૂપ સમ્યગદર્શન વડે પરિગ્રહણ કરાયેલ – સ્વીકાર કરાયેલ મતિ આદિ એ “જ્ઞાન” કહેવાય છે.
જ્ઞાન એટલે યથાવત - જે પ્રકારે હોય તે પ્રકારે વસ્તુનો બોધ કરનારું. અન્યથા એટલે કે જો મિથ્યાષ્ટિ જીવ વડે પરિગ્રહ = સ્વીકાર કરાયેલ હોય તો તે મતિ આદિ જ ત્રણેય કુત્સિત = ખરાબ/મલિન જ્ઞાન એટલે કે “અજ્ઞાન” જ બને. તેથી આ આગળ કહેવાતી વાત અમને ગળે ઉતરતી નથી, સમજાતી નથી. કેમ કે મિથ્યાદષ્ટિવાળા જીવો કેટલાંક શાક્ય વગેરે (૧) અભિગૃહીત મિથ્યા-દર્શનવાળા હોય છે, કેટલાંક (૨) અનભિગૃહીત મિથ્યાદર્શનવાળા અને કેટલાંક (૩) પ્રવચનમાં – જિનવચનમાં કહેલ અર્થોમાં/પદાર્થોમાં સંદેહ રાખનારા એમ ત્રણ પ્રકારના હોય છે. પિ શબ્દ સંભાવના અર્થમાં છે અને ર શબ્દ સમુચ્ચય-સંગ્રહ અર્થમાં છે. આવા મિથ્યાષ્ટિવાળા જીવો બે પ્રકારના હોય છે (૧) ભવ્ય અને (૨) અભવ્ય. તેમાં (૧) જેઓ સિદ્ધ થશે અર્થાત્ સિદ્ધિ ગતિને પામવાને યોગ્ય હોય તે ભવ્ય કહેવાય અને (૨) જેઓ ક્યારેય સિદ્ધ થવાના નથી અર્થાત્
૨. પૂ. I ના. મુ. |