________________
સૂ૦ રૂ૪]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४१५ अत्यन्तं सामान्यादन्यत्वरूपेण व्यवहरति परमाणुनिष्ठितेन । तथा सामान्यविशेषेणापि गवादिना सर्वगोपिण्डेष्वनुवृत्त्यात्मकेन अश्वादिव्यावृत्त्यात्मकेन च व्यवहरति, यथा लोको व्यवहरति तथाऽनेन व्यवहर्तव्यमिति, लोकश्चापदिष्टैः प्रकारैः समस्तैर्व्यवरहति । प्रवचने च वसतिप्रस्थकनिदर्शनद्वयेन विभावितः काणभुजराद्धान्तहेतुरवगन्तव्यः । સાધારણ ધર્મ છે. આ ધર્મનો જે બોધ કરે તે સામાન્યગ્રાહી નૈગમ કહેવાય.
પ્રેમપ્રભા તથા (૨) વિશેષગ્રાહી મૈગમઃ વસ્તુમાં થતી વિશેષની (ભેદની) બુદ્ધિના કારણભૂત અને “વિશેષ” એવા વચનના વ્યવહારના હેતુભૂત છે. તેમજ વસ્તુમાં રહેલ સામાન્ય-ધર્મથી જે અત્યંત ભિન્ન જુદો એવો જે વિશેષ-ધર્મ છે, તેના વડે આ બીજા પ્રકારનો નૈગમ-નય વ્યવહાર કરે છે- અર્થાત્ વસ્તુમાં રહેલ તે વિશેષ-ધર્મનો બોધ કરે છે તે વિશેષગ્રાહી – નૈગમ કહેવાય. આ વિશેષનો/ભેદનો પરમાણુમાં નિષ્ઠા = અંત આવે છે. અર્થાત્ દ્રવ્યનો ભેદ કરતાં જઈએ (અનંત-અસંખ્ય-સંખ્યાત પરમાણુવાળા એમ દ્રવ્યનો વિશેષ/ભેદ કરતાં જઈએ) તો છેલ્લો વિશેષ પરમાણુ બને છે. એનો કોઈ અધિક વિશેષ = ભેદ થઈ શકતો નથી. (૩) સામાન્ય-વિશેષ-ગ્રાહી નૈગમ : તથા સામાન્ય-વિશેષ (ઉભય)રૂપે પણ નૈગમ નય વ્યવહાર (બોધ) કરે છે. જેમ કે, ગાય (St) વગેરે અર્થ એ તમામ ગાયોમાં (અથવા બળદમાં) અનુવૃત્તિ-આત્મક હોયને સામાન્ય રૂપે છે અને અશ્વ વગેરે અર્થથી વ્યાવૃત્તિ-આત્મક અર્થાત્ વ્યવચ્છેદરૂપનિષેધરૂપ બાદબાકીરૂપ હોવાથી વિશેષ રૂપ પણ છે. અર્થાત્ ગોત્વ રૂપ ધર્મ એ તમામ ગાયોમાં અનુસરવાથી – રહેવાથી સામાન્યાત્મક અર્થ છે અને અશ્વ આદિમાં બિલ્ડલ નહીં અનુસરવાથી - નહીં રહેવાથી વિશેષાત્મક અર્થ પણ છે. આમ વસ્તુના સામાન્ય-વિશેષ રૂપ બનેય ધર્મ વડે નૈગમ-નય વ્યવહાર કરે છે – નિશ્ચય કરે છે. જે રીતે લોકો વસ્તુનો વ્યવહાર બોધ કરે છે, તે પ્રમાણે આ નૈગમનય વડે બોધ કરવો. વળી લોકમાં ઉક્ત સમસ્ત પ્રકારો વડે વ્યવહાર કરાય છે. પ્રવચનમાં = આગમમાં (૧) Aવસતિ અને (૨) પ્રસ્થક એ બે દષ્ટાંતો વડે આ નૈગમ નયની સારી રીતે વિચારણા કરાઈ છે અને આ નયમાંથી જ કાણાદ (કાણભુજ) એટલે કે કણાદ ઋષિ વડે પ્રણીત વૈશેષિક દર્શન રૂપ મત અસ્તિત્વમાં આવેલો છે.
આમ નૈગમ-નયનું સ્વરૂપ અને તેના ત્રણ પ્રકારો જણાવવા દ્વારા આ નયનું વક્તવ્ય પૂરું થાય છે.
૨. પરિપુ ! શોપ . !