________________
સૂ૦ રૂ૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४०३ चाज्ञानमिति । क्व तर्हि ज्ञानम् ? सम्यग्दृष्टौ योऽवबोधस्तज्ज्ञानम्, आधारान्तरे मिथ्यादृष्टौ योऽवबोधस्तदज्ञानम् । एतदाह - ___ भा० मिथ्यादर्शनपरिग्रहाद् विपरीतग्राहकत्वमेतेषाम् । तस्मादज्ञानानि भवन्ति, तद् यथा-मत्यज्ञानं, श्रुताज्ञानं, विभङ्गज्ञानमिति । अवधिविपरीतो विभङ्ग इत्युच्यते ।
टी० मिथ्यादर्शनेत्यादि । मिथ्यादर्शनेन-तत्त्वार्थाश्रद्धानरूपेण परिग्रहो यदा मत्यादित्रयस्य तदा विपरीतग्राहकत्वं-अयथावस्तुपरिच्छेदित्वम् एतेषामिति मतिश्रुतावधीनां तस्मात् कारणात् अज्ञानानि कुत्सितानि अयथापरिच्छेदीनि भवन्ति मत्यादीनि । मिथ्यादृष्टिपरिगृहीता मतिर्मत्यज्ञानं, मिथ्यादृष्टिपरिगृहीतं श्रुतं श्रुताज्ञानं, मिथ्यादृष्टि
જવાબઃ અમે એવું નથી કહેતાં કે એક જ આધારભૂત જીવમાં આ ત્રણેય પ્રકારનું જ્ઞાન અને અજ્ઞાન હોય છે, કિન્તુ, એક ઠેકાણે (જીવમાં) જ્ઞાન હોય છે અને અન્ય ઠેકાણે (બીજા જીવમાં) અજ્ઞાન હોય છે.
કોના મતિ આદિ જ્ઞાન અને કોના અજ્ઞાન કહેવાય? જ પ્રશ્ન : જો આમ હોય તો કહો જોઈએ કે આ મતિ આદિ જ્ઞાન ક્યાં હોય છે ?
જવાબ : સમ્યગુદૃષ્ટિ (સમ્યગુદર્શનથી યુક્ત) આત્મામાં જે બોધ હોય છે તે જ્ઞાન કહેવાય અને બીજા આધારમાં એટલે કે મિથ્યાદષ્ટિ (મિથ્યાદર્શનવાળા) જીવમાં જે બોધ હોય તેને અમે અજ્ઞાન કહીએ છીએ. આ જ વાતને ભાગ્યમાં જણાવતાં કહે છે
ભાગ : મિથ્યાદર્શન વડે પરિગ્રહ (સ્વીકાર) થવાથી આ મતિ આદિ જ્ઞાનો વિપરીત અર્થના ગ્રાહક હોય છે. તે કારણથી મતિ આદિ ત્રણ જ્ઞાનો અજ્ઞાનરૂપ છે. તે આ રીતે- (૧) મતિ-અજ્ઞાન (૨) શ્રુત-અજ્ઞાન અને (૩) વિર્ભાગજ્ઞાન. વિપરીત એવો અવધિ (જ્ઞાન) તે વિભંગ (જ્ઞાન) એમ કહેવાય છે.
પ્રેમપ્રભા : તત્ત્વરૂપ અર્થની અશ્રદ્ધા અથવા તત્ત્વ વડે અર્થની અશ્રદ્ધા સ્વરૂપ જે મિથ્યાદર્શન છે તેના વડે જ્યારે મતિ આદિ ત્રણ જ્ઞાનનો પરિગ્રહ (ગ્રહણ) કરાય છે ત્યારે આ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનો વિપરીતપણે ગ્રાહક હોય છે. અર્થાત્ અયથાર્થપણે વસ્તુનો બોધ કરનારા હોય છે. આ કારણથી મતિ વગેરે ત્રણ જ્ઞાનો અજ્ઞાનરૂપ છે અર્થાત્ કુત્સિત = ખોટા છે, અયથાર્થપણે બોધ કરનારા છે. તેથી તેનો ૨. પરિપુ ! યથાર્થ મુ. I