________________
३८६
तत्त्वार्थाधिगमसूत्रम्
[અo ? सू० एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्थ्यः ॥ १-३१ ॥
भा० एषां मत्यादीनां ज्ञानानामादित एकादीनि भाज्यानि युगपदेकस्मिन् जीवे आ चतुर्थ्यः । तद्यथा-कस्मिंश्चिज्जीवे मत्यादीनामेकं भवति । कस्मिंश्चिज्जीवे द्वे भवतः । कस्मिंश्चित् त्रीणि भवन्ति । कस्मिंश्चिच्चत्वारि भवन्ति । ___टी० एकादीत्यादि । एकशब्दः प्राथम्ये वर्तते, एकः प्रथम आदिरेषां तान्येकादीनिप्रथमादीनि भाज्यानि विकल्प्यानि स्युर्न वा, युगपद् एकस्मिन् कालेऽवधीकृते एकस्मिन् प्राणिनि, आ चतुर्थ्य इति आङभिविधौ न मर्यादायाम्, यत्रास्य मर्यादाऽभिप्रेता सूरेः
વાલીનિ માન્યાનિ યુવામિન્ના વતુર્થ્ય ?-રૂર સૂત્રાર્થઃ (આ મતિ વગેરે જ્ઞાનોમાંથી) એક જીવમાં એક કાળે એક (પ્રથમ) વગેરે ચાર જ્ઞાન સુધી વિકલ્પો હોય છે.
ભાષ્યઃ આ મતિ વગેરે જ્ઞાનોમાં શરૂઆતથી = પ્રથમથી માંડીને એક જીવમાં એક વગેરે ચાર જ્ઞાન સુધીના વિકલ્પો એક કાળે કરવા. તે આ પ્રમાણે - કોઈ જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંથી એક (પ્રથમ) જ્ઞાન હોય છે. કોઈ જીવમાં બે જ્ઞાન હોય છે. કોઈ જીવમાં ત્રણ જ્ઞાન હોય છે અને કોઈ જીવમાં ચાર જ્ઞાન હોય છે.
પ્રેમપ્રભા અષાં વગેરે ભાષ્યાર્થ સ્પષ્ટ હોવાથી ટીકાકાર સૂત્રાર્થ કરીને સંતોષ માને છે. આ મતિ વગેરે પાંચ જ્ઞાનો પૈકી આદિથી = અર્થાત્ પ્રથમથી માંડીને એક આદિ વિકલ્પો કરવા. આમાં શબ્દ “પ્રથમ” એવા અર્થમાં છે.
એક = પ્રથમ જેની આદિમાં = શરૂઆતમાં છે તે એકાદિ = પ્રથમ વગેરે વિકલ્પો કરવા યોગ્ય છે. યુગ૫૬ = એટલે એક કાળેસમકાળે. આમ સંપૂર્ણ અર્થ આ પ્રમાણે થાય કે, એક જીવમાં મર્યાદિત કરેલ અમુક ચોક્કસ એક કાળે મતિ આદિ જ્ઞાનમાંથી પ્રથમથી માંડીને પ્રથમ વગેરે ચાર જ્ઞાન સુધી વિકલ્પ = વિભાગ કરવા. અર્થાત્ ક્યારેક એક (પ્રથમ), ક્યારેક બે (પ્રથમ-દ્વિતીય), ક્યારેક ત્રણ એ પ્રમાણે જ્ઞાન હોય છે. આ વાર્થ: I (ચાર સુધી) એવા પ્રયોગમાં આ શબ્દ “અભિવિધિ' અર્થમાં છે. પણ “મર્યાદા અર્થમાં નથી.
ચંદ્રપ્રભા : કહેવાનો આશય એ છે કે, “અવધિ બે પ્રકારનો છે. (૧) મર્યાદા અને (૨)
૨. ૩. વાવનિ પૂ. I