________________
३९२
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
प्रति अकिञ्चित्करमिति, एवं सति असन्देहरूपं दृष्टान्तं दर्शयाम: - यथा वा व्यभ्र इत्यादि, येन वा' प्रकारेणैतत् स्थितं लोके, विगतान्यभ्राणि यत्र तत् व्यभ्रं तस्मिन् व्यभ्रे नभसि वियति आदित्ये किरणमालिनि उदिते प्रकटीभूते ज्वलनादीनि प्रकाशनं प्रत्यसमर्थानि भवन्ति, किमिति ? भूरितेजस्त्वाद् बहुतेजस्त्वात्, [आदित्येन सवित्रा अभिभूतानि - तिरोहितस्वसामर्थ्यानि अन्येषां तेजांसि अन्यतेजांसि, अन्यानि वा तेजआत्मकानि ज्वलनादीनि, ज्वलनोऽग्निः मणिः सूर्यकान्तादिः चन्द्रः शशी नक्षत्रम् अश्विन्यादि, एतानि ज्वलनादीनि प्रभृतिः आदिर्येषां तेजसां तानि ज्वलनमणिचन्द्रनक्षत्रप्रभृतीनि तेजांसि तेजोमयानि प्रकाशनम् उद्योतनं प्रति अकिञ्चित्कराणि भवन्ति न किञ्चिद् बहिरवस्थितं कुड्यादिविषयं प्रकाशयन्ति, हतप्रभावत्वात्, तद्वदिति तेन प्रकारेण केवलभास्वता भूरितेजसाऽऽक्रान्तानि न विषयप्रकाशनं प्रति व्याप्रियन्ते ।
વડે જાણવા યોગ્ય (શેય) વિષય પણ કેવળજ્ઞાન રૂપી સૂર્ય વડે જ પ્રકાશિત થઈ જવાથી મતિ આદિ જ્ઞાન અકિંચિત્કર-નિરર્થક બની જાય છે.
પૂર્વપક્ષ : કેવળી ભગવંતનું નેત્ર એ વિષયનું ગ્રહણ કરવા પ્રત્યે અકિંચિત્કર - નિરર્થક છે આ બાબતમાં પણ અમને શંકા પડે છે.
ઉત્તરપક્ષ ઃ ભલે, તો અમે બિલ્કુલ સંદેહ વિનાનું દૃષ્ટાંત આપીએ છીએ. અથવા જે પ્રકારે લોકમાં એવું દેખાય છે કે બિલ્કુલ વાદળ વિનાના સ્વચ્છ આકાશમાં સૂર્યનો ઉદય થયે છતે અગ્નિ-મણિ-ચંદ્ર-નક્ષત્ર વગેરે વસ્તુને પ્રકાશિત કરવામાં અસમર્થ બની જાય છે. પ્રશ્ન : શાથી આવું બને છે ?
જવાબ : અત્યંત ઘણો તેજવાળો હોવાથી આદિત્ય (સૂર્ય) વડે અગ્નિ વગેરે અન્યના તેજ અથવા અગ્નિ આદિ અન્ય તેજોમય દ્રવ્યો અભિભૂત થાય છે અર્થાત્ તેઓનું પોતાનું પદાર્થને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ઢંકાઈ જાય છે, દબાઈ જાય છે. તેમાં જ્વલન = અગ્નિ, મણિ તરીકે સૂર્યકાંત વગેરે જાણવા. ચંદ્ર = શશી, તેમજ નક્ષત્ર એટલે અશ્વિની વગેરે ૨૭ છે. આ વગેરે પદાર્થોનું તેજ અથવા આ તેજોમય દ્રવ્યો અભિભૂત થઈ જવાથી વસ્તુનું પ્રકાશન કરવા માટે અકિંચિત્કર = નિરર્થક બની જાય છે. અર્થાત્ પોતાનો પ્રભાવ હણાઈ જવાથી બાહ્ય ભીંત વગેરે કોઈપણ વિષયને પ્રકાશિત કરતાં નથી, તે રીતે ઘણા તેજવાળા કેવળજ્ઞાન રૂપી આદિત્ય વડે આક્રાંત થયેલાં અર્થાત્ વ્યાપ્ત બનવાથી પ્રભાવ ૬. પારિવુ । ના. મુ. ।