________________
સૂર્]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
अत्राह अथावधिमन: पर्यायज्ञानयोः कः प्रतिविशेष इति ? अत्रोच्यते
टी० ऋजुमतिमनःपर्यायज्ञानं प्राप्तमप्यप्रमत्तसंयतेन' प्रतिपतति-प्रच्यवते, अपिशब्दात्, कदाचिन्न प्रतिपतति अपि, भूयः पुनः विपुलमतीत्यादि, यस्य पुनर्विपुलमतिमन: पर्यायज्ञानं समजनि तस्य नैव प्रतिपतति आ केवलप्राप्तेरिति ॥ २५ ॥
-
-
३६५
एवं भेदे ऋजुविपुलमत्योः प्रतिपादिते अवधेर्मन: पर्यायज्ञानस्य चातीन्द्रियत्वे समाने रूपिद्रव्यनिबन्धनत्वे च विशेषमपश्यन् ब्रूते - अथावधिमनः पर्यायज्ञानयोः कः प्रतिविशेष इति ? स चैवं पूर्वपक्षवादी चोदयति - कुतः प्रतिविशेष इति हेत्वभावं मन्यमानः, उत्तरपक्षवादी तु हेतूनू विशुद्धयादीन् पश्यन्नेवमाह अत्रोच्यते -
અહીં અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન ઃ અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન વચ્ચે શું તફાવત છે ? આ વિષયમાં (જવાબ) કહેવાય છે (જવાબ :)
પ્રેમપ્રભા : અપ્રમત્ત-સંયતાત્મા વડે પ્રાપ્ત કરેલું પણ ઋજુમતિ-મનઃપર્યાયજ્ઞાન પાછું પડી જાય છે, નાશ પામે છે. અત્તિ (પણ) શબ્દથી ક્યારેક ન પડે એવું પણ બને. જ્યારે વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન તો તે જેને ઉત્પન્ન થયું હોય તે મહાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પડતું જ નથી. અર્થાત્ આ જ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. (અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયે તો આ છદ્મસ્થપણાના જ્ઞાનોનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી.)
આ પ્રમાણે ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન વચ્ચે ભેદનું કથન કરાયે છતે અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન વચ્ચે અતીન્દ્રિયપણું (ઇન્દ્રિય-નિરપેક્ષતા) હોવા રૂપે સમાનતા હોવાથી અને બે ય જ્ઞાનો રૂપી દ્રવ્યરૂપ વિષયવાળા હોવારૂપે સમાન હોતે છતે અન્ય વ્યક્તિ બન્ને વચ્ચે તફાવત (વિશેષ)ને નહીં જોવાના કારણ આ પ્રમાણે ભાષ્યમાં પ્રશ્ન કરે છે.
પ્રશ્ન : ‘અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન વચ્ચે શું ભેદ છે ?' આના અર્થની સ્પષ્ટતા કરતાં ટીકાકાર કહે છે કે, પૂર્વપક્ષવાદી અન્ય વ્યક્તિ આ પ્રમાણે પૂર્વોક્ત બે જ્ઞાન વચ્ચે ભેદના કારણને નહીં જાણવાથી પ્રશ્ન ઉઠાવે છે કે, ‘આ બે જ્ઞાન વચ્ચે કયા કારણથી ભેદ પડે છે ?' અર્થાત્ અમને તો પૂર્વે કહેલ યુક્તિથી સમાનતા દેખાય છે પણ ભેદ જણાતો નથી.
૧. પાવિવુ । સંયતો ૧૦ પૂ. ।