________________
સૂ૦ ૨૪]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३५९ ऋजुता विपुलता वा ग्राह्यविषया समस्ति, ऋजुमति-विपुलमत्योः स्वरूपम् तया ज्ञानस्योपदेशो भविष्यति, या मतिः सामान्यं गृह्णाति तया ज्ञानस्याऽपदेशो भविष्यति । या मतिः सामान्य गह्णाति सा ऋज्वीयपदिश्यते । या पुनविशेषग्राहिणी सा विपुलत्यपदिश्यते, ऋजु सामान्यमेकरूपत्वात्, विशेषास्तु विविक्तत्वात् बहवः । यदि सामान्यग्राहिणी ऋजुमतिर्मनःपर्यायज्ञानं प्राप्तं तर्हि मनःपर्यायदर्शनमपि, यस्मात् सामान्यग्राहि दर्शनमिष्यते, न चाराधितराद्धान्तैर्मनःपर्यायदर्शनमयेगायि । आह-यद्यप्येवमुच्यते सामान्यग्राहिणी ऋजुमतिरिति तथाऽप्यसौ सामान्य ગુણવાળા હોવાનો વ્યવહાર થાય છે, જેમ કે ઋગ્વી વિપુના રાત્રિઃ | ઋજુ (સરળ,સીધી) અને વિપુલ = વિશાળ, મોટી અંગુલિ (આંગળી) છે. જ્યારે જ્ઞાન એ અમૂર્ત = અરૂપી હોયને તેમાં ઋજુતા અને વિપુલતા રૂપ ગુણ હોવાની કલ્પના કરવી બરાબર નથી. અર્થાત્ ઋજુ અને વિપુલ એવું જ્ઞાન (મતિ) એમ કહેવું યોગ્ય નથી.
સમાધાનઃ અહીં ઋજુતા અને વિપુલતા રૂપ ગુણ છે તે ગ્રાહ્ય વિષય સંબંધી છે (પણ જ્ઞાનનો નથી.) આવા જ્ઞાન વડે ગ્રાહ્ય એવા વિષયની ઋજુતા અને વિપુલતા કે જે વાસ્તવિક રીતે ઘટે છે, તેને લઈને ઉપચારથી જ્ઞાનમાં ઋજુતા અને વિપુલતાનો વ્યવહાર/કથન થાય છે. આથી જે મતિ (જ્ઞાન) સામાન્ય (ઋજુ) વિષયનું ગ્રહણ કરે છે, તે ઋજુ એમ વ્યવહાર કરાય છે અને જે મતિ વસ્તુના વિશેષનું = ભેદોનું ગ્રહણ કરનારી છે તે ‘વિપુલ” એમ કહેવાય છે. ઋજુ એટલે સામાન્ય, કારણ કે તે એક રૂપે જ હોય છે. (અર્થાત્ એક જ ધર્મનું ગ્રહણ કરાય છે, જેમ કે, આ વ્યક્તિએ ઘડો ચિંતવ્યો છે.) જ્યારે વિશેષો = ભેદો એ વિવિક્ત = જુદાં જુદાં અનેક હોવાથી ઘણા હોય છે. તેનું ગ્રહણ કરવાથી મન:પર્યાયજ્ઞાન પણ વિપુલમતિ કહેવાય.
શંકાઃ સામાન્ય અર્થનું ગ્રહણ કરનારી ઋજુમતિ એ જો મન:પર્યાયજ્ઞાન છે એમ અર્થ પ્રાપ્ત થતો હોય તો મન:પર્યાયદર્શન પણ માનવું જોઈએ. કારણ કે, જે સામાન્યનું ગ્રહણ કરનારું હોય તે દર્શન કહેવાય છે. પણ સિદ્ધાંતના પારગામી શાસ્ત્રકાર ભગવંતોએ મનઃપર્યાયદર્શન પણ કહેલું નથી. અર્થાત્ બીજા જ્ઞાનોના દર્શન કહેલાં છે તેમ મન:પર્યાયજ્ઞાનનું દર્શન કહેલું નથી.
સમાધાનઃ જો કે ઋજુમતિ એ સામાન્યનું ગ્રહણ કરનારી છે, એમ કહેવાય છે, તો પણ સામાન્યને ભેદરૂપે જ જાણે છે. (પ્રશ્ન : જો ભેદ (વિશેષ) રૂપે જ સામાન્યનું ગ્રહણ કરે છે તો સામાન્ય-પ્રાહિણી શાથી કહેવાય છે? જવાબ:) જે કારણથી ઋજુમતિ એ ભેદનું
૨. પરિપુ ! પ. પુ. આ ર-૩. પૂ. સુપ મુ. ૪. પૂ. વિરુI) મુ. પ. પૂ. મMr. Y. I ૬. પવિપુ &ા માન્યએ મુ. |