________________
३१४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ एवमागमादिष्वपि घटमानमायोज्यमिति । आगच्छत्याचार्यपरम्परया वासनाद्वारेणेति आगमः । उपदिश्यते-उच्चार्यते इति उपदेशः । ऐतिह्यमेवमेतद् वृद्धाः स्मरन्तीति । आम्नायतेअभ्यस्यते निर्जरार्थिभिरिति आम्नायः । प्रकर्षेण नामादिनयप्रमाणनिर्देशादिभिश्च यत्र जीवादयो व्याख्यातास्तत् प्रवचनम्, जिना रागादिसन्तानविजि तास्तेषामिदं वचनमिति । एवमेभिरनर्थान्तरवतिभिः एकोऽर्थः प्रतिपाद्यते द्वादशाङ्गं गणिपिटकमिति यावत्, स चावश्यकादिराचारादिश्च । एवं लक्षणतः पर्यायतश्चाभिधाय विधानं दर्शयति - ___भा० तद् द्विविधमङ्गबाह्यमङ्गप्रविष्टं च । तत् पुनरनेकविधं द्वादशविधं च ગણધરોના વચનને જ આપ્તવચન કહેવાય. આ પ્રમાણે આગમ આદિ પર્યાય શબ્દોમાં પણ જે રીતે ઘટતું હોય તેનું કથન કરવું.
(૩) આગમઃ માછિતિ તિ મામા આચાર્યોની પરંપરા વડે સંસ્કાર (વાસના) દ્વારા જે આવે, પ્રાપ્ત થાય તે આગમ કહેવાય. (૪) ઉપદેશઃ ૩પવિતે-વાતે . જે ઉપદેશાય, (વાણી રૂપે) ઉચ્ચાર કરાય તે ઉપદેશ. (૫) ઐતિહ્ય : વૃદ્ધપુરુષો આ અમુક વસ્તુને આ પ્રમાણે સ્મરે છે, માને છે, એમ જે વૃદ્ધ પુરુષોનું વચન તે ઐતિહ્ય કહેવાય. (૬) આમ્નાય : નિર્જરાના (કર્મક્ષયના) અર્થી જીવો વડે જે આમ્નાય અર્થાત્ અભ્યાસ કરાય તે આમ્નાય કહેવાય. (૭) પ્રવચનઃ પ્રકર્ષે કરીને એટલે કે નામાદિ નય, નિક્ષેપો, પ્રમાણ અને નિર્દેશ આદિ (અનુયોગ દ્વારા) વડે જેમાં જીવ વગેરે પદાર્થોની વ્યાખ્યા કરેલી છે તે પ્રવચન કહેવાય. (૮) જિનવચન : રાગાદિની પરંપરાને વિજિત, વિશેષ કરીને (સર્વથા = ફરી ઉત્પન્ન ન થાય એ રીતે) જય પામેલાં હોય તે જિન કહેવાય. તેવા જિનનું વચન તે જિનવચન કહેવાય.
આ પ્રમાણે આ અભિન્ન-અર્થવાળા = સમાનાર્થી શબ્દો વડે એક સમાન જ અર્થ કહેવાય છે અર્થાત દ્વાદશાંગ (બારઅંગ) = ગણિપિટક રૂપ અર્થ જણાવાય છે. અને તે (શબ્દાત્મક) ૠત બે પ્રકારે છે. (૧) આવશ્યક આદિ (અંગબાહ્ય) અને (૨) આચારાંગ આદિ (અંગપ્રવિષ્ટ).
આ રીતે લક્ષણથી અને પર્યાય શબ્દો વડે શ્રુતનું કથન કરીને હવે તેના વિધાનને એટલે કે ભેદોને ભાષ્યમાં બતાવે છે.
૨. .પા.નિ.ના. . તેષામિતિ પૂ. I ૨. સર્વપ્રતિપુ ! ધાયા પધા, મુ. |