________________
३६२ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ द्वितीयं तु पर्यायशतैर्मृण्मयरक्तशुक्लादिप्रमाणादिभिर्विचिन्तितं घटमवबुद्ध्यते, अत एवं क्षयोपशमद्वैविध्यात्, प्रकृतेन च ज्ञानग्रहणेन मनःपर्यायं सम्बध्नन् भाष्यकृदाह-मनःपर्यायज्ञानं द्विविधम् । मनःपर्यायस्य तेषु वा ज्ञानं मनःपर्यायज्ञानं, द्वे विधे यस्य तद् द्विविधम्, ते द्वे विधे दर्शयति-ऋजुमतिर्मनःपर्यायज्ञानम्, ऋजुमतिरेव मनःपर्यायज्ञानं, घटादिमात्रचिन्तितपरिज्ञानमिति, विपुलमतिरेव मनःपर्यायज्ञानं, प्रसङ्गतः पर्यायशतैः પરિમિતિ | ૨૪ | ___एवं द्वैविध्ये दर्शिते चोदकोऽभिधत्ते-मनःपर्यायाणामुभयत्र दर्शनम् अतीन्द्रियत्वं આવા પ્રકારનું અર્થાતુ ઘડા વગેરે પદાર્થના (લાલ, અમદાવાદી વગેરે) ઘણા ભેદવાળું જે જ્ઞાન થાય છે તે વિપુલમતિ મન પર્યાયજ્ઞાન કહેવાય છે. આ બેય પ્રકારનું મન:પર્યાય જ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિય (મન) એ બેયની અપેક્ષા વિના થાય છે અર્થાત્ આત્માને સીધુ થાય છે માટે આત્મ-પ્રત્યક્ષ છે. પહેલું મન:પર્યાય જ્ઞાન ફક્ત ઘડાનો બોધ કરનારું છે, જ્યારે બીજા મન:પર્યાય જ્ઞાનમાં માટીનો છે - લાલ છે - સફેદ છે વગેરે તેમજ પ્રમાણ આદિ રૂપ સેંકડો પર્યાયો/અવસ્થાઓ વડે વિશેષથી ચિંતવેલો ઘડો જણાય છે.
આ પ્રમાણે ટીકાકારે વિસ્તારથી સૂત્રાર્થનો વિચાર કરીને હવે ભાષ્યનું અવતરણ કરતાં કહે છે – આ પ્રમાણે આ ક્ષયોપશમના બે પ્રકાર હોવાથી અને પ્રકૃતિ = મૂળભૂત (૧૦માં સૂત્રમાં કહેલ) જ્ઞાન શબ્દ સાથે “મન:પર્યાય' શબ્દનો સંબંધ કરતાં ભાષ્યકાર જણાવે છે, મન:પર્યાયાને વિમ્ ! મનના પર્યાયોનું અથવા મનના પર્યાયો વિષે જે જ્ઞાન તે મન:પર્યાય-જ્ઞાન કહેવાય. બે પ્રકાર છે જેના તે દ્વિવિધ = બે પ્રકારવાળું મન:પર્યાય જ્ઞાન છે. તે બે પ્રકારોને બતાવતાં ભાષ્યમાં કહે છે. (૧) ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન: ઋજુમતિ રૂપ મનઃપર્યાય જ્ઞાન તે ઋજુમતિ-મન:પર્યાયજ્ઞાન અર્થાત્ જીવે ચિંતવેલ ફક્ત ઘડા વગેરેનું જ્ઞાન. (૨) વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન : વિપુલમતિ રૂપ મન:પર્યાયજ્ઞાન તે વિપુલમતિ-મન:પર્યાયજ્ઞાન અર્થાત્ તેવા પ્રસંગને આશ્રયીને ઘડા વગેરેના ચિંતવેલા સેંકડો પર્યાયોનું જ્ઞાન તે વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન... (૧-૨૪)
અવતરણિકા : આ પ્રમાણે મન:પર્યાયજ્ઞાનના બે પ્રકારો બતાવાયે છતે શિષ્યાદિ અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન : બનેય ઋજુમતિ-વિપુલમતિ રૂપ મન:પર્યાયજ્ઞાનોના મન:પર્યાયોનું અર્થાત્ પૂર્વોક્ત મનોદ્રવ્યનું દર્શન (પ્રત્યક્ષ) થાય છે અને બન્નેય જ્ઞાનોનું ૨. સર્વપ્રતિપુ પર્વ મુ. |