________________
३९६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ગ ૨ निरपेक्षे । निर्गता अपेक्षा ज्ञेयं मुक्त्वाऽन्यत्र इन्द्रियादौ यस्य तन्निरपेक्षं तस्मिन्निरपेक्षे केवलज्ञाने विशेषग्राहिणि दर्शने च सर्वभावग्राहके निरपेक्षे सामान्यग्राहिणि । अनुसमयमुपयोगो भवतीति । अनुगतः-अव्यवहितः समयः-अत्यन्ताविभागः कालो यत्र कालसन्ताने स कालसन्तानोऽनुसमयस्तमनुसमयं कालसन्तानमुपयोगो भवति । "कालाध्वनोरत्यन्तसंयोगे" [पा० सू० २-३-५] इति द्वितीया, "अव्ययीभावो वा विभक्त्यादिषु" [पा० सू० २-१-६] वारंवारेणोपयोगो भवतीति यावत् । एकस्मिन् समये केवलज्ञानोपयोगे वृत्ते ततोऽन्यस्मिन् केवलदर्शनोपयोग इति, एवं सर्वकालमवसेयम् ।
यद्यपि केचित् पण्डितम्मन्याः सूत्राण्यन्यथाकारमर्थमाचक्षते तर्कबलानुविद्धबुद्धयो
જવાબઃ (૧) સર્વભાવ-ગ્રાહક અને (૨) નિરપેક્ષ... સર્વ જે પંચાસ્તિકાય રૂપ ભાવો = અર્થો છે, તેઓનું ગ્રાહક એટલે વિશેષથી બોધ કરનારું કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. વળી (૨) નિરપેક્ષ એટલે શેય = જાણવા યોગ્ય પદાર્થને છોડીને જેને અન્ય કોઈપણ ઇન્દ્રિય આદિ પદાર્થને વિષે અપેક્ષા રહી નથી, નીકળી ગઈ છે તેવું નિરપેક્ષ જે કેવળજ્ઞાન એટલે વિશેષગ્રાહી અને કેવળદર્શન એટલે સામાન્યગ્રાહી, તેને વિષે અનુસમય = સમયે સમયે કેવળજ્ઞાની ભગવાનને ઉપયોગ હોય છે. “અનુ' એટલે અનુગત, અવ્યવહિત - સતત... સમય એટલે અત્યંતપણે વિભાગ રહિત અર્થાત્ જેનો (કેવળજ્ઞાનીની દૃષ્ટિએ પણ) વિભાગ થઈ ન શકે તેવો સૂક્ષ્મતમ કાળ. આવો અનુગત = સતત સમય જેમાં અર્થાત્ જે કાળ-સંતાન (= કાળ-પ્રવાહ, કાળ-પરંપરા)ને વિષે હોય તે કાળ-પ્રવાહ અનુસમયવાળો કહેવાય. આવા અનુસમય કાળ-પ્રવાહમાં કેવળજ્ઞાન-દર્શનનો ઉપયોગ હોય છે. તે અનુસમયે આ પ્રમાણે જે દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ કરેલો છે તેમાં વાધ્વનોત્તરંથો (પા. સૂત્ર-૨-૩-૫) સૂત્રથી દ્વિતીય-વિભક્તિ થયેલી છે. અથવા
વ્યથમાવો વા વિમવત્યવિપુ (પા. સૂત્ર-૨-૧-૬)થી વિભક્તિના અર્થમાં અવ્યયીભાવ સમાસ થયેલો છે. સતત વારંવાર વારાફરતી ઉપયોગ હોય છે, એમ તેનો અર્થ છે. એક (પ્રથમ) સમયે કેવળજ્ઞાનનો ઉપયોગ થયે છતે તેના પછીના બીજા સમયે કેવળદર્શનનો ઉપયોગ હોય છે. આ પ્રમાણે ઉપયોગોનું સમયાંતરે પરાવર્તન-સર્વકાળ માટે સમજવું.
* કેવળજ્ઞાન-દર્શનનો એક સમયે ઉપયોગવાદી તકનુસારી-મત-ખંડન જ જો કે કેટલાંક આચાર્ય પોતાને પંડિત માનનારા તેમજ તર્કના બળથી જેમની બુદ્ધિ