________________
३४६ तत्त्वार्थाधिगमसूत्रम्
'[ ૦ ૨ गर्भादि तत्र जायन्त इति तिर्यग्योनिजाः पञ्चेन्द्रियाः पर्याप्ताः संज्ञिनो ग्राह्याः, तेषामेव तेन योगात्, असंक्षिपञ्चेन्द्रियादीनां तु तदभावः, अतस्तेषां, मनुष्याणां च गर्भजादिविशिष्टानां, न तु संमूर्छनेजानामिति । कथं पुनरेकं सत् षड्विधमिति व्यपदिश्यते ? । आहउपाधिभेदात् । स चोपाधिः क्षयोपशमोऽनेकरूप: ज्ञानावरणीयकर्मण इत्येतद् दर्शयतिज्ञानमवधिस्तस्य आवरणीयम्-आच्छादकं भास्करस्येवाभ्रादि तस्य ज्ञानावरणीयस्य कालान्तरकृतस्य कर्मणः क्षयोपशमाभ्यां उक्तस्वरूपाभ्यां षड्विधं भवति । द्विवचनं चास्मात् क्षयोपशमाभ्यामित्येतत् क्रियते-यत उभावपि तस्य समुदितौ सन्तौ निमित्तं भवतः, છે. તેમાં તિર્યંચ એટલે ગાય વગેરેની યોનિ = ઉત્પત્તિસ્થાન, ગર્ભ આદિ... તેમાં ઉત્પન્ન થનારા તિર્યંચ યોનિજ અર્થાત્ તિર્યંચ કે જેઓ પાંચ-ઇન્દ્રિયવાળા = પંચેન્દ્રિય, પર્યાપ્ત અને સંજ્ઞી હોય તે લેવા.
ચંદ્રપ્રભાઃ છ પ્રકારની પર્યાપ્તિઓને અવશ્ય પૂરી કરીને જ મૃત્યુ પામનારા જીવો “પર્યાપ્ત કહેવાય. “પર્યાપ્ત' એટલે જીવને પુગલની સહાયથી જીવવા માટેની એક પ્રકારની શક્તિ. તે છે છે. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા અને (૬) મન. આનું વિશેષ સ્વરૂપ જીવવિચાર આદિ ગ્રંથોથી જાણવું. કેમ કે તેઓને જ અવધિજ્ઞાનનો સંબંધ (યોગ) થાય છે. પણ બીજા અસંજ્ઞી પંચેન્દ્રિય આદિ જીવોને અવધિજ્ઞાન સાથે સંબંધનો અભાવ હોય છે. આથી પૂર્વોક્ત શેષ જીવોનું જ ગ્રહણ કરવું. મનુષ્યોમાં પણ ગર્ભજ આદિ વિશિષ્ટ મનુષ્યોનું ગ્રહણ કરવું પણ, સંમુશ્કેનજ = સંમુશ્કેિમ મનુષ્યોનું ગ્રહણ ન કરવું.
પ્રેમપ્રભા : પ્રશ્નઃ એક જ અવધિજ્ઞાન હોવા છતાં છ પ્રકારનું શાથી કહેવાય છે?
જવાબઃ ઉપાધિના એટલે કે હેતના ભેદથી (કાર્યનો = ઉપધેયનો ભેદ પડે છે.) અને તે ઉપાધિ = હેતુ પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મનો અનેક પ્રકારનો ક્ષયોપશમ છે. આ હકીકતને બતાવતાં ભાષ્યકાર કહે છે - “જ્ઞાનાવરણીય કર્મના (અનેક પ્રકારના) ક્ષયોપશમથી છ પ્રકારનું અવધિજ્ઞાન છે.” જ્ઞાન એટલે અવધિજ્ઞાન તેનું આવરણીય એટલે વાદળ વગેરે સૂર્યને આચ્છાદિત કરે, તેની જેમ આચ્છાદન કરનારું તે (અવધિ) જ્ઞાનાવરણીય કર્મ કે જે પૂર્વે અન્ય કાળે બાંધેલું હતું, તેનો પૂર્વે કહ્યા મુજબ (જુદા જુદા પ્રકારે) ક્ષયોપશમ થવાથી છે ભેદવાળું થાય છે. (અર્થાત્ કારણભૂત ક્ષયોપશમના છ ભેદો થવાથી તેનાથી થતું અવધિજ્ઞાન રૂપ કાર્ય પણ છ ભેદવાળું થાય છે એમ કહેવાનો
. પાડ્યુ નન્યન્તમુ. ૨. .પૂ. I મૂર્જીના૦ મુ.