________________
३८४
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
विषयोऽस्य तत् लोकालोकविषयम् । कथमिति चेत्, यतः अनन्ताः पर्यायाः परिणामाः यस्य तत् अनन्तपर्यायं, ज्ञेयं चाऽनन्तपर्यायमितिकृत्वा तदप्यनन्तपर्यायमभिहितं, ज्ञेयानुरोधेन
॥ ૩૦ ॥
भा० अत्राह-एषां मतिज्ञानादीनां युगपदेकस्मिन् जीवे कति भवन्तीति ? अत्रोच्यतेકહેવાય ? અર્થાત્ વસ્તુતઃ ભલે ન કહેવાય પણ કારણમાં કાર્યનો ઉપચાર ક૨વાથી કેવળજ્ઞાનને પણ જ્ઞાપક કહી શકાય. જુઓ,
કેવળજ્ઞાન વડે સર્વદ્રવ્યો અને ભાવોને જાણીને કેવળી ભગવંત શબ્દ વડે = શ્રુતજ્ઞાન વડે તેની પ્રરૂપણા કરે છે. આમ કેવળજ્ઞાન વડે દ્રવ્ય-ભાવરૂપ અર્થને જાણવું એ કારણ છે અને તે દ્રવ્ય = ભાવ રૂપ અર્થોનું શબ્દ વડે જ્ઞાપન કરવું - પ્રરૂપણા કરવી તે કાર્ય છે. આમ કેવળજ્ઞાન એ કારણ છે, શબ્દ = શ્રુતજ્ઞાન એ કાર્ય છે. આથી કેવળજ્ઞાનરૂપ કારણમાં જ્ઞાપક એવા શ્રુત રૂપ કાર્યનો ઉપચાર કરવા દ્વારા કેવળજ્ઞાનને જ્ઞાપક/પ્રરૂપક કહેવાય છે. આયુષ્કૃતમ્ અહીં આયુષ્યના કારણભૂત ઘી છે, માટે ઘી આયુષ્ય છે. અથવા જીવનના કારણરૂપ પાણીને જેમ ‘પાણી જ જીવન છે’ એમ કારણમાં કાર્યનો ઉપચાર કરીને બોલાય છે, તેમ અહીં પણ કેવળજ્ઞાનને જ્ઞાપક = પ્રરૂપક કહેલું છે, એમ સમજવું. ઉપચાર-સત્ય અને વાસ્તવ (નિશ્ચય) સત્ય એમ બેય પ્રકારના સત્ય જૈનમતે સ્વીકાર્ય હોવાથી અપેક્ષા વિશેષથી ઉપરોક્ત વિધાનમાં કોઈ દોષ નથી એમ જાણવું.
પ્રેમપ્રભા : (૭) લોકાલોકવિષયવાળુ : લોક અને અલોક એ વિષય છે જેના તે લોકાલોક-વિષયવાળુ કહેવાય.
પ્રશ્ન : આવું શી રીતે કહેવાય ? જવાબ : અનંતા પર્યાયો એટલે કે પરિણામો છે જેના તે અનંતપર્યાયવાળુ. જે કારણથી અનંત-પર્યાયવાળુ છે, તે કારણથી કેવળજ્ઞાન લોકાલોક વિષયવાળુ છે. (અહીં પણ કેવળજ્ઞાનીનું કેવળજ્ઞાન તો એક જ છે છતાંય અનંતપર્યાયવાળુ શાથી કહ્યું ? તેને સ્પષ્ટ કરતાં કહે છે) જ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ અનંત-પર્યાયવાળા છે, આ કારણથી જ્ઞેય અનંતા પદાર્થો હોવાના અનુરોધથી-બળથી તેને જાણનારું જ્ઞાન પણ અનંત-પર્યાયવાળુ છે.
અવતરણિકા : આ પ્રમાણે મતિ આદિ સર્વજ્ઞાનોનો વિષય પ્રકાશિત કરાયે છતે અહીં અવકાશ હોવાથી અર્થાત્ પ્રસંગ-અવસ૨ હોવાથી અંતેવાસી શિષ્ય પૂછે છેભાષ્ય : (અહીં શિષ્યાદિ પ્રશ્ન કરે છે.) પ્રશ્ન : આ મતિજ્ઞાન આદિ (પાંચ) જ્ઞાનોમાંથી ૧. પાવિષ્ણુ | વા॰ મુ. |
=