________________
३९७
સૂ૦ ૩૨].
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् वारंवारेणोपयोगो नास्ति, तत् तु न प्रमाणयामः, यत आम्नाये भूयांसि सूत्राणि वारंवारेणोपयोगं प्रतिपादयन्ति, “णोणम्मि दंसणम्मि य एतो एगतरम्मि उवउत्ता" तथा 'सव्वस्स केवलिस्सवि जुगवं दो नत्थि उपयोगा' [ विशेषाव० गा० ३०९६] इत्यादीनि । अथैवं मन्यथाः सूत्रणामेषामन्य एवार्थोऽन्य एवाव्युत्पन्नबुद्धिभिराख्यायत इति, एतदपि दुःश्रद्धानम्, यतः सर्वसूत्राणि अन्धपुरुषस्थानीयानि सुधिया गृहीतानि शक्नुवन्त्यर्थं ख्यापयितुं, यथा श्वेतो धावतीत्यादि एवंविधेषु च सूत्रेषु अवश्यमाप्तसम्प्रदाय एवान्वेणीयो भवति, स એકમેક-એકરસ થયેલી છે તેઓ સૂત્રોને અન્ય રૂપે કરીને તેનો અર્થ આવો કહે છે કે,
પૂર્વપક્ષ : “કેવળી ભગવંતને આ પ્રમાણે વારંવારે – વારાફરતી અર્થાત્ સમયાંતરે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ હોતો નથી. પરંતુ એક જ સમયે બને ઉપયોગ હોય છે.” આ પ્રમાણે પૂર્વપક્ષના મત(પક્ષ)ને જણાવીને તેનો નિષેધ કરતાં સિદ્ધસેન ગણિવર કહે છે કે – ઉત્તરપક્ષ : કિન્તુ, અમે તેઓના મતને પ્રમાણભૂત માનતાં નથી. (પ્રમાણિત કરતાં નથી, કારણ કે, શાસ્ત્રની પરંપરામાં એવા ઘણાં બધાં સૂત્રો છે જે વારંવાર જ્ઞાનદર્શનનો ઉપયોગ હોવાનું પ્રતિપાદન કરે છે. દા.ત. આગમમાં કહ્યું છે કે, પામિ રંપમિ ય પ્રો તિર િ૩વત્તા I [ વિશેષવશ્લો૩૦૩૯ પૂર્વાર્ધ ] અર્થ : જ્ઞાન અને દર્શન એ બેમાંથી એકને વિષે (એક સમયમાં) ઉપયોગવાળા હોય છે. તથા વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે “સબસ્ત વનવિ નુવં તો નOિ ૩૫યોગા' [ વિશેષાવ, શ્લો૩૦૯૬ ] અર્થ : સર્વ કેવળજ્ઞાનીઓને યુગપ-એકકાળે બે ઉપયોગ હોતાં નથી. ઇત્યાદિ અનેક સૂત્રો કેવળજ્ઞાનીને વારંવાર જ્ઞાન-દર્શન વિષે ઉપયોગને જણાવનારા છે.
પૂર્વપક્ષ : આ સૂત્રોનો જુદો અર્થ છે અને તે અવ્યુત્પન્ન = અકુશળ, અપરિકમિત બુદ્ધિવાળાઓ વડે અન્ય રૂપે જ અર્થ કહેવાય છે.
ઉત્તરપક્ષ ઃ આવું તમે માનતા હોવ તો પણ તેની શ્રદ્ધા બેસવી મુશ્કેલ છે. કારણ કે સર્વ સૂત્રો અંધ-પુરુષ જેવા છે. (પોતે પોતાનો અર્થ જણાવવા સમર્થ નથી) આથી ઉત્તમ બુદ્ધિવાળા પુરુષ વડે જ્યારે તે સૂત્રોનું જ્ઞાન (ગ્રહણ) કરાય છે ત્યારે જ તે સૂત્રો પોતાનો અર્થ જણાવવાને સમર્થ બને છે. દા.ત. શ્વેતો થાવતિ ા વગેરે (આમાં શ્વેત એટલે “સફેદ કોઈ પ્રાણી દોડે છે' એમ અર્થ થાય અને શ્રી રૂત: થાત એમ પદચ્છેદ કરવાથી કૂતરો
૬. પપુ નાળ૦ મુ. | ૨. પરિપુ fપ તુ- મુ. ગધ: I