________________
सू० २०]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३१३
पक्षे शब्दोऽभिधीयते, तस्य शब्दस्य श्रुतज्ञानं परिच्छेदकारि श्रुतज्ञानमिति गृह्यते । एवं सर्वेष्वाप्तवचनादिषु षष्ठीसमास आश्रयणीयः, आप्तवचनस्य ज्ञानं यत् परिच्छेदकारि इत्येवम् । आप्तो रागादिवियुतः तस्य वचनमिति । ननु चार्थमेव कथयति तीर्थकृत्, न सूत्रं ग्रथ्नाति, गणधरास्तु सूत्रसन्दर्भेण व्याप्रियन्ते, कथं तर्हि इदमुच्यते - आप्तस्य तीर्थकृतो वचनं द्वादशाङ्गं-गणिपिटकमिति ? उच्यते - गौणीकल्पनामाश्रित्योक्तमाप्तस्य वचनमित्येतत् । कथम् ? यदा हि भगवान् जीवादिकमर्थं केवलज्ञानभास्वत्प्रभावप्रकाशितं गणधरेभ्य आचष्टे तदाऽसौ जीवादिरर्थस्तस्मिन् केवलज्ञानदर्शनात्मके तीर्थकृति समारूढ इव लक्ष्यते प्रतिबिम्बाकारेणोपजातत्वात् अतोऽसावप्यर्थ आप्तो भवति, तदध्यारोहत्, तस्याप्तस्यार्थस्य तद्गणधरवचनं प्रतिपादकमित्याप्तवचनं भण्यते । यद्वा गणधरवचनमेवप्तनिश्रयोपजायमानत्वात् आप्तवचनमुच्यते । બોધ કરનારું હોય તે શ્રુતજ્ઞાન કહેવાય. આ પ્રમાણે આપ્તવચનાદિ સર્વ ઠેકાણે ષષ્ઠી-સમાસ કરવો.
(૨) આમ વચન : આપ્તવવનસ્ય જ્ઞાનમ્ - આપ્તવચનનું જે જ્ઞાન = બોધ કરનારું તે આપ્તવચન-શાન એ પ્રમાણે સર્વત્ર કહેવું. આપ્ત એટલે રાગદ્વેષાદિ દોષોથી રહિત. તેમનું વચન તે આપ્તવચન કહેવાય.
શંકા : તીર્થંકર ભગવંતો અર્થનું જ કથન કરે છે, પણ સૂત્રની ગૂંથણી કરતાં નથી. જ્યારે ગણધર ભગવંતો સૂત્રની રચના કરવાની પ્રવૃત્તિ કરે છે. તો પછી આમ શાથી કહેવાય છે કે, દ્વાદશાંગ રૂપ ગણિપિટક એ આપ્તનું = તીર્થંકરનું વચન છે ?
સમાધાન : ગૌણ કલ્પનાને આશ્રયીને અર્થાત્ ઉપચારથી આપ્તનું વચન છે, એમ કહેલું છે. શી રીતે ? તો જુઓ. જ્યારે ભગવાન કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રભાવથી પ્રકાશિત કરેલ જીવાદિક અર્થ ગણધરોને કહે છે, ત્યારે આ જીવાદિક અર્થ એ કેવળજ્ઞાનકેવળદર્શન સ્વરૂપ એવા તે તીર્થંકર ભગવંતને વિષે સમારૂઢ થયેલો હોય એમ જણાય છે, કેમ કે, તે જીવાદિ અર્થ તેઓમાં પ્રતિબિંબરૂપે ઉત્પન્ન થાય છે. આથી આપ્ત એવા તીર્થંકરને વિષે અધ્યારોહ પામવાથી (આરૂઢ થવાથી) અર્થાત્ તેઓના આત્મામાં (અથવા મુખે) ચઢી જવાથી જીવાદિ અર્થ પણ ‘આપ્ત’ કહેવાય. અને તે આપ્ત એવા (જીવાદિ) અર્થોનું તે ગણધરોનું વચન એ પ્રતિપાદક છે, જણાવનારું છે, આથી તે આપ્તવચન કહેવાય. અથવા આપ્ત એવા તીર્થંકર ભગવંતની નિશ્રામાં ઉત્પન્ન થનારું હોવાથી ૧. પા.પૂ.લિ.જી. । નાયમાનત્વા મુ. । ર્. પૂ. । રોપાન્॰ મુ. / રૂ. વ.પૂ.ઐ.. / મેવાસવપનમ્, નિશ્ર૰ મુ. ।