________________
३६४ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ प्रतिविशेषो नानात्वं बोद्धव्यम् । तत्र विशुद्धिकृतं तावद् भेदं दर्शयति-ऋजुमतिमनःपर्यायज्ञानात् सामान्यग्राहिणः विपुलमतिमनःपर्यायज्ञानं नानाविधविशेषग्राहि विशुद्धतरमिति, यद् द्रव्यं यावद्भिः पर्यायैरवच्छिनत्ति ऋजुमतिस्तदेव द्रव्यं बहुतरैः पर्यायैर्विपुलमतिरवगच्छति, यथा घटे चिन्तिते ऋजुमतिमनःपर्यायज्ञानेनैतावद् व्यज्ञायि-घटोऽनेन चिन्तितः, विपुलमतिमनःपर्यायज्ञानं पुनस्तमेव घटं पार्थिवत्वरक्तत्वप्रमाणादि-भिर्बहुभिदैरवबुद्ध्यते, अतो विशुद्धतरमुच्यते । किञ्चान्यदिति भेदस्य उपपत्त्यन्तरसम्भावना-द्वारेण प्रयुज्यते, इहान्योऽपि नानात्वकारी अस्ति हेतुरिति, तमाह -
भा० ऋजुमतिमनःपर्यायज्ञानं प्रतिपतति अपि भूयः, विपुलमतिमनः पर्यायज्ञानं તુ પ્રતિતિતીતિ | ર સમુચ્ચય/સંગ્રહના અર્થમાં છે. તથા (૨) અપ્રતિપાતકૃતઃ અપ્રતિપાત એટલે અચ્યવન અવનનો/પતનનો અભાવ. તેના કારણે થયેલો ભેદ તે અપ્રતિપાતકૃત તફાવત કહેવાય. આમ આ બે કારણે ઋજુમતિ અને વિપુલમતિ વચ્ચે જુદાપણું (ભેદ) જાણવું.
આમાં વિશુદ્ધિકૃત ભેદ જણાવતાં ભાષ્યકાર કહે છે- વસ્તુના સામાન્ય ભેદોનું ગ્રહણ કરનાર એવા ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કરતાં અનેક પ્રકારના વિશેષોનું ભેદોનું ગ્રહણ કરનાર હોયને વિપુલમતિ-મનપર્યાયજ્ઞાન એ વિશુદ્ધતર = અધિક (અત્યંત) વિશુદ્ધ છે. અર્થાત્ જે દ્રવ્યને ઋજુમતિ-મનપર્યાયજ્ઞાન જેટલાં પર્યાયો વડે જાણે છે તે જ દ્રવ્યને વિપુલમતિ મનપર્યાયજ્ઞાન અત્યંત ઘણા પર્યાયો વડે જાણે છે. દા.ત. કોઈ જીવે ઘડો ચિંતવ્યો હોય ત્યારે ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન દ્વારા “આ જીવ વડે ઘડાનો વિચાર કરેલો છે' એટલું જ્ઞાન કરાય છે. જ્યારે વિપુલમતિ-મનપર્યાયજ્ઞાન (અર્થાત્ તે જ્ઞાનના ધારક મુનિવર) તે જ ઘડાને-તે માટીનો બનેલા (પાર્થિવ) રૂપે, લાલ રૂપે અને પ્રમાણ વગેરે વડે એમ ઘણા ભેદો વડે જાણે છે. આથી તે વિશુદ્ધતર = અત્યંત વિશુદ્ધ કહેવાય છે.
શિઆત્ એવું ભાષ્યનું કથન એ ઉપર કહેલ બે જ્ઞાનો વચ્ચે ભેદ સંબંધી બીજી પણ યુક્તિની/હેતુની સંભાવના દ્વારા “અહીં બીજો પણ ભેદ તફાવત કરનારો હેતુ છે.” એમ જણાવવા માટે પ્રયોગ કરાય છે. તે ભેદના હેતુને ભાષ્યમાં કહે છે
ભાષ્ય : ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન પુનઃ પડી પણ જાય છે. જ્યારે વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન પડતું નથી. (એમ તફાવત જાણવો.) (૧-૨૫)