________________
३७८
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ रूपीणि द्रव्याणि जानाति अवधिज्ञानी तेषामवधिज्ञानदृष्टानामनन्तभागो यस्तस्मिन्ननन्तभागे एकस्मिन् मनःपर्यायस्य विषयनिबन्धो दृश्यः । तदित्यनेन अवधिज्ञानविषयोऽभिसंबध्यते । तस्यावधिज्ञानविषयस्य सर्वरूपिद्रव्यात्मकस्य योऽनन्तभागः एकस्तं मनःपर्यायज्ञानी जानीते । एतदाह-अवधिज्ञानविषयेत्यादिना । तान्यपि चावधिविषयानन्तभागवर्तीनि रूपीणि अवगच्छति-रूपरसाद्युपेतानि अतः एवंगुणसंद्रांवात्मकानि द्रव्याणि, तान्यपि न कुड्यद्याकारव्यवस्थितानि जानाति, किन्तु मनोरहस्यविचारगतानि मनः अनिन्द्रियं प्रतिविशिष्टपुद्गलप्रचितं चेतस्तदेव च रहस्यम् अप्रकाशस्वरूपं अन्तर्वर्तमानं मनोरहस्ये विचारो-विचारणा अन्वेषणा, कथमयं पदार्थोऽवस्थित इत्येवंरूपा, तत्र मनोरहस्यविचारणायां गतानि प्रविष्टानि चिन्त्यमानानि जीवेनेति यावत्, तान्यपि न सर्वलोकवर्तीनि, किन्तु मनुष्यक्षेत्रम् आ मानुषोत्तरात्, तस्मिन् અનંતમો ભાગ તેના વિષે મન:પર્યાયજ્ઞાનનો વિષય-વ્યાપાર હોય છે, એમ સૂત્રાર્થ છે. આ સૂત્રસ્થ પદોનું વિવેચન કરતાં ભાષ્યકાર કહે છે કે, શુકલ = સફેદ વગેરે ગુણોથી સહિત એવા જે રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે, તે અવધિજ્ઞાન વડે જાણેલાં રૂપી દ્રવ્યોનો જે અનંતમો ભાગ છે, તે એક અનંતમાં ભાગમાં મન:પર્યાયજ્ઞાનનો વિષય હોય છે એમ જાણવું. તત્ શબ્દથી અવધિજ્ઞાનના વિષયનો સંબંધ થાય છે. આથી તેનો એટલે કે સર્વરૂપી દ્રવ્યરૂપ અવધિજ્ઞાનના વિષયનો જે એક અનંતમો ભાગ, તેને મન:પર્યાયજ્ઞાની જાણે છે. આ જે અવધિજ્ઞાનના વિષયના અનંતમો ભાગને જાણે છે, તે એક અનંતમો ભાગરૂપ વિષય કેવો હોય છે? તે ૪ વિશેષણો વડે જણાવતાં ભાષ્યમાં કહે છે - (૧) રૂપી દ્રવ્ય : તે અવધિજ્ઞાનના વિષયના અનંતમા ભાગે રહેલ “રૂપી દ્રવ્યને” (તે રૂપ વિષયને) જાણે છે - રૂપ, રસ આદિ ગુણોથી યુક્ત હોય તે “રૂપી' કહેવાય અને આવા પ્રકારના રૂપાદિ ગુણોના સમુદાય રૂપ દ્રવ્યો હોય છે. તે રૂપી દ્રવ્યોને પણ ભીંત વગેરે આકારે ગોઠવાયેલા નથી જાણતો, કિંતુ (૨) મનો-રહસ્ય વિચાર-ગત રૂપે જાણે છે. અર્થાત્ મન એટલે અનિન્દ્રિય અમુક ચોક્કસ (મનોવર્ગણાના) પુગલોના સમુદાય રૂપ દ્રવ્ય-મન એટલે ચિત્ત. તે રૂપી “રહસ્ય' એટલે અપ્રગટ – સ્વરૂપ (અપ્રકાશ રૂપ) અંતરમાં વર્તતું હોય તે અર્થાત અંતરમાં પ્રવર્તતું દ્રવ્ય-મન. તેમાં જે વિચાર એટલે વિચારણા ચાલતી હોય. દા.ત. “આ અમુક-પદાર્થ કેવા સ્વરૂપે રહેલો છે? ઈત્યાદિ રૂપ જીવ વડે વિચારણા કરવામાં પ્રવેશ પામેલાં અર્થાત્ ચિંતન કરાતાં - ચિંતનમાં ઉપયોગમાં લેવાયેલાં – હોય તે મનો-રહસ્ય-વિચાર-ગત રૂપી દ્રવ્યો કહેવાય. તેને મન:પર્યાયજ્ઞાની જાણે છે. વળી તેને પણ સમસ્ત લોક રૂપ ક્ષેત્રમાં રહેલાંને ન જાણે, કિંતુ, (૩) મનુષ્યક્ષેત્ર-પર્યાપન્ન = મનુષ્ય
૨. પતિપુ . રસાવે. પૂ. . ૨. ૩. પૂ. ના. 5. I રૂ. ૩.
I સંપ્રાસાત્મ) મુ. I