________________
સૂ૦ ૨૮ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३७५
सर्वपर्यायाणि असर्वपर्यायाणि तेषु । एतदेव भावयति - ताभ्यां हीत्यादि, हिर्यस्मादर्थे ताभ्यां मतिश्रुताभ्यां सर्वाणि द्रव्याणि-धर्मादीनि जानाति, न तु तेषां सर्वान् पर्यायानुत्पादादीनिति । कथं पुनस्ताभ्यां सर्वद्रव्यविषयोऽवबोध: ? मतिज्ञानी तावत् श्रुतज्ञानेनोपलब्धेष्वर्थेषु यदाऽक्षरपरिपाटीमन्तरेण स्वभ्यस्तविद्यो द्रव्याणि ध्यायति तदा मतिज्ञानविषयः सर्वद्रव्याणि, न तु सर्वान् पर्यायान् अल्पकालत्वान्मनसश्चाशत्तेरिति तथा श्रुतग्रन्थानुसारेण सर्वाणि धर्मादीनि जानाति, न तु तेषां सर्वपर्यायानिति ॥ २७ ॥
सम्प्रत्यवधिज्ञानस्य विषयनिबन्धनं कथयति સૂ૦ રૂપિવવષે: ૫ -૨૮ ॥
અસર્વપર્યાયવાળા દ્રવ્યો કહેવાય. તેને વિષે મતિ-શ્રુત જ્ઞાનનો વિષય-વ્યાપાર હોય છે. આ જ વાતની સ્પષ્ટતા કરતાં ભાષ્યકાર કહે છે - જે કારણથી મતિ-શ્રુતજ્ઞાનવાળો જીવ તે મતિ અને શ્રુત એ બે જ્ઞાન દ્વારા ધર્માસ્તિકાય વગેરે સર્વદ્રવ્યોને જાણે છે, પણ તેના ઉત્પાદ વગેરે સર્વપર્યાયોને જાણતો નથી હૈિં = જે કારણથી, (માટે અસર્વ-પર્યાયવાળા સર્વદ્રવ્યોને જાણે છે.)
=
* મતિ-શ્રુતજ્ઞાની સર્વ-દ્રવ્યોને શી રીતે જાણે ? *
પ્રશ્ન : મતિ અને શ્રુત એ બે જ્ઞાન વડે સર્વદ્રવ્યનો બોધ શી રીતે થાય છે ?
જવાબ : મતિજ્ઞાનવાળો જીવ શ્રુતજ્ઞાન વડે જણાયેલાં અર્થોને/પદાર્થોને વિષે જ્યારે અક્ષરની પરિપાટી એટલે કે ક્રમ વિના જ અર્થાત્ અક્ષરને નિરપેક્ષપણે સારી રીતે (અત્યંત) વિદ્યાનો અભ્યાસવાળો હોવાથી દ્રવ્યોનું ધ્યાન/ચિંતન કરે છે ત્યારે સર્વદ્રવ્યો મતિજ્ઞાનનો વિષય બને છે. અર્થાત્ સર્વદ્રવ્યોને મતિજ્ઞાની જાણે છે, પણ સર્વપર્યાયોને જાણતો નથી. તેના બે કારણ છે. (૧) તે મતિજ્ઞાનનો કાળ અત્યંત અલ્પ હોય છે અને (૨) બીજું કે જે મનથી મતિજ્ઞાન થાય છે તે મનની સર્વપર્યાયોને જાણવાની શક્તિ જ હોતી નથી. તેમજ શ્રુત-ગ્રંથોને અનુસારે થતાં જ્ઞાન વડે શ્રુતજ્ઞાની જીવ પણ સર્વ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને જાણે છે, પરંતુ તેના સર્વપર્યાયોને જાણતો નથી. (૧-૨૭)
=
અવતરણિકા : હવે (મતિ-શ્રુતજ્ઞાનનો વિષય જણાવીને ક્રમથી આવતાં) અવિધજ્ઞાનના વિષય-વ્યાપારને અર્થાત્ વિષય-મર્યાદાને જણાવવા આગળનું સૂત્ર કહે છે
૧. સર્વપ્રતિવુ । ફ્રિ-યસ્માત્ મુ. |