________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
भा० उक्तं ज्ञानम् । चारित्रं नवमेऽध्याये वक्ष्यामः । प्रमाणे चोक्ते । नयान् वक्ष्यामः । तद्यथा
४१२
टी० उक्तं ज्ञानम्, सम्यग्दर्शनज्ञानचारित्राणीत्यत्र यत्प्रक्षिप्तं त्रयमिति, सम्प्रत्यवसरप्राप्तं चारित्रं, तच्चेह लब्धावकाशमपि नाभिधीयते, यत इहाभिधायापि पुनः संवरप्रस्तावे 'आश्रवनिरोधः संवरः', 'स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रै:' (सू० ९-१,२) इत्यत्र चारित्रद्वारे संवरप्ररूपकेऽभिधातव्यमेवातो ग्रन्थस्य लाघवमिच्छता तत्रैव नवमेऽभिधास्यते इत्याह-चारित्रं नवमेऽध्याये वक्ष्यामः । 'प्रमाणनयैरधिगम:' (सू० १-६) इति च यदुक्तं तत्र प्रमाणमेव' पञ्चविधं सम्यग्दृष्टिपरिगृहीतं ज्ञानं, तदाह - प्रमाणे च प्रत्यक्षपरोक्षे उक्ते, હવે પ્રકૃત એટલે ચાલુ (અધિકૃત) અંશની/વિષયની સમાપ્તિ (ઉપસંહાર) અને આગળના સૂત્રના/વિષયનો નિર્દેશ કરતાં ભાષ્યકાર કહે છે
=
ભાષ્ય : (અવતરણિકા :) જ્ઞાન (મોક્ષમાર્ગનો ઘટક-અંશ) કહ્યું. ત્રીજા ચારિત્રને અમે નવમા અધ્યાયમાં કહીશું. વળી બે પ્રમાણો પણ કહેવાઈ ગયા. હવે અમે નયોને કહીશું. તે આ પ્રમાણે છે.
:
પ્રેમપ્રભા : હવે પ્રકૃત એટલે મૂળ - ચાલુ જે જ્ઞાન રૂપ અંશ = મોક્ષમાર્ગનો ભેદ છે, તેની પરિસમાપ્તિ/ઉપસંહારને સૂચવતાં ભાષ્યકાર કહે છે જ્ઞાન કહ્યું... અર્થાત્ સમ્યવર્ણનજ્ઞાનચારિત્રાણિ આ પ્રમાણે પ્રથમ સૂત્રમાં જે ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ મૂકેલો છે, નિર્દેશ કરાયેલ છે, તેમાંથી બીજા પ્રકારનો મોક્ષમાર્ગના ઘટક રૂપ જ્ઞાન-અંશ અહીં કહેવાઈ જાય છે.
હવે ચારિત્રને કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે, પણ, તેને કહેવાનો અહીં અવકાશ હોવા છતાંય અહીં તે કહેવાતું નથી. કારણ કે અહીં કહીને પણ પાછું સંવર-તત્ત્વના પ્રકરણમાં આશ્રવત્તિય: સંવર્: ॥ ૧-૨ ૫ ૬ ગુપ્તિસમિતિધર્માનુપ્રેક્ષાપરીષહનવવાત્રિ:॥ ૧-૨ ॥ એ પ્રમાણે સંવર-તત્ત્વનું નિરૂપણ કરનાર અર્થાત્ સંવરના ભેદસ્વરૂપ ચારિત્રદ્વારમાં ચારિત્રનું કથન કરવાનું જ છે. આથી ગ્રંથના લાઘવને ઇચ્છતા શાસ્ત્રકાર વડે ત્યાં જ નવમા અધ્યાયમાં કહેવાશે એમ જણાવતાં ભાષ્યમાં કહે છે - “ચારિત્ર-અંશને અમે નવમા અધ્યાયમાં કહીશું.”
તથા પ્રમાળનવૈરધિનમ: । -૬ ॥ સૂત્રમાં જે કહેલું કે, ‘પ્રમાણ (અને નયો) દ્વારા ૧. પૂ. નીત્યુપક્ષિ॰ મુ. | ૨. પૂ. । માળમેતવેવ૦ મુ. |