________________
तत्त्वार्थाधिगमसूत्रम्
૪૦૦
'गम्यते । किञ्चान्यादित्युपपत्त्यन्तरमालम्बते
भा० क्षयोपशमजानि चत्वारि ज्ञानानि पूर्वाणि, क्षयादेव केवलम् । तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि सन्ति ॥ ३१ ॥
[ अ० १
-
टी० मत्यादीनि चत्वारि मनः पर्यवपर्यवसानानि ज्ञानानि मतिश्रुतावधि मनःपर्यायावरणीयकर्मणां क्षयोपशमावुररीकृत्य प्रवर्तन्ते, तदावरणीयकर्मक्षयोपशमनिमित्तानि, केवलं पुन: क्षयकारणमेव, तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि सन्ति । अन्येषां तु ग्रन्थ:ज्ञानदर्शनावरणयोस्तु कृत्स्नक्षयात् केवलज्ञानदर्शने भवतः इति तस्मान्न केवलिनः शेर्षज्ञानानि ।
અભાવ હોવાથી કેવળજ્ઞાની ભગવાનમાં મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનનો અસહભાવ એટલે કે સહ અવસ્થાનનો (અસ્તિત્વનો) અભાવ જણાય છે.
વિ ચાન્વત્ - (વળી બીજું કે...) એવા ભાષ્યગત પદથી (પૂર્વોક્ત વિષયમાં) બીજી યુક્તિનો આશ્રય કરે છે
ભાષ્ય : પૂર્વના ચાર જ્ઞાનો ક્ષયોપશમથી ઉત્પન્ન થનારા છે, જ્યારે કેવળજ્ઞાન ક્ષયથી જ પ્રગટ થાય છે. આથી કેવળજ્ઞાનીને શેષ જ્ઞાનો હોતા નથી. (૧-૩૧)
* કેવળજ્ઞાનીને શેષ જ્ઞાનો ન હોવાનું કારણ
પ્રેમપ્રભા : મતિ આદિ મન:પર્યવજ્ઞાન સુધીના ચાર જ્ઞાનો એ મતિ-શ્રુત-અવધિમનઃપર્યાય-આવરણીય (આવારક) કર્મના ક્ષયોપશમને અર્થાત્ ક્ષય અને ઉપશમ એ સહિયારા બે ભાવને આશ્રયીને પ્રવર્તે છે. અર્થાત્ તે તે મતિજ્ઞાન આદિના આવરણીય = આચ્છાદક કર્મના ક્ષયોપશમરૂપ નિમિત્તથી ઉત્પન્ન થનારા છે. જ્યારે કેવળજ્ઞાન એ તો કેવલજ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાના કારણે જ ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાનીને શેષ જ્ઞાનો હોતાં નથી.
બીજાઓના મતે અહીં ભાષ્યનો પાઠ જરા જુદો છે - તેનો અર્થ આ પ્રમાણે છે - જ્ઞાન એટલે વિશેષનું ગ્રાહક અને દર્શન એટલે સામાન્યનું ગ્રાહક. તે બેના આવરણભૂત જે કર્મો છે તેનો સંપૂર્ણ નાશ થવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાનીને શેષ જ્ઞાનો હોતાં નથી. આથી મતિ આદિ ચાર જ્ઞાનો ક્ષયોપશમ નિમિત્તવાળા છે અને એક કેવળજ્ઞાન (આવરણભૂત જ્ઞાનાવરણ કર્મનો) સંપૂર્ણ ક્ષય
૬. પૂ. । મૈં ગમ્ય૦ મુ. | ૨. ટીાનુ॰ । મવન્તીતિ॰ મુ. । રૂ. પૂ. । પર્યાય॰ મુ. । ૪. પાવિવુ । ન્તીતિ॰ મુ. | 、. પૂ. | ના. મુ. | ૬. પૂ. | ષાળિ જ્ઞા॰ મુ. | ૭. પૂ. । સન્તિ॰ મુ. અધિ:/