________________
तत्त्वार्थाधिगमसूत्रम्
अभेदेन सङ्ग्रहर्णात् सर्वस्य सङ्ग्रह्णाति इति सङ्ग्रहः । यदि भवनाभिसम्बद्धस्यैव भावस्य भावत्वमभ्युपगम्यते ततः परिसमापितात्मस्वरूपत्वाद् भावस्य भ्रान्तिसमुपनिबन्धनघटादिविकल्पप्रकल्पनानर्थक्यम् । यदि घटादि वस्त्वपि भवनप्रवृत्तितन्त्रमेवेत्येवं सति भाव
४१६
[o
ચંદ્રપ્રભા : બીજી રીતે કહીએ તો લોકમાં પ્રવર્તતો જે કણાદ-ઋષિનો વૈશેષિક સિદ્ધાંત છે તે આ ત્રીજા પ્રકારના નૈગમ નયને મળતો આવે છે. અર્થાત્ વૈશેષિક મતમાં વસ્તુને સામાન્ય અને વિશેષાત્મક માનેલી હોવાથી આ નયમાં તે મતનો અંતર્ભાવ/સમાવેશ થાય છે.
* સંગ્રહનયની વ્યુત્પત્તિ અને અભિપ્રાય
(૨) સંગ્રહ-નય : હવે સંગ્રહ-નયનો શબ્દાર્થ જોઈએ. આ નય અભેદ વડે સર્વ વસ્તુનો સંગ્રહ કરનારો હોવાથી ‘સંગ્રહ' કહેવાય છે. આમ સસ્પૃહાતિ કૃતિ સંગ્રહ । જે (અભેદથી સર્વ પદાર્થોનો) સંગ્રહ કરે તે સંગ્રહ' કહેવાય. આ શબ્દાર્થ થયો. ભાવાર્થ એટલે કે સર્વ વસ્તુનો અભેદ વડે સ્વીકાર કરવા પાછળ આ સંગ્રહનયનો આશય આ પ્રમાણે છે - ‘મવન' એટલે વસ્તુનું હોવાપણું, થવું, વિદ્યમાનતા. ભાવ એટલે વસ્તુ પદાર્થ. જો કોઈ પણ ભાવ/પદાર્થ એ ભવન = હોવાપણું રૂપ ધર્મથી સંબંધ = યુક્ત હોવાથી જ તેનું ભાવપણું (ભાવત્વ) સ્વીકારાય છે. (મવીતિ ભાવઃ જે વિદ્યમાન-સન્ હોય તે ‘ભાવ' કહેવાય. આમ દરેક વિદ્યમાન પદાર્થમાં ભવન ક્રિયા (હોવું, થવું) રહેલ છે.) તો પછી ‘ભવન' (વિદ્યમાનતા/થવું) રૂપ ધર્મના સંબંધથી જ કોઈપણ ભાવાત્મક વસ્તુ એ પોતાના ભાવાત્મક સ્વરૂપને પરિસમાપ્ત = સંપૂર્ણ કરી દેવાથી તે ભાવરૂપ વસ્તુમાં ઘટ, પટ આદિ વિકલ્પો (વિભાગો/ભેદો)ની કલ્પના કરવી તે નિરર્થક છે. કારણ કે આવી કલ્પનાઓ કરવી ભ્રાંતિનું કારણ બને છે.
=
(પ્રશ્ન ઃ ઘટ, પટ વગેરે વસ્તુઓ જુદી જુદી દેખાય છે તેને એક જ રૂપે શી રીતે કહેવાય ? જવાબ :) જો ઘટ, પટ વગેરે વસ્તુઓ પણ ભવન (હોવું, થવું, સત્તા, વિદ્યમાનતા) રૂપ પ્રવૃત્તિ-નિમિત્તવાળા જ છે આથી તે ‘ભાવ’ (પદાર્થ) રૂપ જ છે. તેથી તે ઘટાદિ રૂપે કલ્પના કરાતી વસ્તુ પણ ‘ભવન’ (હોવું, થવું) રૂપ પર્યાયવાળી હોવાના કારણે ‘ભાવ’ રૂપ જ છે, પણ તેનાથી જુદી નથી. જેમ કે તેનું પોતાનું સ્વરૂપ... અર્થાત્ જેમ ઘટાદિ વસ્તુ પોતે તેના પોતાના સ્વરૂપથી જુદી ચીજ નથી, તેમ દરેક ઘટ, પટ આદિ વસ્તુ ‘ભવન’ (સત્તા) રૂપ પર્યાય(ધર્મ)વાળી હોયને ભાવરૂપે જ છે. આથી તેના બીજા ઘટાદિ પર્યાયની કલ્પના કરવી નકામી છે.
૧. સર્વપ્રતિવુ । પ્રહાત્॰ મુ. | ૨. ૩.પૂ. | રૂપિ॰ મુ. |