________________
સૂ૦ ૩૦]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३८५ एवं सर्वेषां मत्यादीनां विषये प्रकाशितेऽत्रावकाशे ब्रूते अन्तेवासी-एषामनन्तरप्रपञ्चख्यापितानां मतिज्ञानादीनां युगपद् एकस्मिन् काले एकस्मिन् जीवे कति भवन्त्याधेयानि ? किमेकं द्वे त्रीणि चत्वारि पञ्चे ? सर्वाणि तावन्न सङ्गच्छन्ते सर्वप्राणिनाम्, एवं सति समता स्यात्, सर्वेषां च सर्वज्ञता भवेत्, विरोधश्च स्यात् क्षायिकक्षायोपशमिकानां परस्परेण, तस्माद् यथैते दोषा न सन्ति तथा वाच्यम्, उच्यते अत्र - એક કાળે એક જીવમાં કેટલાં જ્ઞાનો હોય છે? આ વિષયમાં (જવાબ) કહેવાય છે. જવાબ :
પ્રેમપ્રભા : પ્રશ્ન : આ હમણા જ ઉપર વિસ્તારથી જણાવાયેલ મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનોમાંથી એક જીવમાં એક સાથે, એક કાળે કેટલાં જ્ઞાન આધેય રૂપ છે અર્થાત્ રહે છે ? સમકાળે એક જીવમાં એક જ જ્ઞાન હોય કે બે, ત્રણ, ચાર કે પાંચ પણ હોય? જો કે આમાં સર્વ = પાંચેય જ્ઞાનો એક જીવમાં સમકાળે હોવા સંગત થતાં નથી. (કારણ કે કેવળજ્ઞાન થાય ત્યારે બીજા જ્ઞાનોનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારેલું નથી, ત્યારે એક જ કેવળજ્ઞાન હોય છે) વળી (૧) જો પાંચેય જ્ઞાનો એક સાથે માનીએ તો તે સર્વજ્ઞાનોનું સમપણું = સમાનતા થઈ જાય. (કારણ કે જો પાંચેય જ્ઞાનો હંમેશા સાથે એક જીવમાં હોય તો તેમાં કેવળજ્ઞાન પણ આવી જાય અને બધાંયને એકસરખું જ્ઞાન (કેવળજ્ઞાન) હોવાનો પ્રસંગ અને આવા સંજોગોમાં પાંચ જ્ઞાનો વચ્ચે વાસ્તવિક તફાવત ન રહે પણ નામ માત્રથી જ ભેદ તફાવત રહે.)
(૨) વળી પાંચ જ્ઞાનોમાં કેવળજ્ઞાન આવી જાય અને તે હોય એટલે બધાં જીવોને – મતિ આદિ જ્ઞાનવાળા જીવોને પણ સર્વજ્ઞપણું માનવું પડે. (૩) વળી ક્ષાયિક જ્ઞાન (કેવળજ્ઞાન) અને ક્ષાયોપથમિક જ્ઞાનને એક કાળે એક જીવમાં માનવાથી પરસ્પર વિરોધ પણ આવે. (પહેલાં ૪ જ્ઞાન લાયોપથમિક છે અને કેવળજ્ઞાન ક્ષાયિક છે. આમ પાંચેય જ્ઞાનોને એક જીવમાં એક કાળે માનવામાં ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ બે વિરોધી ભાવોને એકસાથે માનવા રૂપ આપત્તિ આવે.)
આથી જે રીતે આ બધાં દોષો ન આવે એ રીતે કહેવું જોઈએ. જવાબઃ આ વિષયમાં જવાબ રૂપે આગળનું સૂત્ર કહેવાય છે.
૨. પૂ. નન્તરાવ્યા મુ. | ૨. પૂ. | પાપિ૦ મુ. |