________________
३७४
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ ____ एवं मतिज्ञानादीनां पञ्चानामपि ज्ञानानां स्वरूपेऽवधुते यस्य मत्यादेर्यो विषयस्तमजानन् पृच्छति-एषां पूर्वोदितानां मतिज्ञानादीनां को विषयनिबन्धः कस्य ज्ञानस्येति । उच्यते
सू० मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥ १-२७ ॥
भा० मतिज्ञानश्रुतज्ञानयोर्विषयनिबन्धो भवति सर्वद्रव्येषु असर्वपर्यायेषु । ताभ्यां हि सर्वाणि द्रव्याणि जानीते, न तु सर्वान् पर्यायान् ॥ २७ ॥
टी० मतिश्रुतयोर्निबन्ध इत्यादि । प्रकृतेन ज्ञानेन मतिश्रुते विशेषयन्नेवमुक्तवान्मतिज्ञानश्रुतज्ञानयोर्विषयनिबन्ध इति विषयव्यापारो-विषयगोचरो भवतीति, सर्वद्रव्येषु सर्वाणि च तानि द्रव्याणि च सर्वद्रव्याणि तेषु धर्माधर्माकाशपुद्गलजीवास्तिकायाख्येषु । असर्वपर्यायेष्विति सर्वे निरवशेषा उत्पादादयः पर्याया येषां तानि सर्वपर्यायाणि, न
અવતરણિકા : આ પ્રમાણે મતિજ્ઞાન વગેરે પાંચેય જ્ઞાનોના સ્વરૂપનો નિશ્ચય (અવધારણ) કરાયે છતે મતિ આદિ જ્ઞાનનો જે વિષય છે, તેને નહીં જાણતો શિષ્ય પુછે છે કે, આ પૂર્વે કહેલાં મતિ વગેરે જ્ઞાનો પૈકી કયા જ્ઞાનનો શું વિષય છે ? આનો જવાબ આપતાં ગ્રંથકાર આગળનું સૂત્ર કહે છે (જવાબ)
મશ્રિતયોર્નિવઃ સર્વદ્રવ્યáસર્વપર્યાપુ ?-ર૭ | સૂત્રાર્થ ઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો છે, પણ તેના સર્વ પર્યાયો વિષય નથી.
ભાષ્ય : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય-નિબંધ સર્વદ્રવ્યો છે, પણ સર્વપર્યાયો નથી કારણ કે તે બે જ્ઞાન વડે જીવ સર્વદ્રવ્યોને જાણે છે, પણ (તેના) સર્વપર્યાયોને જાણતો નથી. (૧-૨૭)
પ્રેમપ્રભા : ભાષ્યમાં મૂળસૂત્રમાં (૧૦માં) કહેલ “જ્ઞાન” શબ્દ વડે મતિ અને શ્રુત એ બે શબ્દને વિશેષિત કરતાં આ પ્રમાણે કહેલું છે કે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષયનિબંધ એટલે વિષય-વ્યાપાર અર્થાત્ વિષય સર્વદ્રવ્યોને વિષે છે. અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય રૂપ સર્વદ્રવ્યોને વિષે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય-વ્યાપાર છે. પણ તે સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને જાણે કે નહીં ? તે જણાવતાં કહે છે સર્વપલેવું | સર્વ એટલે ઉત્પાદ (ઉત્પત્તિ) વગેરે અશેષ,સમસ્ત પર્યાયો છે જેના તે સવપર્યાયવાળા કહેવાય. તેવા ન હોય તે ૨. પfy . તસ્ય મુ. ૨. ટીકાનું | સર્વેઃ પી: મુ. /