________________
४०६ तत्त्वार्थाधिगमसूत्रम्
[૧૦ ૨ इन्द्रियनिमित्तमिति । इन्द्रियाणि श्रोत्रादीनि तानि निमित्तं कारणमाश्रित्य अविपरीतान् यथावस्थितान् स्पर्शादीनिति स्पर्शरसगन्धरूपशब्दान् उपलभन्ते आत्मना, उपदिशन्ति च अन्येभ्यः । कथमुपलभन्ते कथं चोपदिशन्ति ? अवैपरीत्येन, तच्चावैपरीत्यं दर्शयतिस्पर्श शीतादिकं स्पर्शमिति अविपरीततामाचष्टे, रसं मधुरादिकं रसमिति एवमविपरीतमेवं शेषान् गन्धरूपशब्दानवैपरीत्येन । तत् कथमेतदिति, बाधके हि प्रत्यये सत्ययथार्थता प्रत्ययान्तरस्य आश्रयितुं शक्या, यथा शुक्तिकाबुद्ध्यां रजतबुद्धिर्बाधिकया शुक्तिका बुद्ध्या निवर्त्यते, नैवमत्र बाधकं कञ्चित् प्रत्ययं पश्यामो यद्बलान्मिथ्यादृष्टीनां तदयथार्थं ज्ञानं સિદ્ધિગતિને પામવાની યોગ્યતા વિનાના હોય તે અભવ્ય કહેવાય. તે બે ય પ્રકારના મિથ્યાષ્ટિ જીવો શ્રોત્ર વગેરે ઇન્દ્રિયના નિમિત્તનો (કારણનો) આશ્રય લઈને અવિપરીત એટલે યથાર્થ, જેવા છે તેવા રૂપે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપ વિષયને પોતે પોતાના આત્મા વડે જાણે છે અને બીજાઓ આગળ તેનું કથન પણ કરે છે.
* મિથ્યાદૃષ્ટિનું વ્યવહારિક-જ્ઞાન યથાર્થ છતાં અજ્ઞાનરૂપ ક તટસ્થ વ્યક્તિ : તેઓ પોતે શી રીતે જાણે છે અને શી રીતે બીજા આગળ કહે
છે ?
પ્રશ્નકાર : અવિરતપણે = યથાર્થરૂપે જાણે છે અને કહે છે અને તે અવિપરીતપણાને બતાવતાં ભાષ્યકાર કહે છે- શીત વગેરે સ્પર્શને “આ સ્પર્શ છે' એમ અવિપરીતરૂપે જાણે છે કહે છે તથા મધુરાદિ રસને “આ રસ છે' એમ અવિપરીતપણે જાણે છે, કહે છે. આ પ્રમાણે શેષ - ગંધ, રૂપ અને શબ્દને પણ યથાર્થરૂપે - સાચારૂપે જેવા છે તેવા જાણે છે અને કહે છે તો આને વિપરીત-અયથાર્થ જ્ઞાન શાથી કહો છો ? કહેવાનો આશય એ છે કે, કોઈ બાધક = પ્રતિબંધક = નિષેધક પ્રત્યય (નિશ્ચય) થયેલો હોતે છતે જ બીજા પ્રત્યયને/જ્ઞાનને અયથાર્થ-ખોટા તરીકે સ્વીકાર કરવો શક્ય બને. દા.ત. માર્ગમાં ક્યાંક શુક્તિ (છીપલું) પડેલ હોય અને દૂરથી જોનારને (પ્રકાશ આદિ કારણે) તેમાં રજત (ચાંદી)ની ( નતમ્ એ પ્રમાણે) બુદ્ધિ (ભ્રમ) થયા બાદ પાસે જતાં એમાં છીપલાંની ( વિતર, રન્નતમ્ એ પ્રમાણે) નિશ્ચયાત્મક બુદ્ધિ થાય છે ત્યારે આ શુક્તિ તરીકેની બુદ્ધિ વડે પહેલાં થયેલ રજત-બુદ્ધિનો નિષેધ-નિવૃત્તિ કરાય છે - પણ અહીં તો આવી કોઈ બાધક પ્રતીતિને/બુદ્ધિને અમે જોતાં નથી કે જેના બળથી મિથ્યાદષ્ટિ જીવોના તે
૨. પૂ. I fમત્તાન મુ. | ૨. પરિપુ I શરૂપાનવૈ૦ મુ. રૂ. પતિપુ ! વાવ્યા
મુ. I