________________
३६८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ बहुतरपर्यायाणि जानीते इत्यर्थः । तान्यपि च मनोगतानीति मनोव्यापारभाञ्जीत्यर्थः, असञ्चिन्त्यमानानि तु नैव जानीते साक्षात् । किञ्चान्यदिति, अयं चापरो भेदहेतुरिति ।
भा० क्षेत्रकृतश्चानयोः प्रतिविशेषः अवधिज्ञानमगुलस्यासङ्ख्येयभागादिषूत्पन्नं भवति आ सर्वलोकात्, मनःपर्यायज्ञानं तु मानुषक्षेत्र एव भवति, नान्यत्र इति । किञ्चान्यत् । ___टी० क्षेत्रकृतश्चानयोरवधिमनःपर्याययोः प्रतिविशेषो भेदो दृश्यः, एतद् भावयतिअवधिज्ञानमगुलेत्यादि । अङ्गुलस्यासङ्ख्येयानि खण्डानि कृतानि, तत्रैकस्मिन् असङ्ख्येयभागमात्रे क्षेत्रे यावन्ति रूपिद्रव्याणि समवगाढानि सर्वस्तोकानि यः पश्यति, ततः स एव वर्धमानेन तेन बहूनि बहुतराणि च द्रव्याणि अवगच्छति यावत् सर्वलोकावस्थितानि द्रव्याणि पश्यति, शुभाध्यवसायविशेषादिति, एतदाह-अङ्गुलस्यासङ्ख्येयभागादिषूत्पन्नं મન:પર્યાયજ્ઞાની વિશુદ્ધતર એટલે કે અત્યંત ઘણા પર્યાયવાળા રૂપે જાણે છે. કયા રૂપીદ્રવ્યો મન:પર્યાયજ્ઞાનીના વિષય બને છે? તે કહે છે - તે મનોગત અર્થાત્ મનના વ્યાપારમાં = ઉપયોગમાં આવેલાં દ્રવ્યોને મ.પ. જ્ઞાની વિશુદ્ધતર રૂપે જાણે છે. પણ જે ચિંતનમાં = ઉપયોગમાં આવતાં નથી એવા મનોગત (મનોવર્ગણાના) પુદ્ગલોને (દ્રવ્યોને) તો સાક્ષાત્ જાણતા નથી જ. વિઝાન્ - વળી આ બે જ્ઞાન વચ્ચે તફાવતનું બીજું પણ કારણ છે.
ભાષ્ય : આ બે જ્ઞાન વચ્ચે ક્ષેત્રકૃત ભેદ પણ છે. અવધિજ્ઞાન એ અંગુલના અસંખ્યાતમાં ભાગ આદિ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું સમસ્ત લોક સુધી હોય છે, જ્યારે મન:પર્યાયજ્ઞાન તો મનુષ્યક્ષેત્રને વિષે જ થાય છે, અન્ય ક્ષેત્ર વિષે થતું નથી. વળી બીજું કે,
* ૨. ક્ષેત્રના નિમિત્તથી તફાવત એક પ્રેમપ્રભા : અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વચ્ચે ક્ષેત્રકૃત = ક્ષેત્રની અપેક્ષાએ પણ ભેદ જાણવો. આ ભેદને જણાવતાં ભાષ્યમાં કહે છે - અંગુલના અસંખ્યાતમાં ભાગ આદિમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ઇત્યાદિ તેનો અર્થ આ પ્રમાણે છે – એક અંગુલના અસંખ્યાત ટુકડા (= ખંડો) કરેલાં હોય, તેમાંથી એક-અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રમાં (આકાશમાં) જેટલાં પણ રૂપી દ્રવ્યો રહેલાં હોય તેટલાં અર્થાત્ સૌથી અલ્પ દ્રવ્યોને જે અવધિજ્ઞાની જીવ જુએ છે (જાણે છે) ત્યારપછી તે જ વ્યક્તિ વિશિષ્ટ શુભઅધ્યવસાયના છે. સર્વટીવાનું ના ક્ષેત્ર તિ, મુ. ૨. તપુ . I fપ મુ. ધ: