________________
સૂ૦ ૩૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३९१ जाते ज्ञानचतुष्टयमेवमन्येऽपि शमवीर्यदर्शनसुखितत्वादयो नश्यन्तु, न च तेषां नाशोऽभ्युपेयते, तस्मात् सहावस्थानमस्त्येव । यदि तहिअस्ति सहावस्थानं मत्यादिज्ञानचतुष्टयस्य केवलेन सह ततः किमिति स्वमर्थं न प्रकाशयन्ति ? उच्यते-अभिभवात्, तदाह-किन्त्वभिभूतत्वात् तिरस्कृतत्वात् हतप्रभावत्वात् अकिञ्चित्कराणि न किञ्चिदपि कर्तुं प्रकाशनं प्रभवन्ति। तत्र दृष्टान्तमाह-इन्द्रियवत् यथा हि केवलिनः सदपि चक्षुरादीन्द्रियं न व्याप्रियते विषयग्रहणं प्रति, प्रकाशितत्वात् केवलज्ञानेन, एवं मत्यादिचतुष्टयमपि अकिञ्चित्कर, तदीयस्य ज्ञेयस्य केवलभास्वता प्रकाशितत्वात् । अथैतदपि सन्दिह्यते भगवतः केवलिनो यन्नेत्रं तद् विषयग्रहणं વિષયમાં (જવાબ) કહેવાય છે- .
* કેવળજ્ઞાન હોય ત્યાં મતિ આદિ જ્ઞાનો હોય એવો મતાંતર છે જવાબ : મારાથી અન્ય કેટલાંક આચાર્યો કહે છે કે, કેવળજ્ઞાન થતાં મતિજ્ઞાન આદિનો અભાવ થતો નથી, કિંતુ, સહભાવ અર્થાત્ તેઓનું એકત્ર સહ-અસ્તિત્વ જ હોય છે. કારણ કે, જે સત્ = વિદ્યમાન વસ્તુ હોય તેનો આત્યન્તિક નાશ શી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. અને તેમ છતાં જો સત્ વસ્તુનો સર્વથા નાશ થાય તો જેમ કેવળજ્ઞાન થયે છતે મતિ આદિ ચાર જ્ઞાનોની જેમ બીજા પણ શમ, વીર્ય (ઉત્સાહ, પરાક્રમ), સમ્યગુદર્શન, સુખીપણું વગેરે સતુ ગુણો પણ નાશ પામે એમ માનવું પડે. પણ તે ગુણોનો નાશ મનાતો નથી. આથી કેવળજ્ઞાનનું મતિ આદિ ચાર જ્ઞાન સાથે સહઅવસ્થાન છે જ.
શંકાઃ જો મતિ આદિ ચાર જ્ઞાનનો કેવળજ્ઞાન સાથે સહભાવ = સાથે રહેવાપણું હોય છે તો તે જ્ઞાનો શા માટે પોતાના અર્થને/વિષયને પ્રકાશિત કરતાં નથી અર્થાત્ સ્વવિષયનો બોધ કરતાં નથી ?
સમાધાનઃ કેવળજ્ઞાન વડે અભિભવ થવાથી અર્થાતુ પોતાનો પ્રભાવ/સામર્થ્ય હણાઈ જવાથી મતિ આદિ જ્ઞાન અકિંચિત્કર બને છે, કોઈ પણ વસ્તુને પ્રકાશિત કરવાને સમર્થ બનતાં નથી. આ વિષયમાં દષ્ટાંત આપે છે - ઇન્દ્રિયવત્ = ઇન્દ્રિયોની જેમ. જેમ કેવળજ્ઞાનીને ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વિદ્યમાન હોવા છતાંય વિષયનો બોધ કરવા માટે વ્યાપારિત કરાતી નથી અર્થાત્ ઉપયોગમાં લેવાતી નથી કારણ કે ઇન્દ્રિયો વડે થનારો બોધ કેવળજ્ઞાન વડે જ થઈ જાય છે. તેમ (કેવળજ્ઞાનની હાજરીમાં) મતિ આદિ ચાર જ્ઞાન ૨. પૂ. I ના. મુ. | ૨. પૂ. I ના. મુ. |