________________
સૂ૦ ર૬] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३७३ तत् किंस्वरूपमिति प्रश्नयति-केवलज्ञानं किंस्वरूपमिति । उच्यते-क्रमागतमपीह न भण्यते, यस्मात् केवलज्ञानस्योत्पत्तिः ज्ञानावरादीनां घातिकर्मणामात्यन्तिकोत् क्षयात्, स चात्यन्तिकक्षणः संवरेण प्राप्यते, संवरश्च नवमेऽध्याये वक्ष्यते, तत्समनन्तरं केवलज्ञानं दशमेऽध्यायेऽभिधास्यते, दशमाध्यायादिसूत्रं च तस्य प्रदर्शकं पठति-मोहक्षयादित्यादि । मोहनं मोहः-मोहनीयं दर्शनमोहादिभेदमष्टाविंशतिविधं तस्य क्षयो-नाशस्तस्मात् मोहक्षयादात्यन्तिकात् ज्ञानं मत्यादि, दर्शनं चक्षुर्दर्शनादि, तयोर्ज्ञानदर्शनयोरावरणीयं आच्छादकं, अन्तरायं दानलब्ध्यादिविघाति, अत एषां च ज्ञानदर्शनावरणीयान्तरायाणां क्षयात् शाटादात्यन्तिकात् केवलज्ञानं प्रादुरस्ति *सकलज्ञानं प्रादुरस्ति सकलद्रव्यभेदसंग्राहीति ॥ २६ ॥
સ્વરૂપ શું છે ? એ પ્રમાણે ભાષ્યમાં પ્રશ્ન કરે છે.
* કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્તકારણ કે જવાબઃ ક્રમથી અહીં કહેવાનો અવસર હોવા છતાં પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ અહીં કહેવાતું નથી. એનું કારણ આ છે કે, કેવળજ્ઞાનની ઉત્પત્તિ જ્ઞાનાવરણ આદિ ઘાતકર્મનો આત્યંતિક સર્વથા નાશ થવાથી થાય છે. આ ઘાતકર્મોનો સર્વથા ક્ષય સંવર-ધર્મ દ્વારા પ્રાપ્ત થાય છે અને આ સંવરતત્ત્વ નવમા અધ્યાયમાં કહેવાશે. તે પછી તુરત દશમા અધ્યાયમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ કહેવાશે. અને તે કેવળજ્ઞાનને બતાવતા દશમા અધ્યાયના આદિ સૂત્રને આ પ્રમાણે ભાષ્યમાં કહે છે – મોદક્ષયાત્રાનવનાવર/ત્તરાયક્ષયાવ વતમ્ . ૨૦૨ | સૂત્રાર્થને સંક્ષેપથી જણાવતાં ટીકામાં કહે છે, મોહને મોટા મોહિત કરવું - મુંઝવવું તે મોહ એટલે મોહનીય = દર્શનમોહ વગેરે ભેદવાળું અઠ્ઠાવીસ (૨૮) પ્રકારનું મોહનીય કર્મ. તેનો ક્ષય એટલે આત્યંતિક સર્વથા નાશ. તથા જ્ઞાન એટલે મતિ વગેરે ચાર (છદ્મસ્થપણાનું)જ્ઞાન. તથા દર્શન એટલે ચક્ષુદર્શન વગેરે. તે બેનું આવરણીય = એટલે આચ્છાદન કરનારૂ કર્મ તથા અંતરાય એટલે દાનની લબ્ધિ વગેરેનો નાશ કરનારું કર્મ. આમ પ્રથમ મોહનીયકર્મનો તેમજ પછી આ ત્રણેય જ્ઞાન-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય એટલે કે આત્યંતિક સર્વથા નાશ થવાથી કેવળજ્ઞાન = સકળજ્ઞાન ઉત્પન્ન થયા છે અર્થાત્ સર્વ દ્રવ્યો અને સર્વ ભેદોને (પર્યાયોને) ગ્રહણ કરનારું કેવળજ્ઞાન પ્રગટ થાય છે. (૧-૨૬) ૨. વિવુ ા વાળીયા મુ. | ૨. પરિપુ તિક્ષ૦ મુ. રૂ. 9.પૂ. I વૈ. I પ્રવેશવં. મુ. | ૪. પાવપુ ..* વિદ્વાન્તતઃ પ4િ: ના. મુ. !