________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३८९ तस्य नियतं मतिज्ञानम् । यस्य तु मतिज्ञानं तस्य श्रुतज्ञानं स्याद् वा न वेति । अत्राहअथ केवलज्ञानस्य पूर्वैर्मतिज्ञानादिभिः किं सहभावो भवति नेति ? । अत्रोच्यते___टी० श्रुतज्ञानेत्यादि । श्रुतज्ञानस्य एवं ग्रन्थानुसारिणो मतिज्ञानेन इन्द्रियानिन्द्रियनिमित्तेन नियतो निश्चितः सहभावः एकत्रवृत्तिरूपः, किं कारणम् ? तत आह-तत्पूर्वकत्वात् मतिज्ञानपूर्वकत्वात् श्रुतस्य, सति हि मतिज्ञाने श्रुतज्ञानसम्भव इति, अतो यस्य जन्तोः श्रुतज्ञानं ग्रन्थानुसारि अस्ति तस्य जन्तोर्नियतमिन्द्रियानिन्द्रियनिमित्तं मतिज्ञानं सम्भवति । तस्मात् श्रुतज्ञानं यत्र प्राणिनि तत्र द्वे मतिश्रुते अवश्यं दृश्ये, यस्य तु जीवस्य मतिज्ञानं केवलं निसर्गसम्यग्दर्शनकालेऽनवाप्ताक्षर श्रुतस्य तस्य श्रुतज्ञानं स्याद् उत्तरकालं पठतो, न वाऽनधीयानस्येति, तस्माद् यत्रैकं दर्श्यते तत्र मतिज्ञानं निदर्श्यते, श्रुताभावेऽपि भावादिति ।
= મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન થાય છે. આથી જેને શ્રુતજ્ઞાન હોય તેને નિયમથી મતિજ્ઞાન હોય છે. વળી જેને મતિજ્ઞાન હોય તેને શ્રુતજ્ઞાન હોય અથવા ન પણ હોય.
* શ્રુતજ્ઞાન ત્યાં મતિજ્ઞાન હોય જ, મતિ ત્યાં શ્રુત હોવામાં ભજના એક પ્રેમપ્રભા : શ્રુતજ્ઞાન કે જે ગ્રંથને (શબ્દને) અનુસરનારું છે, તેનો જ ઇન્દ્રિય અને મન (અનિન્દ્રિય)ના નિમિત્તથી થનારા મતિજ્ઞાન સાથે નિયત = એટલે કે નિશ્ચિતપણે સદૂભાવ = એટલે એક ઠેકાણે અર્થાત્ એક જીવમાં રહેવું સંભવે છે. (ટીકામાં પૂર્વ = “જ' કાર શબ્દથી મતિજ્ઞાનના શ્રુતજ્ઞાન સાથે નિયત-સહભાવનો નિષેધ થાય છે. પ્રશ્નઃ આવો નિશ્ચિત સહભાવ હોવાનું શું કારણ છે?
જવાબઃ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થતું હોવાથી આવો સહુભાવ છે. કેમ કે, જો પૂર્વમાં મતિજ્ઞાન હોય તો જ શ્રુતજ્ઞાનનો સંભવ છે, નહિતર શ્રુતજ્ઞાન હોતું નથી. આથી જે જીવન ગ્રંથને અનુસરનારું શ્રુતજ્ઞાન હોય છે, તે જીવને નિયમથી ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તવાળું મતિજ્ઞાન હોય છે. તેથી જે જીવમાં શ્રુતજ્ઞાન હોય તે જીવમાં અવશ્ય મતિશ્રત રૂપ બે જ્ઞાન જાણવા. વળી જે જીવે નિસર્ગ-સમ્યગુદર્શનની અવસ્થામાં હજી સુધી અક્ષર-શ્રુતજ્ઞાન મેળવ્યું નથી આથી જેને ફક્ત મતિજ્ઞાન જ થયું છે, તે જીવને ત્યારબાદ (ઉત્તરકાળે) ભણવાથી શ્રુતજ્ઞાન હોય અથવા જો તે જીવ અધ્યયન ન કરે તો શ્રુતજ્ઞાન ન પણ થાય. આથી જયાં એક જ્ઞાન હોવાનો વિકલ્પ દેખાડાય છે ત્યાં મતિજ્ઞાન બતાવાય
૧. સર્વતપુ ! પર્વ મુ. | ૨. સર્વત્ર ! ધીયમાન પૂ. I