________________
तत्त्वार्थाधिगमसूत्रम्
परिगृहीतोऽवधिर्विभङ्ग इति । विभङ्ग इत्यस्य चार्थं प्रकाशयति- अवधिर्भवक्षयोपशमनिमित्तो विपरीतोऽन्यथावस्तुपरिच्छेदी विभङ्ग इति, यथावस्थितवस्तुपरिच्छेदि च प्रमाणमिष्टं, न चैतत् तथेत्यतः अप्रामाण्यं मिथ्यादृष्टिपरिगृहीतानामिति । अत्राप्रामाण्ये ख्यापिते मिथ्यादृष्टिपरिगृहीतस्य मत्यादित्रयस्य चोदक आह
४०४
-
[t o
–
भा० अत्राह-उक्तं भवता सम्यग्दर्शनपरिगृहीतं मत्यादि ज्ञानं भवत्यन्यथाऽज्ञानमेवेति । मिथ्यादृष्टयोऽपि च भव्याश्चाभव्याश्चेन्द्रियनिमित्तं अविपरीतान् स्पर्शादीनुपलभन्ते, उपदिशन्ति च स्पर्शं स्पर्श इति रसं रस इति, एवं शेषान्, तत् कथमेतदिति ? આ પ્રમાણે વ્યવહાર થાય છે - (૧) મિથ્યાર્દષ્ટિ જીવ વડે અથવા મિથ્યાદષ્ટિ એટલે મિથ્યાદર્શન વડે પરિગૃહીત = સ્વીકૃત, ગ્રહણ કરાયેલી જે મતિ તે મતિ-અજ્ઞાન કહેવાય. આ રીતે (૨) મિથ્યાર્દષ્ટિ વડે ગ્રહણ કરાયેલ શ્વેત તે શ્રુત-અજ્ઞાન કહેવાય અને (૩) મિથ્યાદષ્ટિ વડે પરિગ્રહ કરાયેલ અવધિ તેને ‘વિભંગ’ જ્ઞાન કહેવાય છે. ‘વિભંગ’ શબ્દનો અર્થ પ્રકાશિત કરતાં ભાષ્યકાર કહે છે - ભવ અને ક્ષયોપશમ રૂપ નિમિત્તથી ઉત્પન્ન થતો ‘અવધિ’ કે જે વિપરીત હોય અર્થાત્ વસ્તુ જેવી હોય તેના કરતાં જુદા સ્વરૂપે/ઉલટી રીતે વસ્તુનું ગ્રહણ કરનારો હોય તે ‘વિભંગ’ કહેવાય છે.
વળી યથાવસ્થિત એટલે કે વસ્તુસ્થિતિ જે રીતે હોય તે રીતે વસ્તુનો બોધ (પરિચ્છેદ) કરનારું જ્ઞાન ‘પ્રમાણ’ તરીકે ઈષ્ટ છે, માનેલું છે, પરંતુ આ મતિ-અજ્ઞાન આદિ ત્રણ તેવા પ્રકારના નથી. માટે મિથ્યાર્દષ્ટિ વડે પરિગૃહીત = સ્વીકારેલા = ધારણ કરેલાં આ મતિઅજ્ઞાન આદિ જ્ઞાનો અપ્રમાણ છે.
આ અવસરે એટલે કે મિથ્યાર્દષ્ટિ દ્વારા પરિગૃહીત મતિ આદિ ત્રણ જ્ઞાનો અપ્રમાણ હોવાનું જણાવાયે છતે શિષ્યાદિ અન્ય વ્યક્તિ ભાષ્યમાં પ્રશ્ન કરે છે
ભાષ્ય : અહીં બીજો વ્યક્તિ પૂછે છે - પ્રશ્ન ઃ આપે કહ્યું કે મતિ આદિ ત્રણ એ જો સમ્યગ્દૃષ્ટિ વડે સ્વીકાર (ગ્રહણ) કરાયેલ હોય તો જ્ઞાન કહેવાય નહીંતર (મિથ્યાર્દષ્ટિ વડે સ્વીકૃત હોય તો) અજ્ઞાન કહેવાય. હવે મિથ્યાદૅષ્ટિવાળા જીવો પણ (૧) ભવ્ય અને (૨) અભવ્ય એમ બે પ્રકારે હોય છે અને તેઓ ઇન્દ્રિયરૂપ નિમિત્ત વડે અવિપરીત = યથાર્થ એવા સ્પર્શ આદિ વિષયોનું જ્ઞાન કરે છે અને ઉપદેશ = બીજાઓને કથન પણ યથાર્થરૂપે ૧. ટીાનુ મિત્તાન્॰ મુ. I