________________
[૦ ૨
३९०
तत्त्वार्थाधिगमसूत्रम् एवं भजनायां निदर्शितायां चोदयत्यत्रावसरे-अथ केवलज्ञानस्य सकलज्ञेयग्राहिणः पूर्वैः पूर्वकालप्राप्यैः पूर्वैर्वा सन्निवेशमङ्गीकृत्याभिधीयते मतिज्ञानादिभिश्चतुभिः सह किं सहभावः सहावस्थानं भवति नेति ? उच्यते-अन्यमतप्रचिकटयिषयाऽऽह -
भा० केचिदाचार्या व्याचक्षते-नाभावः, किन्तु तदभिभूतत्वादकिञ्चित्कराणि भवन्तीन्द्रियवद् । यथा वा व्यभ्रे नभसि आदित्य उदिते भूरितेजस्त्वादादित्येनाभिभूतान्यन्यतेजांसि ज्वलनमणिचन्द्रनक्षत्रप्रभृतीनि प्रकाशनं प्रति अकिञ्चित्कराणि भवन्ति તવિતિ |
टी० केचिदित्यादि । मत्तोऽन्ये व्याचक्षते सूरयः, नाभाव सहभाव एवास्ति, कथं हि सतो वस्तुनः आत्यन्तिको नाशः स्यात् ? यदि च स्यात् ततो यथैव केवलभास्वति છે, કારણ કે, તે શ્રુતજ્ઞાનના અભાવમાં પણ થાય છે.
ભાષ્યઃ અહીં શિષ્યાદિ પ્રશ્ન કરે છે.
પ્રશ્ન : કેવળજ્ઞાનનો મતિજ્ઞાન આદિ પૂર્વ જ્ઞાનો સાથે સહભાવ હોય છે કે નહીં? આ વિષયમાં (જવાબ) કહેવાય છે.
જવાબઃ કેટલાંક આચાર્યો કહે છે (કેવળજ્ઞાન થયે છતે મતિ આદિ પૂર્વના જ્ઞાનોનો) અભાવ થતો નથી, કિંતુ કેવળજ્ઞાન વડે અભિભૂત થવાથી (દબાઈ જવાથી) તે જ્ઞાનો ઇન્દ્રિયોની જેમ અકિંચિત્કર = નિરર્થક બની જાય છે. અથવા વાદળ રહિત (સ્વચ્છ) આકાશમાં સૂર્યનો ઉદય થયે છતે ઘણા તેજવાળો હોવાથી સૂર્ય વડે અગ્નિ-મણિચંદ્ર-નક્ષત્ર વગેરે અન્યના તેજો અભિભૂત થવાથી વસ્તુઓને પ્રકાશિત કરવા માટે અકિંચિત્કર, અસમર્થ બની જાય છે, તેની જેમ (કેવળજ્ઞાન થતાં મતિ આદિ ચાર જ્ઞાનો હોવા છતાં પણ અભિભૂત થવાથી પદાર્થનો બોધ/પ્રકાશ કરવાને અસમર્થ બની જાય છે.)
પ્રેમપ્રભા : આ પ્રમાણે ચાર વિકલ્પો દર્શાવાતાં આ અવસરે અન્ય શિષ્યાદિ પૂછે છે પ્રશ્ન : સમસ્ત જોય (જાણવા યોગ્ય) પદાર્થોનો બોધ કરવાને સમર્થ એવા કેવળજ્ઞાનનો પૂર્વ = એટલે કે પૂર્વકાળે પ્રાપ્ત થવા યોગ્ય અથવા પૂર્વ એટલે સૂત્રમાં કરેલ રચના = ગોઠવણના ક્રમની અપેક્ષાએ જે પૂર્વીય (પૂર્વના) છે એવા મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો સાથે શું સહભાવ = એટલે કે સહ અવસ્થાન, એક જીવમાં સમકાળે રહેવાપણું હોય છે કે નહીં ? અન્ય આચાર્યોના મતને પ્રગટ કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે - આ . પૂ. ના. મુ. |