________________
સૂ૦ ર૬]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३७१ _____ भा० विषयकृतश्चानयोः प्रतिविशेषः । रूपिद्रव्येषु असर्वपर्यायेष्ववधेविषयनिबन्धो भवति । तदनन्तभागे मनःपर्यायस्येति । ____टी० विषयकृत इत्यादि । रूपिषु परमाणुषु' द्रव्येषु, सर्वेषु' असर्वपर्यायेषु इति । सर्वे सम्पूर्णाः पर्याया उत्पादादयो येषां तानि सर्वपर्यायाणि न सर्वपर्यायाणि असर्वपर्यायाणि तेषु, तानि हि रूपिद्रव्याणि अवधिज्ञानी सर्वाणि जानाति न तु तेषां सर्वान् पर्यायानिति, एकैकस्य तु परमाणोः कदाचिदसङ्ख्येयान् पर्यायान् जानाति कदाचित् सङ्ख्येयान्, कदाचित् जघन्येन चतुरो रूपरसगन्धस्पर्शानिति, न पुनरेकैकस्य परमाणोरनन्तान् ज्ञातुं प्रत्यलः स्यात् पर्यायानिति, यदि च सर्वानेव जानीयत् केवल्येवासौ स्यात् । “जो एगं जाणति सो सव्वं जाणति" इति [आचाराङ्ग० सू० १२२] आगमात् । अतोऽसर्वपर्यायेषु अवधेः પણ અવધિજ્ઞાન કહેવું ઘટે છે એમ જાણવું.
ભાષ્ય : આ બે જ્ઞાન વચ્ચે વિષયને લઈને પણ ભેદ છે. અસવ-પર્યાયવાળા રૂપી દ્રવ્યોને વિષે અવધિજ્ઞાનનો વિષય - સંબંધ છે. જ્યારે તેના અનંતમાં ભાગમાં મન:પર્યાયજ્ઞાનનો વિષય સંબંધ હોય છે.
૪. વિષયના ભેદથી ભિન્નતા જ પ્રેમપ્રભા : વિષય-કૃત ભેદને જણાવતાં ભાષ્યમાં કહે છે કે, અસર્વપર્યાયવાળા રૂપી દ્રવ્યોને વિષે અવધિજ્ઞાનનો વિષય છે. રૂપી એટલે પરમાણુ દ્રવ્યો - સર્વે લેવાના છે. પણ તે દ્રવ્યો સર્વ પર્યાયવાળા લેવાના નથી. સર્વ એટલે સંપૂર્ણ છે. પર્યાયો = ઉત્પાદ વગેરે ધર્મો જેઓના તે દ્રવ્યો સર્વ-પર્યાયવાળા કહેવાય. આવા ન હોય તે અસર્વપર્યાયવાળા દ્રવ્યો કહેવાય. તેને વિષે અવધિજ્ઞાનનો વિષય-નિબંધ (વિષય) હોય છે કારણ કે અવધિજ્ઞાની જીવ તે સર્વ રૂપી દ્રવ્યોને જાણે છે, પરંતુ તે દ્રવ્યોના સર્વ પર્યાયોને જાણતો નથી. દરેક પરમાણુના (દ્રવ્યોના) ક્યારેક અસંખ્યાત પર્યાયોને જાણે છે તો ક્યારેક સંખ્યાત પર્યાયોને જાણે છે અને ક્યારેક જઘન્યથી = ઓછામાં ઓછું તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ ચાર પર્યાયોને જાણે છે. પરંતુ, દરેક પરમાણુના અનંત પર્યાયોને જાણવાને સમર્થ બનતો નથી. અને જો તે સર્વપર્યાયોને જાણે તો તે કેવળજ્ઞાની જ બની જાય. કારણ કે એવું આગમવચન છે કે, “નો અi નાપતિ સો સબં નાપતિ' (આચારાંગ અo ૩ ઉ૦ ૪ સૂ૦ ૧૨૩] અર્થાત્ જે એકને પરિપૂર્ણ રીતે) જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને ૧. પૂ. બાપુ, મુ. ૨. પૂ. I ના. મુ. રૂ. પૂ. ના. 5. I ૪. પરિપુ ત્યતં મુ. | -૬. પૂ. નૈ. .....
5. |