________________
સૂ॰ ૩૦ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३८३
जीवादीनां भावानां ज्ञापकं प्ररूपकम् । ननु च मूकं तत् केवलज्ञानं संत् कथं प्ररूपकं भण्यते ? शब्दो हि ज्ञापको मतः, उच्यते - उपचारात् ज्ञापकं, यतः केवलज्ञानेन सर्वद्रव्यभावान् दृष्टान् शब्दः प्रकाशयति, ततः केवलज्ञानमेव प्रकाशकं ज्ञापकं भण्यते । लोकालोकौ
ચંદ્રપ્રભા : મતિ વગેરે જ્ઞાનો છદ્મસ્થ ન હોય છે તેમજ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થાય છે જ્યારે આ કેવળજ્ઞાન છદ્મસ્થપણું નાશ પામવાથી થાય છે. તેમજ મોહનીયનો સર્વથા ક્ષય થયા પછી જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ = ફરી બિલ્કુલ ન બંધાય એ રીતે સર્વથા ક્ષય થવાથી જ ઉત્પન્ન થાય છે. આમ અતિ વિશુદ્ધ હોવાથી અસાધારણ છે.
–
તથા કોઈપણ જ્ઞાન ઉત્પન્ન થવામાં વિષયની અપેક્ષા તો અનિવાર્ય છે કારણ કે નિર્વિષયક જ્ઞાન સંભવિત નથી. જ્ઞાન થયુ, તો તરત પ્રશ્ન થશે. શાનું જ્ઞાન ? જવાબ : ઘટનું, પટનું... વગેરે. જો જ્ઞાનનો કોઈ વિષય જ ન હોય તો જ્ઞાન પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે. આમ કોઈપણ જ્ઞાનને વિષયની અપેક્ષા અનિવાર્ય હોવાથી વિષય સિવાયના ઇન્દ્રિય આદિની અપેક્ષા ન હોય તે ‘નિરપેક્ષ’ એમ કહેલું છે.
પ્રેમપ્રભા : (૫) વિશુદ્ધ : અશેષ એટલે સંપૂર્ણપણે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ રૂપ મળનો નાશ થવાથી ઉત્પન્ન થતુ હોવાથી કેવળજ્ઞાન વિશુદ્ધ કહેવાય. (૬) સર્વભાવજ્ઞાપક : જીવ આદિ સર્વભાવોનું ‘જ્ઞાપક’ છે, પ્રરૂપક છે.
શંકા : કેવળજ્ઞાન તો મૂક છે, મૂંગુ છે, બોલતું નથી આવું હોયને તે શાથી પ્રરૂપક કહેવાય છે ? ખરેખર તો શબ્દને જ્ઞાપક = · પ્રરૂપક માનેલો છે. કેવળજ્ઞાન શી રીતે જ્ઞાપક કહેવાય ?
સમાધાન : ઉપચારથી અહીં કેવળજ્ઞાનને જ્ઞાપક કહેલું છે, વાસ્તવિક રીતે નહીં. (ઉપચાર બતાવતાં ટીકાકાર કહે છે) જે કારણથી કેવળજ્ઞાન વડે જોયેલાં જાણેલાં સર્વદ્રવ્યો અને ભાવોને/પર્યાયોને ‘શબ્દ' જ પ્રકાશિત કરે છે. તેથી કેવળજ્ઞાન જ પ્રકાશક અર્થાત્ જ્ઞાપક કહેવાય છે.
ચંદ્રપ્રભા : કહેવાનો ભાવ એ છે કે કેવળજ્ઞાન એ સર્વ દ્રવ્યો અને ભાવોને જોનારું છે અને તેના વડે જોયેલાં અર્થોને શબ્દ = એટલે કે શ્રુતજ્ઞાન પ્રકાશિત કરે છે. કારણ કે શ્રુતજ્ઞાન સિવાયના ચારેય મતિ આદિ જ્ઞાનોને મૂક = મૂંગા કહેલાં છે. શબ્દ એટલે કે શ્રુતજ્ઞાન વિના શેષ મતિ આદિ ચાર જ્ઞાન પોતાનું સ્વરૂપ જણાવવાને પણ સમર્થ થતાં નથી. આમ બીજા જ્ઞાનો પ્રકાશક જ છે જ્યારે શ્રુતજ્ઞાન પ્રકાશક અને જ્ઞાપક પણ છે. આથી કેવળજ્ઞાનને જ્ઞાપક શી રીતે
૧. સ્વ. પૂ. । તત્॰ મુ. | ર્. પૂ. | ના. મુ. |