________________
સૂ૦ રૂ૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३९३ सम्प्रति पराभिप्रायेणैव मत्यादिज्ञानचतुष्टयस्य केवलेन सहानवस्थानं दर्शयति -
भा० केचिदप्याहुः-अपायसद्रव्यतया मतिज्ञानं, तत्पूर्वकं श्रुतज्ञानम्, अवधिज्ञानमनःपर्यायज्ञाने च रूपिद्रव्यविषये, तस्मानैतानि केवलिनः सन्तीति ।
टी० केचिदप्याहुरित्यादि । केचित् पुनर्बुवते-नैतानि मत्यादीनि केवलिनः सन्ति, यस्मान्मतिज्ञानं अपायसद्व्यतया भवति, अपायो नाम श्रोत्रादीन्द्रियोपलब्धस्येहितस्यार्थस्य निश्चयः । न चैवंविधोऽपायः केवलिनोऽस्ति, यावच्च शोभनानि सम्यकत्वदलिकानि सन्ति तावन्मतिज्ञानं, तदेतद् द्वयमपि दूरोत्सारितं केवलिन इति नास्ति मतिज्ञानं केवलिनः । मतिज्ञानाभावे च मतिपूर्वस्य श्रुतस्य सुतरामभाव इत्यतः श्रुतमपि नास्ति, अवधिमनःपर्यायज्ञाने રહિત બનેલાં મતિ આદિ ચાર જ્ઞાનો પોતાના વિષયને પ્રકાશિત કરવામાં પ્રવૃત્તિ કરતાં નથી.
હવે ભાષ્યકાર પરમર્ષિ બીજા આચાર્યના જ અભિપ્રાય વડે મતિ આદિ ચાર જ્ઞાનનું કેવળજ્ઞાન સાથે અવસ્થાન = રહેવું ન હોવાનું દર્શાવે છે.
ભાષ્ય : કેટલાંક આચાર્ય કહે છે - અપાય (નિશ્ચય) અને સદ્ભવ્યપણા વડે મતિજ્ઞાન થાય છે, અને મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન થાય છે. અવધિજ્ઞાન અને મન:પર્યાય જ્ઞાન એ બે રૂપી દ્રવ્ય વિષયવાળા કહેલાં છે. તેથી આ ચાર જ્ઞાન કેવળજ્ઞાનીને હોતા નથી.
* કેવળજ્ઞાન સાથે મતિ આદિ ચાર જ્ઞાનો ન હોવાનો અભિપ્રાય પ્રેમપ્રભા : વળી બીજા કેટલાંક આચાર્ય કહે છે – આ મતિ આદિ જ્ઞાનો કેવળજ્ઞાનીને હોતાં નથી. કારણ કે, મતિજ્ઞાન અપાય અને સદ્ભવ્યપણાથી થાય છે. અપાય એટલે શ્રોત્રેન્દ્રિય દ્વારા કરાયેલ “અહા' વડે જણાયેલ અર્થનો નિશ્ચિય અર્થાત્ મતિજ્ઞાનનો ત્રીજો પ્રકાર. આવા પ્રકારનો અપાય કેવળી ભગવંતને હોતો નથી. વળી જ્યાં સુધી સદ્રવ્ય એટલે શોભન = શુદ્ધ સમ્યક્ત્વના દલિતો હોય ત્યાં સુધી મતિજ્ઞાન હોય છે, (અર્થાત્ તે દલિકો અશુદ્ધ થાય અથવા અશુદ્ધ દલિકો ઉદયમાં આવે તો સમ્યકત્વ ન હોવાથી મતિજ્ઞાન ન રહે.) આ બન્ને વસ્તુ કેવળજ્ઞાનીથી દૂર થયેલી છે. આથી કેવળી ભગવંતને મતિજ્ઞાન હોતું નથી. તેમજ મતિજ્ઞાનનો અભાવ હોતે છતે મતિજ્ઞાનપૂર્વક જ થતાં શ્રુતજ્ઞાનનો પણ સુતરાં, અવશ્ય અભાવ હોય છે. (અર્થાત્ કારણનો અભાવ હોવાથી કાર્યરૂપ શ્રુતજ્ઞાન પણ શી રીતે સંભવે? અર્થાત્ ન જ સંભવે) આથી શ્રુતજ્ઞાન પણ હોતું ૨. a.પૂ. . નૈવંવિ. 5I ૨. પરિવુ . સી ૬૦ મુ. I