________________
સૂ૦ રૂ8]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४२१ पृथिवीघटादि व्यवपदिश्यते तदेव तत् तदा वैकालाविभिन्नरूपंसततसमवस्थितापरित्यक्तात्मसामान्यं महासामान्यप्रतिक्षेपेण व्यवहारमार्गमास्कन्दतीति । ગધેડાના શીંગડાની જેમ વિશેષ-રહિત, ભેદ-રહિત-અખંડ એક જ સામાન્ય માત્ર રૂપ અને જેનું નિરૂપણ કરી ન શકાય એવી અનિરૂપ્યરૂપે વસ્તુ ન હોઈ શકે. (અર્થાત્ જેમ પૃથ્વીના ભેદો તરીકે માટીનો ઘડો, તપેલી, કુંજો વગેરે હોય છે તેમ દરેક સભૂત વસ્તુના વિશેષો માનવા જ જોઈએ.) જો વિશેષરહિત - સામાન્યમાત્રરૂપ અને અનિરૂપ્ય એવો જો ભાવ માનવા જઈએ તો તે ગધેડાના શીંગડાની જેમ અસત્ માનવો પડે. કેમ કે, કેવળ અવિશેષ = સામાન્ય માત્રરૂપ ભાવ પણ સંભવતો નથી. માટે કેવળ = વિશેષ-રહિત “ભાવ” ન હોઈ શકે. સામાન્ય અને વિશેષ એક બીજા સાથે જોડાયેલાં હોય તો જ તે બન્નેય ઘટી શકે છે, પરસ્પર સાપેક્ષ હોવાથી-એકના અભાવમાં બીજાનો અભાવ થઈ જાય. માટે સામાન્ય (અભેદ-અખંડ સત્તામાત્ર) અને વિશેષ (ભેદો) બન્નેય માનવાથી જ ખરેખર વસ્તુમાત્રનો ભાવ = સત્તા, વિદ્યમાનતા ઘટે છે. આ જ વાત જણાવતાં ટીકામાં આગળ કહે છે- ૧
તસ્મ વ્યવહાર નિતિત. આથી નિષ્કર્ષ આ છે કે, પૃથ્વી-ઘટ વગેરેનો) વ્યવહાર કરવામાં ઉપયોગી બનેલ એવું પૃથ્વત્વ, ઘટત્વ વગેરે) સામાન્ય જેનાં કારણ છે એવા જે પૃથ્વી, ઘટ, વગેરે દ્રવ્યોનો જ્યારે વ્યવહાર કરાય છે,
ત્યારે તે જે વસ્તુ (૧) ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણેય કાળમાં અભિન્ન (એક)રૂપ અને (૨) સતત – અવિરતપણે – જેણે પોતાનું એટલે સ્વગત - આત્મસામાન્ય - (ઘટ વસ્તુની અપેક્ષાએ ઘટવરૂપ) ત્યજેલું નથી અર્થાત્ ઘટતાદિ રૂપ પોતાના સામાન્ય સાથેનો સંબંધ છોડ્યા વિના જ સત્તા માત્રરૂપ જે મહાસામાન્ય છે, તેનો (પ્રતિક્ષેપ) બાધનિષેધ કરવાપૂર્વક (પૃથ્વી-ઘટાદિ વસ્તુ) સમ્યગૂ રીતે વ્યવહાર-માર્ગમાં આવે છે, વ્યવહાર કરાય છે.
ચંદ્રપ્રભાઃ ઘટ, પટ, વગેરે વિશેષ) વસ્તુની અપેક્ષાએ પૃથ્વીત્વ એ સામાન્ય છે અને ઘટ, પટ વ્યક્તિઓની અપેક્ષાએ ઘટત્વ પટવ એ સામાન્ય = સમાન ધર્મ છે. તથા પૃથ્વી, પાણી વગેરે વિશેષો/ભેદોની અપેક્ષાએ દ્રવ્યત્વ એ સામાન્ય = સમાનધર્મ છે. કેમ કે, પૃથ્વી, પાણી વગેરે દ્રવ્યોમાં દ્રવ્યત્વરૂપ સામાન્ય ધર્મ રહેલો છે. આ બધા ધર્મો અવાંતર-સામાન્ય = ગૌણ સામાન્ય છે. અર્થાત્ તમામ દ્રવ્ય, ગુણ, પર્યાયમાં = વસ્તુ માત્રમાં રહેલ જે મહાસામાન્ય છે, તેની છે. a.પૂ. ઐતોક્યા મુ. . . . . ૦ મુ. I રૂ. ૩.પૂ. I સતતમવ મુ. I ૪. પૂ. સંવ્ય મુ. !