________________
સૂ૦ ૨૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३१९ एतावन्त इत्येवं सर्वतीर्थकृतां ताः अन्तकद्दशाः । अनुत्तरोपपादिका देवा येषु ख्याप्यन्ते ताः अनुत्तरोपपादिकाः दशाः । प्रश्नितस्य जीवादेर्यत्र प्रतिवचनं भगवता दत्तं तत् प्रश्नव्याकरणम् । विपाकः कर्मणामनुर्भावस्तं सूत्रयति-दर्शयति यत्, तद् विपाकसूत्रम् । दृष्टीनाम् अज्ञानिकादीनां यत्र प्ररूपणा कृता स दृष्टिवादः, तासां वा तत्र पातः ।
अत्रावसरे चोदक आह-उक्तं लक्षणं विधानं च श्रुतस्य, किन्तु यथाऽयं विषयं निरूपयिष्यति' तथा न कश्चिद् भेदोऽस्तीति पृच्छति मतिश्रुतयोः को भेद इति ? । भण्यते
भा० उत्पन्नाविनष्टार्थग्राहकं साम्प्रतकालविषयं मतिज्ञानम्, श्रुतज्ञानं तु त्रिकालविषयम्, उत्पन्नविनष्टानुत्पन्नार्थग्राहकमिति । अत्राह-गृह्णीमो मतिश्रुतयो नात्वम् । તીર્થમાં આટલાં સિદ્ધ થયા. એ પ્રમાણે સર્વ તીર્થકરો સંબંધી જેમાં કહેવાય તે “અંતકૃદૂદશા કહેવાય. (૯) અનુત્તરોપપાદિક-દશા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા દેવો અંગે જેમાં વિવેચન કરેલું છે તે “અનુત્તરોપપાદિકદશા' ગ્રુત કહેવાય. (૧૦) પ્રશ્ન-વ્યાકરણ : જેમાં જીવાદિ વિષયમાં કરાયેલ પ્રશ્નનો પ્રત્યુત્તર ભગવાન વડે અપાયેલ છે, તે “પ્રશ્ન-વ્યાકરણ” શ્રુત કહેવાય. (૧૧) વિપાકસૂત્ર: વિપાક એટલે કર્મોનું ફળ, તેનો અનુભાવ.. તેને જે સૂત્રિત કરે અર્થાત્ દર્શાવે, તે “વિપાક-સૂત્ર' કહેવાય. (૧૨) દૃષ્ટિવાદ (અથવા દૃષ્ટિપાત) : અજ્ઞાનિક વગેરે દષ્ટિઓની જેમાં પ્રરૂપણા કરેલી છે, તે ‘દષ્ટિવાદ' શ્રુત કહેવાય. અથવા દૃષ્ટિઓનો પાત જેમાં હોય તે દૃષ્ટિપાત કહેવાય.
આ અવસરે શિષ્ય પ્રશ્ન કરે છે કે, શ્રુતજ્ઞાનનું લક્ષણ અને તેના ભેદો આપે કહ્યા, કિંતુ જે રીતે આ વિષયનું આગળ વર્ણન કરાશે, તે જોતાં લાગે છે કે મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચે કોઈ ભેદ જણાતો નથી. આવા આશયથી શિષ્ય પૂછે છે કે,
પ્રશ્ન : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે શું ભેદ તફાવત છે ? (અર્થાત્ શ્રુતજ્ઞાન એ મતિ-વિશેષ અર્થાત્ વિશેષ પ્રકારનું મતિજ્ઞાન જ છે એમ કેમ ન કહેવાય ?) આનો ઉત્તર ભાષ્યકાર આપે છે. જવાબ :
ભાષ્ય : ઉત્પન્ન થયેલ અને નાશ પામેલો ન હોય, એવા અર્થનું ગ્રાહક હોયને મતિજ્ઞાન એ સાંપ્રત = વર્તમાનકાલીન વિષયનું હોય છે, જ્યારે શ્રુતજ્ઞાન એ ત્રણેય (ભૂત, વર્તમાન, ભાવી) કાળના વિષયનું થાય છે. અર્થાત્ ઉત્પન્ન થયેલાં, નાશ પામેલ અને હજી ઉત્પન્ન નહીં થયેલ = ઉત્પન્ન થનારા વિષયનું ગ્રાહક છે. ૨. સર્વપ્રતિપુ ! સર્વવૃતાન્તા:- મુ. . ૨. સર્વપ્રતિષ વિશા:- મુ. રૂ. પૂ. : મુ. | ૪. ઇ.પૂ. ના. . I . g. પૂ. I તે મુ. | ૬. પારિપુ ! ના. પૂ. I