________________
४१० तत्त्वार्थाधिगमसूत्रम्
[૩૦૧ एवं गृह्णात्युपदिशति च, गां च सन्तं अश्वोऽयमित्यध्यवस्यति स्वयमन्येभ्यश्चोपदिशति अश्वोऽयमिति । सर्वपदार्थेष्वेव चोन्मत्तस्य यदृच्छयोपलब्धिर्न कतिपयेष्वित्येतदुदाहरणभूयस्त्वेन कथयति-लोष्टं सुवर्णमित्यादिना । लोष्टं पृथिवीपरिणामं सन्तं मृदात्मकं सुवर्णमित्यध्यस्यति, सुवर्णं वा लोष्टमित्यध्यवस्यति, कदाचिच्च लोष्टं लोष्टमेवाध्यवस्यति, कदाचिद् वा सुवर्ण सुवर्णमित्येव, तस्योन्मत्तस्यैवमुक्तेनाविशेषेण अयथावदवबोधेन लोष्टं सुवर्णमित्येवं विपरीतमध्यवस्यतः नियतं निश्चितमज्ञानमेव, कुत्सितमेव तज्ज्ञानं भवतीति । सम्प्रति તેમજ સત્ એવા બળદને “આ ઘોડો છે' એ પ્રમાણે સ્વયં જાણે છે અને બીજા આગળ કહે પણ છે કે “આ ઘોડો છે.”
ઉન્મત્ત માણસને કેટલાંક જ પદાર્થો વિષે નહીં, કિંતુ સર્વ પદાર્થો વિષે યદચ્છા વડે = વિચાર્યા વિના જ, મનફાવે તેમ બોધ થાય છે. આ વાતને ઘણા ઉદાહરણો આપવા દ્વારા જણાવે છે – લોખ એટલે પૃથ્વીમાંથી બનેલ (પૃથ્વીના પરિણામ રૂપ - પાર્થિવ) માટી સ્વરૂપ પદાર્થ અર્થાત્ ઢેકું... તેને “સુવર્ણ (સોનુ) છે એમ જાણે છે અથવા સોનાને ઢેફા રૂપે જાણે છે. વળી ક્યારેક ઢેફાને ઢેફા તરીકે જ જાણે છે અથવા ક્યારેક સોનાનો સોનારૂપે જ બોધ કરે છે. તે ઉન્મત્ત વ્યક્તિને પૂર્વે કહ્યું તેમ અવિશેષથી સમાનરૂપે અર્થાત્ ભેદ પાડ્યા વિના યથાવતુ બોધ નહીં થવાથી ઢેફાને “આ સુવર્ણ છે' એમ વિપરીતે રૂપે જાણતો હોવાથી તેને નિયમથી = નિશ્ચિતરૂપે અજ્ઞાન જ હોય છે અર્થાત્ કુત્સિત = વિપરીત/મલિન જ જ્ઞાન હોય છે.
હવે દષ્ટાંતને તેના વડે ફળીભૂત થતાં અર્થમાં – દાષ્ટ્રતિકમાં ઘટાવતાં ભાષ્યકાર કહે છે- આવા ઉન્મત્ત માણસની જેમ મિથ્યાદર્શન વડે જેના ઇન્દ્રિય અને મન ઉપઘાત પામેલાં છે હણાયેલાં છે એવા જીવના મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ અજ્ઞાન (વિપરીત) રૂપ જ હોય છે. કારણ કે, એક નય (અભિપ્રાય/અપેક્ષા)નો જ આશ્રય કરવામાં સર્વ વસ્તુનો એટલે કે સર્વ રીતે વસ્તુનો બોધ થતો નથી. (અર્થાત્ ઘડા વગેરે વસ્તુને “ઘડો છે” એમ એકરૂપે જ જાણવાથી તેનો સંપૂર્ણ બોધ થતો નથી.) કેમ કે તે વસ્તુ તેટલી જ, તેવા જ રૂપે નથી, કેમ કે, બીજા નયના (અભિપ્રાયના) મતે તે વસ્તુનો અન્ય રૂપે પણ બોધ થાય છે. આ કારણથી મિથ્યાદર્શન વડે સ્વીકારાયેલ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણેય અજ્ઞાનરૂપ છે.
ચંદ્રપ્રભા અર્થાત્ ઘડાનો “આ ઘડો છે એટલો જ બોધ પર્યાપ્ત નથી. પણ “પટ' રૂપે નથી,
૨. પતિપુ / સતીંમુ. ૨. પરિવું વિશ્ય મુ. | રૂ. પારિવું . ૨૦ મુ. |