________________
સૂ૦૨૬]
२९३
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् अयं चापायः अवग्रह इत्युपचर्यते, आगामिनो भेदानङ्गीकृत्य यस्मादेतेन सामान्यमवच्छिद्यते। यतः पुनरेतस्मादीहा प्रवतिष्यते कस्यायं स्पर्शः ? पुनश्चापायो भविष्यति अस्यायमिति, अयमपि चापायः पुनरवग्रह इत्युपचर्यते, अतोऽनन्तरवर्तिनीमीहामपायं चाश्रित्य एवं यावदस्यान्ते निश्चय उपजातो भवति, यत्रापरं विशेषं नाकाङ्क्षतीत्यर्थः । अपाय एव भवति न तत्रोपचार इति । अतो य एष औपचारिकोऽवग्रहस्तमङ्गीकृत्य बहु अवगृह्णणातीत्येतदुच्यते, न त्वेकसमयवर्तिनं नैश्चयिकमिति, एवं बहुविधादिषु सर्वत्रोपचारिकाश्रयणाद् व्याख्येयमिति ।
આ સ્પર્શ જ છે' એવો અપાય/નિશ્ચય થાય છે. હવે આ જે અપાય થયો છે તેનો આગામી - નવા – બીજા - આગળના ભેદને આશ્રયીને “અવગ્રહ' તરીકે ઉપચાર કરાય છે. કારણ કે આગામી-આગળના ભેદની અપેક્ષાએ “આ સ્પર્શ છે' એવા બોધ વડે સામાન્ય જ જણાય છે. કારણકે વળી આવા ઉપચરિત અવગ્રહ પછી આવી “હા” પ્રવર્તશે કે “આ કોનો સ્પર્શ છે ? અને ફરી એવો અપાય (નિશ્ચય) થશે કે “આનો (અમુકનો) આ સ્પર્શ છે.” વળી આ અપાયનો - એના પછી થનારી ઇહાને અને અપાયને આશ્રયીને - અવગ્રહ તરીકે ઉપચાર કરાશે. (અર્થાત્ વસ્તુતઃ પૂર્વજ્ઞાનની અપેક્ષાએ અપાય/નિશ્ચય જ છે, પરંતુ આગામી બીજા-મોટા-અધિક જ્ઞાનની અપેક્ષાએ તે ઉપચારથી/વ્યવહારથી “અવગ્રહ કહેવાય છે.) આ પ્રમાણે જ્યાં સુધી છેલ્લે અંતિમ નિશ્ચય થાય અર્થાતુ જ્યારે બીજા વિશેષની (ભેદની) આકાંક્ષા ન રહે ત્યાં સુધી આગામી (ઉત્તર) ઇહાની અપેક્ષાએ પૂર્વ-પૂર્વના અપાયનો અવગ્રહરૂપે ઉપચાર કરાય છે. પણ જેવો અંતિમ નિશ્ચય થાય “આ આનો જ સ્પર્શ છે' ઇત્યાદિ રૂપે નિરાકાંક્ષ, અન્ય - વિશેષની આકાંક્ષારહિત બોધ થાય છે, ત્યારે તે “અપાય” જ બને છે પણ તેમાં અવગ્રહનો ઉપચાર કરાતો નથી.
આથી જે આ ઔપચારિક ( અપાયમાં ઉપચાર કરવા દ્વારા થતો) અવગ્રહ છે, તેને આશ્રયીને વદુ કવાતિ' અર્થાત્ ઘણા ભેદને વિશેષને જાણે છે એમ કહેલું છે, પણ એક સમય સુધી જ રહેનાર નૈૠયિક અવગ્રહની અપેક્ષાએ કહેલું નથી. આથી એક સમયમાં બહુ અર્થ શી રીતે જણાય એવી શંકાને સ્થાન રહેતું નથી. આ પ્રમાણે “બહુવિધ વગેરેના અવગ્રહ આદિ ભેદો કહેલાં છે, ત્યાં પણ સર્વત્ર ઔપચારિક અવગ્રહનો જ આશ્રય કરવાથી અવગ્રહ રૂપ ભેદ ઘટે છે, એમ વ્યાખ્યા કરવી.
હવે “બહુ' (ઘણા) એવા ભેદના પ્રતિપક્ષને = વિરોધી અર્થને ભાષ્યમાં કહે છે,