________________
સૂ૦ ૩૨]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३९९ विशेषपरिच्छेदकं ज्ञानं केवलिनि समस्ति न दर्शनमिति, इदमपि न जाघट्यते, ज्ञानावरणं भगवतः क्षीणं दर्शनावरणीयं च निरवशेषं, तत्रैकत्वे सति कोऽयमावरणभेदाभिमानो निष्प्रयोजन: ? तथा साकारोपयोगोऽष्टधा दर्शनोपयोगश्चतुर्धेति, तथा ज्ञानं पञ्चधा दर्शनं चतुर्धेति, एकत्वे सति कुत इदमपि घटमानकं ? न चातीवाभिनिवेशोऽस्माकं युगपदुपयोगो मा भूदिति, वचनं न पश्यामस्तादृशम्, क्रमोपयोगार्थप्रतिपादने तु भूरि वचनमुपलभामहे, न चान्यथा जिनवचनं कर्तुं शक्यते सुविदुषाऽपीति, प्रकृतमनुत्रियते । एतस्मात् केवलज्ञानोपयोगात् केवलदर्शनोपयोगाच्च विनाऽन्यस्य उपयोगस्य अभावात् केवलिनि मत्यादिज्ञानचतुष्टयाऽसहभावो નથી. માટે કેવળજ્ઞાનીને એક જ પ્રકારનો ઉપયોગ સર્વકાળે હોય છે.
ઉત્તરપક્ષ : આ પ્રમાણે તમે માનતા હોવ તો તે પણ અત્યંત ઘટતું નથી, અસંગત છે. કારણ કે, કેવળી ભગવંતનું જ્ઞાનાવરણ કર્મ ક્ષીણ થયું હોય છે તેમ દર્શનાવરણીય કર્મ પણ સંપૂર્ણ નષ્ટ થયેલું હોય છે. હવે જો આ જ્ઞાન (સાકાર) અને દર્શન (નિરાકાર) એ બે એક જ હોય તો નિષ્ઠયોજન/નિરર્થક એવો આ તેના દર્શનના આવરણ(આવક) કર્મના ભેદનું અભિમાન = અભિપ્રાય, આગ્રહ રૂપ શા માટે રાખવો જોઈએ ? અર્થાત્ જ્ઞાન-દર્શન એક જ હોય તો તેના આવરણરૂપ કર્મને પણ એક જ સમાન જ કહેવું જોઈએ. તેમજ સાકારોપયોગ (જ્ઞાનોપયોગ) એ આઠ પ્રકારનો છે અને દર્શનોપયોગ (અનાકારોપયોગ) એ ચાર પ્રકારનો છે. તથા જ્ઞાનના પાંચ પ્રકાર છે અને દર્શનના ચાર પ્રકાર છે. જો જ્ઞાન અને દર્શન એ બે એક જ હોય તો આવો તેના પ્રકારોનો ભેદ પણ શી રીતે ઘટમાન થાય ? અંર્થાત્ પ્રકારનો ભેદ પણ સંગત ન થાય.
આવી અમારી રજુઆતથી/દલીલથી તમે એમ નહીં માનશો કે “યુગપતુ = એક કાળે જ્ઞાન-દર્શન રૂપ બે ય ઉપયોગ ન જ હોય આ પ્રમાણે અમને અત્યંત અભિનિવેશ (કદાગ્રહ) છે. પણ એવું કોઈ આગમ-વચન અમને જોવા મળતું નથી. આથી તે ઉપરોક્ત વસ્તુ સ્વીકારવા અમને લાચાર બનાવે છે. એની સામે “ક્રમથી જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ હોય” એવા અર્થને જણાવનારા ઘણા આગમ-વચનો પ્રાપ્ત થાય છે. આથી એની જ પુષ્ટિ કરવામાં અમારો ઝોક રહે છે. વળી અત્યંત બુદ્ધિમાન-વિદ્વાન પુરુષ વડે પણ જિનેશ્વરદેવના વચનને અન્યથા કરી શકાય નહીં, અર્થાત્ ઉલટી રજૂઆત દ્વારા તેના અર્થને મચડી શકાય નહીં. હવે આ વિષયથી સર્યુ, મૂળ વાત ઉપર આવીએ.... - આ કેવળજ્ઞાન-ઉપયોગ અને કેવળદર્શન-ઉપયોગ સિવાય બીજા કોઈ ઉપયોગનો . પૂ. I gયસ૬૦ . |