________________
४०८
तत्त्वार्थाधिगमसूत्रम्
[અ૦ ૨
हृदयाधिष्ठानो वा, एवं सदसतोरविशेषादयथावबोधात् तदज्ञानं, * यच्चार्थपरिज्ञानं तद्यदृच्छोपलब्धेरिति अनालोचिता अर्थोपलब्धिस्तस्या यहच्छोपलब्धेः स्पर्शादिपरिज्ञानं भवति, વિષે કોઈ એક નય/દષ્ટિકોણ/અપેક્ષાનો આશ્રય કરવાથી (અર્થાત (૧) ઉત્પાદ (૨) વ્યય (નાશ) અને (૩) ધ્રુવતા = સ્થિરતા આ ત્રણેય ધર્મો/ગુણો/પર્યાયો દરેક વસ્તુમાં રહેલાં હોવા છતાંય એક જ ઉત્પાદ આદિને જ એકાંતે સત્ માને, સ્વીકાર કરે બીજી નાશ અથવા ધ્રુવતારૂપ અપેક્ષાને ન સ્વીકારે. આમ ઉત્પાદ વગેરે ત્રણ ગુણવાળા દ્રવ્યમાં એક જ નયનો/અપેક્ષાનો આશ્રય કરવાથી) વસ્તુનો વિપરીત – અન્યથા – અયથાર્થ બોધ હોય છે. અથવા સમસ્તરૂપે નહીં રહેલો હોવા છતાંય આત્મા સમસ્તરૂપે લલાટના ભાગમાં રહેલો છે એમ કેટલાંકો કહે છે. (આત્મા લલાટના ભાગમાં અથવા હૃદયના ભાગમાં રહેલો છે ખરો, પણ સમસ્તરૂપે (એકાંતે) ત્યાં રહેલો નથી. જો સમસ્તરૂપે રહેલો હોય તો અન્ય ભાગમાં બિલ્કલ ન હોય પણ એવું નથી. અન્ય ભાગોમાં પણ રહેલો હોવાનો અનુભવ થાય છે.) આમ સત્ અને અસત્ વસ્તુ વચ્ચે અવિશેષથી = યથાવત્ બોધ નહીં કરવાથી ઉક્ત મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાન રૂપ છે.
ચંદ્રપ્રભા કહેવાનો આશય એ છે કે ઘટાદિ કોઈપણ સદ્ (વિદ્યમાન) વસ્તુ પોતાના ઉત્પાદ આદિ સ્વરૂપે જ સત્ છે અને પટ રૂપે (પટ વસ્તુના ઉત્પાદ આદિ રૂપે) અસત્ અવિદ્યમાન છે. જો સ્વરૂપે જ સત્ એવી વસ્તુને એકાંતે – કોઈપણ અપેક્ષાએ (નયથી) સત/વિદ્યમાન જ કહે તો જયારે પર રૂપે (પરની અપેક્ષાએ) વિચારણા કરાય ત્યારે પણ “સ” જ કહેવાશે. આમ ઘટ આદિ વસ્તુ પટ વગેરે પર વસ્તુરૂપે પણ સત્ છે એમ કહેવું પડે. પણ આ વસ્તુસ્થિતિ નથી કારણ કે, પરરૂપે એટલે કે પટાદિરૂપે તો “ઘટ' અસત્ જ છે, સત્ નથી. આમ એક જ નયનો આશ્રય કરીને વસ્તુને જાણવાથી વસ્તુ “સ” તરીકે જ જણાશે. “અસત્' તરીકે જણાશે નહીં. જ્યારે હકીકત તો એ છે કે કોઈપણ ઘટાદિ વસ્તુ પરરૂપે અસત્ છે. આમ એક જ નયનો આશ્રય કરવાથી મિથ્યાદષ્ટિ જીવ ઘટાદિ વસ્તુને સ્વરૂપે અને પરરૂપે એવા બે નયભેદ/અપેક્ષાભેદ વડે નહીં સ્વીકારવાથી “સત્’ રૂપે જ કહેશે અને આથી (ઘટાદિ વસ્તુને) પર રૂપે (પટાદિરૂપે) પણ (અર્થાત્ એકાંતે) સત્ કહેવાથી “સત્” અને “અસ” વચ્ચે વિશેષતા = તફાવત નહીં પડે. આથી સ્વરૂપે (વટાદિ રૂપે) સત્ અને પરરૂપે (પટાદિ રૂપે) અસત્ એવી વસ્તુને એક જ નયનો સ્વીકાર કરવાથી કોઈપણ રીતે સત્ જ છે એમ કહેનાર મિથ્યાદષ્ટિ જીવનું જ્ઞાન એ મિથ્યા છે, વિપરીત છે, અજ્ઞાનરૂપ છે.
પ્રેમપ્રભા : વળી (૨) જે મિથ્યાષ્ટિવાળા જીવને અર્થનું જ્ઞાન થાય છે તે યદચ્છા વડે ઉપલબ્ધિ થવાના કારણે મિથ્યાષ્ટિવાળા જીવનું જ્ઞાન એ અજ્ઞાન રૂપ છે. અર્થાત્ ઉન્મત્ત ૧. પૂ. | *.* કર્તવહન્તતઃ પાટે ના, મુ. |