________________
सू० २३]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३५१
पृथिवीषु रत्नप्रभादिकासु, विमानेषु ज्योतिर्विमानादिषु, तिर्यग् द्वीपसमुद्रेषु, ऊर्ध्वं विमानेषु, अधः पृथिवीषु यदवधिज्ञानमुत्पन्नं भवति तत् क्रमशः परिसंक्षिप्यमाणं- हीयमानं प्रतिपति `नश्यति । यस्माद् यद्द्वीपानपश्यत् तेषामेकं क्रोशं पुनर्न प्रेक्षते शेषं पश्यति, पुनरर्धयोजनं न पश्यति, एवं हीयमानं तावद्धीयते यावदङ्गुलाङ्ख्येयभागः शेषः, एतदाह- आ अड्डलस्यासंख्येयभागात् अङ्गुलपरिमाणस्य क्षेत्रस्य असंख्येयानि खण्डानि कृतस्य एकस्मिन् असंख्येयभागे यावन्ति द्रव्याणि समवस्थितानि तानि पश्यतीत्यर्थः । ततः कदाचिदवतिष्ठते कदाचित् प्रतिपतत्येव, तान्यपि न पश्यतीत्यर्थः । अङ्गुलशब्दश्च परिभाषितार्थो द्रष्टव्यः, अन्यथा अङ्गुलासंख्येयभागादिति भवितव्यम्, अन्येषां त्वेवंविधमेव भाष्यमिति । कथं हीयत इति चेद् ? તે રત્નપ્રભા વગેરે. અને ‘વિમાન’ એટલે જ્યોતિષ-વિમાન વગેરે. આમ અસંખ્યાત એવા દ્વીપો, સમુદ્રો, પૃથ્વીઓ અને વિમાનોને વિષે દ્વીપ-સમુદ્રોની અપેક્ષાએ તિર્છ વિમાનોને આશ્રયીને ઉપર (ઊર્ધ્વ) અને પૃથ્વીઓની અપેક્ષાએ અધઃ-નીચેના ક્ષેત્રને વિષે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે ક્રમશઃ (ધીમે ધીમે) સર્વ બાજુએથી સંક્ષિપ્ત થતું થતું (ઘટતું જતું) પડી જાય છે, નાશ પામે છે. કેમ કે, પહેલાં તે અવિધજ્ઞાની પુરુષ જે દ્વીપોને જોતો હતો, તેમાંથી ૧ ક્રોશને જોતો નથી એટલું ન્યૂન જુએ છે, શેષ ક્ષેત્રને પૂર્વવત્ જુએ છે. વળી તેમાંથી ઘટતાં અડધા યોજન પ્રમાણ ક્ષેત્રને જોતો નથી. (શેષ જુએ છે.) આમ ઘટતાં ઘટતાં ત્યાં સુધી ઘટે છે જ્યારે અંગલના અસંખ્યાતમાં ભાગ જેટલું બાકી રહે. આ જ વાત ભાષ્યકાર કહે છે કે, અવધિજ્ઞાન ઘટતું ઘટતું ત્યાં સુધી ઘટે છે, જ્યારે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ક્ષેત્ર બાકી રહે, અર્થાત્ અંગુલ (૧ આંગળ) જેટલાં પરિમાણવાળા ક્ષેત્રના અસંખ્યાત ખંડ/ટુકડા કરીને તેનો એક ભાગ એટલે અસંખ્યાતમો ભાગ. તેમાં જેટલાં દ્રવ્યો રહેલાં હોય તેને જુએ છે. પછી ક્યારેક અવસ્થિત સ્થિર રહે છે, ઘટતું નથી. અથવા તો ક્યારેક સંપૂર્ણ પડી જાય, નાશ પામે છે અર્થાત્ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલાં પણ દ્રવ્યોને જોતો નથી. આમાં ‘અંગુલ' શબ્દ પારિભાષિક અર્થવાળો જાણવો. નહીંતર તો ‘અદ્ભુત્ત્વસંધ્યેયમાત્' એવું ભાષ્ય-વચન હોવું ઘટે. બીજાઓના મતે તો આવા પ્રકારનો જ ભાષ્યગત પાઠ છે.
ચંદ્રપ્રભા : કહેવાનો ભાવ એ છે કે, અદ્ભુત શબ્દના બે અર્થ છે, (૧) આંગળી અને (૨) માપ વિશેષ. અહીં ‘અંગુલ' શબ્દ પરિભાષિત-અર્થવાળો છે અર્થાત્ જૈન શાસ્ત્રોમાં ‘અંગુલ’ મોટે ભાગે પ્રમાણ-વિશેષ અર્થમાં વપરાય છે. તેનો પારિભાષિક અર્થ છે -૮ જવ એટલે ૧ આંગળ (અંગુલ) અથવા વેંતનો ૧૨મો ભાગ તે ‘અંગુલ' કહેવાય. અહીં જો ‘અંગુલ' શબ્દનો o. ૩.પૂ. । તત:૦ મુ. | ૨. ૩.પૂ. | ના. મુ. | રૂ. વ. । અર્શત્ તેષાં પૂ. । યત્ તત્ તે॰ મુ. | ૪. જી.પા.તા.લિ. । કુત્તે પૂ. 1