________________
४१८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ सङ्ग्रहीतानां विधिपूर्वकमवहरणं व्यवहारः । यदि घटादिभेदश्रुत्या स्वसामान्यानुबद्धस्य જગતમાં જે કાંઈ કાર્ય બને છે તેમાં કાળ વગેરેને જ મુખ્ય કારણ તરીકે સ્વીકારે છે. સર્વ સાધારણ-કારણ તરીકે માને છે. આ બધાં વાદો સંગ્રહ-નયને આભારી છે. અર્થાત્ સર્વવસ્તુનો અભેદરૂપે ગ્રહણ કરનાર એવા સંગ્રહનયને આશ્રયીને પ્રવર્તે છે, એમ કહેવાનો ભાવ છે.
ચંદ્રપ્રભાઃ સર્વ વસ્તુ નિત્ય જ છે, એક છે, વગેરે માનનારા કેટલાંક વાદો આ સંગ્રહ-નયમાંથી ઉદ્દભવેલાં છે એમ કહ્યું. આ નય સર્વ વસ્તુનો અભેદરૂપે – એક રૂપે સંગ્રહ કરનારો છે અને “સર્વ નિત્ય છે, એક જ છે.” વગેરે વાદો પણ વસ્તુનો અભેદરૂપે સંગ્રહ ગ્રહણ કરનારા હોવાથી તે વાદોની પ્રવૃત્તિ આ સંગ્રહ નયમાંથી થઈ છે. બીજી રીતે કહીએ તો આ સર્વ-નિત્યવાદિને કહેનારા વાદોનો = મતોનો આ સંગ્રહ-નયમાં સમાવેશ સમન્વય થાય છે. આમ “સર્વ વસ્તુ નિત્ય જ છે.” વગેરે વાદોનો/મતોનો સંગ્રહ-નયથી જૈનદર્શનમાં પણ અંતર્ભાવ થઈ જાય છે.
પ્રશ્ન : જો સર્વને નિત્ય, એક વગેરે માનનારા વાદોનો જૈનદર્શનમાં અંતર્ભાવ થાય છે તો તે બીજાઓએ માનેલાં વાદોને મિથ્યા શાથી કહેવાય છે?
જવાબઃ તે વાદોએ સર્વ વસ્તુ સંબંધી પોતાના મતનો એકાંતે = “જકારપૂર્વક સ્વીકાર કરેલો છે. દા.ત. કેટલાંકો વસ્તુને “નિત્ય' માને છે પણ “વસ્તુઓ બીજી અપેક્ષાએ અનિત્ય પણ છે” એવા બીજા નયના અભિપ્રાયનો સ્વીકાર નહીં કરવાથી એક જ નય-મતના સ્વીકારને જૈનશાસનમાં મિથ્યા કહેલો છે. કારણ કે જિનશાસનમાં સર્વ નયોનો સ્યાદ્વાદના (અનેકાંતવાદના) સિદ્ધાંત વડે સ્વીકાર કરેલો છે. આ વાત ૩૩માં સૂત્રની ટીકાના અંતે પણ કહેવાઈ ગઈ છે.
આ જ વાત કાળ, પુરુષાર્થ વગેરેને કારણે માનનારા મતો સંબંધી પણ સમજવી. જૈનદર્શન તો (૧) કાળ (૨) પુરુષાર્થ (૩) સ્વભાવ (૪) ભાગ્ય (કમ) અને (૫) નિયતિ/ભવિતવ્યતા રૂપ પાંચ - પાંચ પદાર્થોને ભેગા દરેક કાર્ય પ્રત્યે સાધારણ કારણ તરીકે માનેલ છે. (ક્યારેક કોઈ કાર્યવસ્તુ પ્રત્યે અમુક કારણની પ્રધાનતા/બીજાની ગૌણતા હોય એ જુદી વાત છે.) તેમાંથી કોઈ મત કાળને જ અથવા પુરુષાર્થને જ કારણ માને છે. આવા મતો આ સંગ્રહનયમાંથી નીકળેલાં છે અને તેનો સંગ્રહ-નયથી જૈનશાસનમાં સંગ્રહ = સમન્વય થઈ શકે છે. કારણ કે તે કાળપુરુષાર્થ વગેરે વાદો-મતો અપેક્ષાએ સાચાં છે. પણ જો તે કાળ વગેરેને એકાંતે કારણ માને અને બીજા કારણોનો સ્વીકાર ન કરાય તો વળી એકાંતવાદ આવવાથી તે મિથ્યાવાદ કહેવાય. આમ અમુક નયથી દષ્ટિકોણથી સર્વવસ્તુનું નિત્યપણું વગેરે હોવાની બીજાઓની માન્યતાઓ સાચી છે, ૨. પૂ. 1 નિશ્ચયાસાત્ શૂદીમુ. ધ: I