________________
३८८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ? यतस्तल्लब्धा सामायिकादिश्रुतं न पठति, अन्तरेणापि च श्रुतज्ञानमष्टौ प्रवचनमातरः संगृह्यन्ते तेन, अतस्तस्य ग्रन्थानुसारि विज्ञानं श्रुताख्यं न सम्भवति, एकं प्रथमं मतिज्ञानमेव । कस्मिंश्चिज्जीवे द्वे भवतः सम्यग्दर्शनसमन्वितस्य श्रोत्रेन्द्रियोपलब्धिः श्रुतं द्वादशाङ्गं, शेषेन्द्रियोपलब्धिर्मतिज्ञानम् । कस्मिंश्चित् प्राणिनि त्रीणि, द्वे मतिश्रुते तृतीयं चावधिज्ञानं यस्योत्पन्नम् । कस्मिंश्चिच्चत्वारि, एतानि त्रीणि चतुर्थं मनःपर्यायज्ञानम्, प्रतिपन्नचारित्रस्य तीर्थकृत इव । अथ यस्मिन् श्रुतज्ञानमेकं क्वचित् प्राणिनि स किं न प्रदर्श्यते ? यतो मतिरेवैका प्रदर्श्यते ? उच्यते-यत्र श्रुतज्ञानं तत्रावश्यं भावि मतिज्ञानम्, यत्र मतिज्ञानं तत्र श्रुतं स्याद् वा न वेति, तस्मान्मतिज्ञानमेवैकं क्वचिनिदर्श्यते, एतदाह -
भा० श्रुतज्ञानस्य तु मतिज्ञानेन नियतः सहभावस्तत्पूर्वकत्वात् । यस्य श्रुतज्ञानं મતિજ્ઞાન એક જ હોય છે, શ્રુતજ્ઞાન હોતું નથી. કારણ કે તે નિસર્ગ-સમ્યગદર્શનને પ્રાપ્ત કરીને તે જીવ હજી સામાયિક આદિ શ્રતનો પાઠ કરતો નથી. શ્રુતજ્ઞાન વિના પણ તેના વડે આઠ પ્રવચન માતાનું ગ્રહણ કરાય છે. આથી તે જીવને શ્રુત નામનું ગ્રંથને અનુસરનારું જ્ઞાન સંભવતું નથી, પણ એક મતિજ્ઞાન જ હોય છે. (૨) કોઈ જીવમાં બે જ્ઞાન હોય છે. સમ્યગદર્શનથી સહિત જીવને શ્રોત્રેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ = પ્રાપ્તિ થાય છે તેવું શ્રુતજ્ઞાન બાર અંગ રૂપ સંભવે છે અને શેષ ચક્ષુ વગેરે ઇન્દ્રિય વડે જેની પ્રાપ્તિ થાય છે તે મતિજ્ઞાન પણ હોય છે. વળી (૩) કોઈ જીવમાં ત્રણ જ્ઞાન હોય છે. મતિ અને શ્રુત એ બે જ્ઞાન અને તે ઉપરાંત જેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેને અવધિજ્ઞાન પણ હોય છે. આમ ત્રણ જ્ઞાન હોય છે. (૪) કોઈ જીવમાં ચાર જ્ઞાન હોય છે. પૂર્વોક્ત ત્રણ જ્ઞાન અને ચોથું મન:પર્યાયજ્ઞાન હોય છે. જેમ કે, ચારિત્રનો સ્વીકાર કરતાં જ તીર્થકરોને ચોથું જ્ઞાન થાય છે, તેની જેમ.
શંકા : જે જીવમાં ક્યારેક એક શ્રુતજ્ઞાન હોય છે, તે જીવને આપ પ્રથમ ભાંગામાં શાથી દર્શાવતા નથી ? જેથી ફક્ત મતિજ્ઞાન જ બતાવાય છે?
સમાધાન : જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન અવશ્ય હોવાનું છે, પણ જ્યાં મતિજ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હોય અથવા ન પણ હોય. માટે એક જ્ઞાન હોવાના પ્રથમ વિકલ્પમાં કોઈ જીવમાં એક મતિજ્ઞાન જ હોવાનું કહેલું છે, શ્રુતજ્ઞાન હોવાનું નહીં... આ જ વાતને જણાવતાં ભાષ્યકાર કહે છે
ભાષ્ય શ્રુતજ્ઞાનને મતિજ્ઞાન સાથે નિયતનિશ્ચિતપણે સહભાવ છે કારણ કે તપૂર્વક
૨. પૂ. |
યે મત મુ. |