________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[
चाविच्छेदेन अर्थसम्प्रदायः समस्त श्रुतधरादधिकारिणः परिप्लवमानो मुनिपरम्परया यावदद्येत्यार्गमद् अविगानेन वारंवारेणोपयोग इति, कुतः पुनरर्यमर्थागमोऽकस्मात् `युगपदुपयोगवादिनः ? स्वत एव चेत् प्रेक्षितः, स्वमनीषिका सिद्धान्तविरोधिनी न प्रमाणमित्यभ्युपेयते । अथागमात्, प्रदर्शनीयः तर्ह्यसौ, तस्माद् यत्किञ्चिदेतदिति । अथ मन्यसे साकारोऽनाकार इति शब्दभेदः केवलमत्र केवलिनि अर्थस्त्वभिन्न एव, यतः सर्वमेव અહીંથી અથવા આ તરફ દોડે છે એમ પણ અર્થ થાય છે. આવા સૂત્રોનો અર્થ બુદ્ધિ દ્વારા યથોચિત થઈ શકે છે.)
३९८
પરંતુ, આવા પ્રકારના (ગુરુ-પરંપરાથી આવેલાં) સૂત્રોને વિષે તો તેના અર્થનો નિર્ણય કરવા માટે અવશ્ય આપ્ત-પુરુષોની પરંપરા (સંપ્રદાય)નો જ આશ્રય કરવા યોગ્ય છે અને તે અર્થનો સંપ્રદાય (પરંપરા) અધિકૃત એવા સંપૂર્ણ શ્રુતને ધારણ કરનારા અર્થાત્ બાર અંગના ધારણ કરનારા મહાત્માઓ પાસેથી તેઓની પરંપરામાં થયેલા મુનિઓની પરંપરા વડે પસાર થતો થતો આજ સુધી અવિચ્છિન્નપણે - નિરાબાધપણે આવેલો છે કે ‘વારંવારે અર્થાત્ દરેક સમયે વારાફરતી કેવળીઓને જ્ઞાન-દર્શનનો ઉપયોગ હોય છે.’ આમ સૂત્રનો અર્થ પણ પરંપરાથી જ ચાલી આવે છે. આથી કેવળીઓને યુગપત્-એક સમયે જ જ્ઞાનદર્શન બેયનો ઉપયોગ કહેનારાઓ પાસે આવો અર્થ-આગમ અકસ્માત્ (આપ્ત-પરંપરા વિના) ક્યાંથી આવ્યો ? (આવા સૂત્રમાં તો આપ્ત-પરંપરા જ પ્રમાણભૂત હોયને તેવા પ્રકારની અર્થ-પરંપરા તો મળતી નથી ?)
પૂર્વપક્ષ : આવો સૂત્રાર્થ સ્વતઃ જ-પોતાની બુદ્ધિથી જ વિચારેલો છે.
ઉત્તરપક્ષ : સિદ્ધાંતની સાથે વિરોધ આવે એવી પોતાની બુદ્ધિ (સ્વ-મનીષિકા) પ્રમાણભૂત નથી એમ અમે માનીએ છીએ. વળી ‘આગમને આશ્રયીને આ વાત અમે કહીએ છીએ.’ એમ જો તમે કહેતાં હોવ તો તે આગમ-પાઠ તમારે બતાવવો જોઈએ. પણ આગમ-પાઠ બતાવવા તમે લાચાર છો. આથી આ રીતે વારંવાર = વારાફરતી ઉપયોગનો નિષેધ કરવો નિરર્થક છે.
પૂર્વપક્ષ : કેવળજ્ઞાનીને વિષે સાકાર = જ્ઞાન અને અનાકાર એટલે દર્શન એમ ફક્ત શબ્દનો (વ્યવહારનો) ભેદ છે પણ આનો અર્થ તો એક-અભિન્ન જ છે. કારણ કે કેવળજ્ઞાનીને વિષે સર્વ વિશેષ (ભેદો)નો બોધ કરનારું જ્ઞાન જ હોય છે, પણ દર્શન હોતું
૧. પૂ. । ત્યાગમા ર્. ૩.પૂ. । પુનરર્થા મુ. । રૂ. પૂ. | યુપ॰ ના. મુ. |