________________
सू० २३]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३५३
भा० वर्धमानकं यदङ्गुलस्याऽसंख्येयभागादिषूत्पन्नं वर्धते आसर्वलोकात् । अधरोत्तरारणिनिर्मथननिष्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत्
।
टी० वर्धमानकं यदङ्गुलासंख्येयभागादिषु । अङ्गुलस्यासंख्येयभागमात्रे क्षेत्रे ततोऽङ्गुलमात्रे ततोऽरत्निमात्रे इत्यादिषु उत्पन्नं तावद् वर्धते यावत् `सर्वो लोको धर्माधर्मद्रव्यद्वयपरिच्छिन्नो व्याप्तो भवति तदा आसर्वलोकात् । कथमिव वर्धते अत आहअधरोत्तरेत्यादि । अधर : अधोवर्ती उत्तरः उपरिवर्ती तावेवारणी ताभ्यामधरोत्तरारणिभ्यां निर्मथनं संघर्षणं तेन निष्पन्नः उद्भूतः, तदेवमुत्पन्नो वह्निर्वृद्धिं गच्छति यथा तथाहउपात्तेत्यादिना । उपात्तं प्रक्षिप्तं शुष्कमार्दं न भवति करीषादि तेनोपात्तेन शुष्केण
ભાષ્ય : (૪) વર્ધમાનક ઃ જે અંગુલના અસંખ્યાતમાં ભાગ આદિ ક્ષેત્ર વિષે ઉત્પન્ન થઈને સર્વલોક (૧૪ રાજલોક) સુધી વધે છે તે વર્ધમાનક-અવધિજ્ઞાન કહેવાય. નીચે અને ઉપર રહેલ બે અરણી વડે પરસ્પર ઘર્ષણ કરવાથી ઉત્પન્ન થયેલ અને જેમાં શુષ્ક (કરીષ વગેરે)ના પ્રક્ષેપ વડે વૃદ્ધિ પામતા અને (પરાળ વગેરે બીજાપણ) ઇંધનના સમૂહનું જેમાં વારંવાર આધાન કરાય છે એવા અગ્નિની જેમ (ક્રમશઃ વધતું જતું) વર્ધમાનક અવધિજ્ઞાન હોય છે.
* દ્રષ્ટાંત-સહિત વર્ધમાન અવધિજ્ઞાન
પ્રેમપ્રભા : જે અંગુલના અસંખ્યાતમાં ભાગ વગેરે ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સર્વલોક સુધી વૃદ્ધિને પામે અર્થાત્ સર્વલોકને જાણે તે વર્ધમાનક-અવધિજ્ઞાન કહેવાય. શરૂઆતમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલાં ક્ષેત્રમાં, પછી અંગુલ-પ્રમાણ ક્ષેત્રમાં, પછી નિ
એટલે એક હાથ (કોણીથી મુઠ્ઠી જેટલાં) ઇત્યાદિ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન વધતું જતું ધર્મ-અધર્મ (ધર્મ-અધર્માસ્તિકાય) રૂપ બે દ્રવ્યથી ઓળખાતો-જણાતો એવો સમસ્ત લોક વ્યાપ્ત થાય ત્યાં સુધી વધે છે.
=
પ્રશ્ન ઃ કોની જેમ વૃદ્ધિ પામે છે ? આમાં શું દૃષ્ટાંત છે ?
જવાબ : ત્રણ વિશેષણોથી વિશિષ્ટ એવા અગ્નિની જેમ વધે છે. તે આ પ્રમાણે - અરણિ એટલે અગ્નિ પ્રગટાવનારું એક પ્રકારનું કાષ્ઠ. (અથવા ચકમકનો પત્થર) તેવા નીચે અને ઉપર રહેલ જે બે અરણિ તેના વડે પરસ્પર ઘર્ષણ (નિર્મથન) કરવા વડે ઉત્પન્ન થયેલ. (અગ્નિની જેમ એમ સંબંધ છે.) આમ આ રીતે ઉત્પન્ન થયેલો અગ્નિ જે રીતે ૨. ટીાનુસારેળ । મથનાસન્નોવા૦ મુ. । ૨. સર્વપ્રતિવુ । સર્વતો॰ મુ. । રૂ. પૂ. । પત્રોડધિ॰ મુ. |