________________
३७०
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
यतो नारकादीनां सर्वोषामवधिज्ञानमुत्पद्यते मनःपर्यायज्ञानं पुनर्मनुष्यसंयतस्यैव भवति, मनुष्यग्रहणात् नारकादिव्युदासः, संयतग्रहणात् मिथ्यादृष्ट्यादीनां प्रमत्तान्तानां षण्णां व्युदासः, एवकारेण नियमयति-मनुष्यसंयतस्यैव । फलं नियमस्य दर्शयति- नान्यस्येति, देवादेर्नैतदुत्पद्यत इत्यर्थः । किञ्चान्यत्
–
કારણ કે, નારકાદિ સર્વગતિના જીવોને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યારે મન:પર્યાયજ્ઞાન તો મનુષ્ય અને સંયતને જ થાય છે. ‘મનુષ્ય'નું ગ્રહણ કરવાથી નારકાદિ જીવોનો નિષેધ થાય છે. અર્થાત્ તેઓને ન હોય. આમ છતાં મનુષ્ય પણ મિથ્યાર્દષ્ટિ આદિ ગુણસ્થાનકવાળો સંભવે છે. આથી ‘સંયત’ શબ્દના ગ્રહણથી મિથ્યાર્દષ્ટિ આદિ પ્રમત્ત સંયત સુધીના છ ગુણસ્થાનકોનો પ્રતિષેધ થાય છે. આમ સંયતનો અર્થ અપ્રમત્ત- સંયત = ૭મા ગુણસ્થાનકે રહેલ જીવ સમજવાનો છે. વાત (‘જ’કાર) વડે નિયમ કરે છે કે, મનુષ્ય-સંયતને જ મન:પર્યાયજ્ઞાન હોય છે. આ નિયમનું ફળ બતાવતાં કહે છે - બીજા જીવોને અર્થાત્ દેવ વગેરે જીવોને આ મનઃપર્યાયજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
=
=
ચંદ્રપ્રભા : અહીં જો કે સંયત, અસંયત અને સંયતાસંયત જીવોને ચારેય ગતિમાં અવધિજ્ઞાન હોય છે એમ સામાન્યથી કહેલું છે, તો પણ વિશેષથી એમ સમજવાનું છે કે, સંયતનું ગ્રહણ મનુષ્યગતિની અપેક્ષાએ જ છે, કારણ કે, અન્ય ગતિઓમાં સંયત = સાધુઓ હોતાં નથી. તથા તિર્યંચગતિમાં સંયતાસંયત દેશવિરતિ પયું ગુણસ્થાનક હોઈ શકે છે. જ્યારે અસંયત અવિરત સમકિતી જીવો તો ચારેય ગતિમાં હોય છે. અર્થાત્ દેવ-નારક ગતિમાં પણ હોય છે. આમ મનુષ્યગતિમાં ત્રણેય પ્રકારના અવધિજ્ઞાની જીવો હોય, તિર્યંચ ગતિમાં બે પ્રકારના અને દેવ-નારકરૂપ બે ગતિઓમાં તો ફક્ત અવિરત સમ્યક્દષ્ટિ રૂપ જ અવિધજ્ઞાની જીવો હોય છે એમ વિષય-વિભાગ વિચારવા યોગ્ય છે. વળી ટીકામાં નારાવીનાં સર્વેષાં ના૨ક વગેરે સર્વજીવોને અધિજ્ઞાન હોય તેમ કહેલું છે પણ તે તેનો અર્થ ‘સર્વ ગતિઓમાં' અવિધજ્ઞાન હોય છે તેમ સમજવું. પણ સર્વજીવોને અધિજ્ઞાન હોતું નથી. કેમ કે મનુષ્ય-તિર્યંચગતિમાં પંચેન્દ્રિય વિશિષ્ટલબ્ધિવંત જીવોને જ અવધિજ્ઞાન સંભવે છે, શેષ જીવોને હોતું નથી. તથા દેવ-નારક ગતિના જીવોને સર્વને જો કે અવધિજ્ઞાન હોય છે કેમ કે તેઓને ભવ-પ્રત્યયિક = ભવના નિમિત્તે જ અવધિજ્ઞાન પ્રગટ થાય છે. તો પણ તેમાં સમ્યગ્દષ્ટિ (સમકિતની) જીવોને જ અવધિજ્ઞાન કહેવાય છે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવોને જે અવધિ ઉત્પન્ન થાય છે તે અવધિ-અજ્ઞાન અથવા વિભંગજ્ઞાન કહેવાય છે. જો કે આ શાસ્ત્રમાં પૂર્વે અવધિજ્ઞાનનું નિરૂપણ કરેલું છે તે અવધિજ્ઞાન વિભંગજ્ઞાન બેયને સાધારણ રૂપે નિરૂપણ કરેલું છે. આથી દેવ અને ના૨ક-ગતિના સર્વ જીવોને
૨. સર્વપ્રતિષુ । ના. મુ. |
-